• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો

સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો

રાજ્યભરની સરકારી શાળાઓમાં હવેથી મંજૂરી વગર પ્રવેશ કરી શકાશે નહીં. આચાર્ય અથવા સંસ્થાની લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં શાળાની બદનામી રોકવા શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. વધુ વિગતો ખાસ જાણો.

Edited ByViral Raval
Published: Oct 22, 2026, 09:45 AM IST|Updated: Oct 22, 2026, 10:42 AM IST
joinshare
સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ભાજપના વ્યૂહરચનાકાર' અમિત શાહનો જન્મદિવસ: બૂથ કાર્યકરથી દેશના ગૃહમંત્રી બનવા સુધીની પ્રેરણાદાયી સફર

ભાજપના વ્યૂહરચનાકાર' અમિત શાહનો જન્મદિવસ: બૂથ કાર્યકરથી દેશના ગૃહમંત્રી બનવા સુધીની પ્રેરણાદાયી સફર

2

સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો

3

CJPના સૌરભ દાસ અને આશુતોષ રાંકાને ક્રાઇમ બ્રાંચનું સમન્સ: 22 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર રહેવા આદેશ

4

કાર હવે જાતે જ બ્રેક મારશે! ઓક્ટોબર 2030થી તમામ નવી કારોમાં 'AEBS' સિસ્ટમ ફરજિયાત બનાવશે સરકાર

5

AI in Stock Market: કલાકોનું કામ મિનિટોમાં થશે, શેર માર્કેટમાં AI ની એન્ટ્રીથી રોકાણકારોને કેટલો ફાયદો થશે જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજકાલ શાળાઓમાં જઈને ત્યાંની સ્થિતિ દર્શાવવી, ઘણીવાર તો પાણીમાંથી પોરા કાઢવા જેવી વસ્તુઓ દર્શાવવી એ જાણે સોશિયલ મીડિયા ટ્રેન્ડ બની ગયો છે. આ વસ્તુને રોકવા માટે હવે રાજ્ય શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી શાળાઓમાં જઈ રાજકીય રોટલા શેકતાં બિન-અધિકૃત એટલે કે વાલી સિવાયના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી વિના બાળકોના વાલીઓ સિવાયના બિન-અધિકૃત લોકો પર રોક લગાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે એમાં વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ દર્શાવવું પણ મુશ્કેલ થઈ પડી શકે છે.

વિપક્ષ માટે ઊભી થશે મુશ્કેલી!

  • શિક્ષણ વિભાગના આ એક નિર્ણયથી વિપક્ષો માટે ખરેખર જે સરકારી શાળાઓની સ્થિતિ દયાજનક હશે તેમની પોલ ખોલવી મુશ્કેલ બની જશે.
  • આ ઉપરાંત બોર્ડ એક્ઝામ સહિતના મુદ્દે કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ ફોટો પડાવી સસ્તી પબ્લિસિટી પણ હવે મેળવી શકશે નહીં.

જો નિયમ તોડ્યો તો થશે કાનૂની કાર્યવાહી

આ નિયમનો જો ભંગ કર્યો તો ભારતીય ન્યાય સંહિતા- 2023, પોક્સો એક્ટ 2012 અને આઈટી એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે સરકારી શાળાઓમાં ઘૂસતા પહેલા વિચાર કરવો પડશે.

અત્રે જણાવવાનું કે રાજ્યની સરકારી શાળાઓને રાજકીય પક્ષોએ પોતાના રોટલા શેકવા માટે ઘણા સમયથી લોકપ્રિયતા મેળવવાનું સાધન બનાવી દીધુ હતું. અગાઉથી મંજૂરી વગર ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન લોકો આવી જતા હોવાની ફરિયાદો અવારનવાર મળતી હતી. જેના કારણે શિક્ષણ વિભાગે આ પગલું ભર્યું છે. આ પરિપત્ર મુજબ હવે કોઈ પણ બહારની વ્યક્તિ શાળા અધિકૃત અધિકારી સાથે પણ પૂર્વ મંજૂરી વગર શાળામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત મંજૂરી વગર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ફોટોગ્રાફી કરવા આચાર્યની મંજૂરી લેવી પડશે

હવે કોઈ ણ શાળામાં પ્રવેશીને ત્યાં વિદ્યાર્થીઓ કે શિક્ષકોની વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી, કોઈનો ઈન્ટરવ્યુ કે ઓડિયો રેકોર્ડિંગ, લાઈવ સ્ટ્રિમિંગ ધડાધડ કરી શકશે. નહીં. આવું કરવા માટે શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરવામાં આવશે.

જો આચાર્યની ઠીક ન લાગે તો તેઓ મુલાકાતીને પરિસર છોડવાનો આદેશ પણ આપી શકશે. શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની શક્યતા આચાર્યને પૂરેપૂરો પાવર રહેશે કે તેઓ પ્રવેશ કરવાની મંજૂરી આપવી કે ન આપવી અથવા તો આવનાર વ્યક્તિને શાળામાંથી જવા માટે પણ કહી શકે. જો કોઈ વ્યક્તિ શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરવાનો પ્રયત્ન કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્ય તાત્કાલિક પોલીસ અથવા શિક્ષણ વિભાગના અધિકારીને જાણ કરી લાગુ પડતાં કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે છે.

વિદ્યાર્થીઓની અંગત વિગતો જાહેર ન થવા દેવાની સૂચના

  • શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓની પર્સનલ વિગતો પણ જાહેર ન થવાની સૂચના અપાઈ છે. જેમ કે વિદ્યાર્થીઓના ફોટો, વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય, જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અથવા સુરક્ષાને અસર પહોંચે એનું ધ્યાન રાખવું. 
  • પરિસરમાં પ્રવેશવા માટે પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત લેવી પડશે. 
  • શાળા પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશે. 
  • મંજૂરી વગર પ્રવેશ કરનાર કે કામગીરીમાં વિધ્ન નાખનારની તાબડતોબ સ્થાનિક પોલીસ અને શિક્ષણ અધિકારીઓને જાણ કરાશે. 
  • કોઈ પણ બહારની વ્યક્તિએ ક્લાસરૂમ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે પૂર્વ લેખિત મંજૂરીથી જ પ્રવેશ કરવો. નહીં તો કાર્યવાહી થશે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News