નવરાત્રી પછી થોડા જ દિવસોમાં દિવાળી આવે છે. દિવાળી સમયે ચહેરા પર ગ્લો રહે અને સ્કીન સુંદર દેખાય તે માટે આ સરળ ઘરેલુ નુસખા અત્યારથી અજમાવો. આ નુસખા અજમાવ્યા ના થોડા જ દિવસમાં ચહેરા પર ફરક દેખાવા લાગશે. ઉજાગરા ના કારણે જે સ્કીન દલ દેખાતી હશે તે હેલ્ધી અને ગ્લોઇંગ દેખાવા લાગશે.
ડલ અને બેજાન થયેલી સ્કીન પર ગ્લો લાવવા માટે લીંબુ અને મધ યુઝ કરી શકો છો. મધ સૌથી સારું નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને જરૂરી નમી અને પોષણ આપે છે. રોજ મેકઅપના કારણે ડ્રાય થયેલી સ્કીનને મધ મુલાયમ બનાવશે. સાથે જ લીંબુના બ્લીચિંગ ગુણ ચહેરાના ડાઘ દૂર કરવામાં મદદ કરશે. લીંબુ અને મધનું મિશ્રણ ત્વચાને એક સમાન રંગત આપે છે અને ત્વચા પરથી ડ્રાઇનેસ દૂર કરવામાં મદદ કરે છે. મધ અને લીંબુ લગાડવા માટે એક ચમચી મધમાં થોડા ટીપા લીંબુના રસના મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને 10 થી 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. લીંબુ અને મધનું મિશ્રણ સપ્તાહમાં બે વખત લગાડી શકો છો. જે લોકોની સ્કિન સેન્સેટિવ હોય તેમણે લીંબુનો ઉપયોગ કરવાનું ટાળવું.
જો તમારા ઘરમાં તમે એલોવેરાનો પ્લાન્ટ છે તો એલોવેરા જેલ પણ ત્વચા પર લગાડી શકો છો.. ડેમેજ અને ડલ સ્કીનને રીપેર કરવામાં એલોવેરા ગુણના એન્ટી ઇન્ફલમેટ્રી ગુણ મદદ કરશે. એલોવેરા જેલથી સ્કીન હેલ્થી રહેશે. એલોવેરા જેલ નો ઉપયોગ કરવા માટે એલોવેરા ના પાનમાંથી તાજુ જેલ કાઢો અને તેને ચહેરા અને ગરદન પર લગાડો. એલોવેરા જેલને તમે આખી રાત સ્કીન લગાવી રાખો તો પણ ચાલે. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. જો તમારી સ્કિન ડ્રાય હોય અને અત્યારથી જ ફાટવા લાગી હોય તો એલોવેરા જેલ નો ઉપયોગ રોજ કરો.
દહીં અને ચણાના લોટનો ફેસપેક સ્કીનને એક્સફોલિએટ કરશે અને ડેડ સ્કીન દૂર કરશે જેના કારણે ડલ અને બેજાન સ્કિન પર ગ્લો આવી જશે. ચણાના લોટ અને દહીંનું મિશ્રણ સ્કિનને મુલાયમ અને ચમકદાર બનાવશે. તેના માટે બે ચમચી ચણાના લોટમાં બે ચમચી ફ્રેશ દહીં મિક્સ કરો અને એક ચપટી હળદર ઉમેરો. આ મિશ્રણને ગરદન અને ચહેરા પર લગાવો. ફેસપેક સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ફેસ ક્લીન કરો.
આ ત્રણમાંથી કોઈ પણ ફેસપેક નો ઉપયોગ તમે કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)