• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /AI in Stock Market: કલાકોનું કામ મિનિટોમાં થશે, શેર માર્કેટમાં AI ની એન્ટ્રીથી રોકાણકારોને કેટલો ફાયદો થશે જાણો

AI in Stock Market: કલાકોનું કામ મિનિટોમાં થશે, શેર માર્કેટમાં AI ની એન્ટ્રીથી રોકાણકારોને કેટલો ફાયદો થશે જાણો

AI in Stock Market: શેર માર્કેટમાં સ્ટોક રિસર્ચને AI સરળ બનાવી રહ્યું છે. ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ Kwala Intel ની મદદથી કંપનીઓ, માર્કેટના આંકડા અને રોકાણ સંબંધિત પ્રશ્નોને સમજવામાં કેવી રીતે મદદ મળી શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 22, 2026, 08:39 AM IST|Updated: Oct 22, 2026, 08:44 AM IST
joinshare
AI in Stock Market: કલાકોનું કામ મિનિટોમાં થશે, શેર માર્કેટમાં AI ની એન્ટ્રીથી રોકાણકારોને કેટલો ફાયદો થશે જાણો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો

સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો

2

CJPના સૌરભ દાસ અને આશુતોષ રાંકાને ક્રાઇમ બ્રાંચનું સમન્સ: 22 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર રહેવા આદેશ

3

કાર હવે જાતે જ બ્રેક મારશે! ઓક્ટોબર 2030થી તમામ નવી કારોમાં 'AEBS' સિસ્ટમ ફરજિયાત બનાવશે સરકાર

4

AI in Stock Market: કલાકોનું કામ મિનિટોમાં થશે, શેર માર્કેટમાં AI ની એન્ટ્રીથી રોકાણકારોને કેટલો ફાયદો થશે જાણો

5

મિડલ ઈસ્ટમાં સ્થિતિ વિસ્ફોટક: રિયાધમાં અમેરિકી એમ્બેસી ખાલી કરાવાઈ, ડિપ્લોમેટ્સને દેશ છોડવા ફરમાન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AI in Stock Market: સ્ટોક રિસર્ચથી લઈને ડેટા એનાલિસિસ, ટ્રેંડ, રિસ્ક એસેસમેંટ સુધી આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ ફાઈનાન્સિયલ માર્કેટમાં કામ કરવાની રીત બદલી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ પણ થાય કે શું AI રોકાણના નિર્ણયને વધારે સ્પષ્ટ શકે છે ? આ અંગે એક્સપર્ટ સંદીપ જૈનએ વિસ્તારપૂર્વક જાણકારી આપી છે. તો ચાલો જાણીએ શેર માર્કેટમાં AI ની ભુમિકા કેટલી મહત્વની સાબિત થવાની છે.

આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ એટલે કે AI દુનિયાભરમાં કામ કરવાની રીતમાં ફેરફાર કરવાનું શરુ કરી દીધું છે. ફાઈનાન્સિયલ માર્કેટ પણ તેમાંથી બાકાત નથી. શેર માર્કેટમાં રોજ અસંખ્ય ડેટા સામે આવે છે. કંપનીના પરિણામ, બેલેન્સ શીટ, નફો, કરજ, વેલ્યુએશન, શેરની કિંમતોમાં ફેરફાર, બજારનું વલણ. આ બધી જ બાબતોનું વિશ્લેષણ કરવું રોકાણકારો અને એનાલિસ્ટ માટે પણ પડકાર હોય છે. પરંતુ AI ટૂલની મદદથી આ ડેટાને સમજવામાં અને રિસર્ચ કરવામાં નવા રસ્તા ખુલી રહ્યા છે.

Kwala Intel જેવા AI પાવર્ડ સ્ટોક રિસર્ચ પ્લેટફોર્મ આ ફેરફારનું ઉદાહરણ છે. એમેરિકાના NYSE અને Nasdaq માટે વિકસિત કરવામાં આવેલું આ પ્લેટફોર્મ હવે ભારતીય રોકાણકારો માટે પણ ઉપલબ્ધ છે. આ ટૂલની મદદથી રોકાણકારો સ્ટોર માર્કેટ સંબંધિત પ્રશ્નોનો જવાબ મેળવી શકે છે, કંપનીઓ વિશે જાણકારી મેળવી શકે છે અને રિસર્ચ દરમિયાન સામે આવતા અન્ય પ્રશ્નો વિશે પણ સમજી શકે છે.

સંદીપ જૈન અનુસાર ફાઈનાન્સિયલ માર્કેટમાં AI ની સૌથી મોટી ભૂમિકા રિસર્ચને વધારે વ્યવસ્થિત અને સમય બચાવનાર છે. પણ સાથે એ સમજવું જરૂરી છે કે ઝડપથી ડેટાનું વિશ્લેષણ કરી લેવું અને બજારના વલણનું સચોટ અનુમાન લગાવવું બંને અલગ અલગ વાતો છે.

સ્ટોક રિસર્ચમાં AI નું મહત્વ શા માટે વધ્યું ?

કોઈ કંપનીના શેર ખરીદતાં પહેલા માત્ર તેના શેરના હાલના ભાવ કે અગાઉ આપેલું રિટર્ન જોવું પુરતું નથી હોતું. રોકાણકારોને એ સમજવું પડે છે કે કંપનીનો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે, કમાણીમાં કેવો ફેરફાર થયો છે, કંપની પર કરજ કેટલું છે, વેલ્યુએશન બરાબર છે કે નહીં, ભવિષ્યમાં કંપની સામે કયા કયા જોખમો કે તકો છે.

આ પ્રકારની રિસર્ચ કરવા માટે અલગ અલગ સ્ત્રોતથી જાણકારી મેળવવી પડે છે. પછી અલગ અલગ આંકડાની સરખામણી કરવી પડે, જેના આધારે કંપનીની સ્થિતિની સમજવામાં આવે છે. જો કોઈ રોકાણકાર એક સાથે ઘણી કંપનીઓ પર નજર રાખે તો આ કામ સમય માંગી લે છે.

AI આધારિત ટૂલ્સ આ પ્રક્રિયાને સરળ બનાવી શકે છે. ડેટાને વ્યવસ્થિત કરવા, નાણાકીય આંકડાને સમજવા, કંપનીની તુલના, જૂના ડેટાનું વિશ્લેષણ આ બધા કામમાં AI મદદ કરી શકે છે. તેનાથી રોકાણકારને શરુઆતી જાણકારી મેળવવામાં ઓછો સમય લાગશે. અને તે રિસર્ચની મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપી શકશે.

જો કે AI થી મળતાં જવાબોને પણ તપાસ્યા વિના સ્વીકારી લેવા પણ યોગ્ય નથી. કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ડેટાની વિશ્વસનીયતા, તેનો સંદર્ભ અને કંપનીની વાસ્તવિક પરિસ્થિતિ સમજી લેવી જરૂરી હોય છે.

ડેટા એનાલિસિસથી પ્રાઈસ મૂવમેંટ સુધી ક્યાં મદદ મળી શકે ?

શેર માર્કેટમાં રોકાણના નિર્ણય લેતી વખતે ફંડામેંટલ અને ટેકનિકલ બંને પ્રકારની જાણકારી મહત્વપૂર્ણ હોય છે. ફંડામેંટલ એનાલિસિસમાં કંપનીની નાણાકીય સ્થિતિ, કમાણી, કરજ, વેલ્યુએશન જેવા પાસાઓને જોવામાં આવે છે. જ્યારે ટેકનિકલ એનાલિસિસ્માં કિંમતો, અગાઉની મૂવેંટ, ટ્રેંડિંગ વોલ્યૂમ, ચાર્ટ પેટર્નનું રિસર્ચ કરવામાં આવે છે.

AI ટૂલ્સ આ બંનેમાં મદદ કરી શકે છે. દાખલા તરીકે કોઈ કંપનીની નાણાકીય સ્થિતિને સમજવી હોય કે અન્ય કંપની સાથે સરખામણી કરવી હોય, AI રિસર્ચ શરુઆતને સરળ બનાવી શકે છે. તેવી જ રીતે હિસ્ટોરિકલ પ્રાઈસ મૂવમેન્ટ અને વોલ્યૂમ સંબંધિત પ્રશ્નો તપાસવા પણ તેની મદદ લઈ શકાય છે.

આ ઉપરાંત કોઈ મોટા કોર્પોરેટ ઘટનાક્રમથી પહેલા અને પછી શેરની કિંમતોમાં થયેલા ફેરફારને સમજવા, કોઈ ખાસ સમયમાં સ્ટોકનું વલણ, સંભવિત જોખમ ઓળખવામાં પણ AI આધારિત ટૂલ્સ મદદ કરી શકે છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે ડેટા માત્ર વધવાથી સાચો નિષ્કર્ષ નથી નીકળતો, આંકડાના સંદર્ભને સમજવા અને તેને ઓળખવા જરૂરી છે કે કઈ જાણકારી રોકાણના નિર્ણય માટે મહત્વપૂર્ણ છે.

શું AI બજારની આગામી ચાલનું અનુમાન લગાવી શકે ?

પ્રશ્ન એ પણ છે કે AI મોડલ ઉપલબ્ધ ડેટામાં પેટર્ન શોધી શકે અને સંભવિત ટ્રેંડ, મોમંટમમાં ફેરફાર કે જોખમ ના સંકેત આપી શકે છે જેનાથી રોકાણને બજારની સ્થિતિને સમજવામાં અને અલગ અલગ સંભાવના પર વિચાર કરવામાં મદદ મળી શકે છે.

પરંતુ શેર બજાર ફક્ત આંકડાના આધાર પર નથી ચાલતું. કંપનીઓના અપ્રત્યાશિત પરિણામ, સરકારના નીતિગત નિર્ણય, વૈશ્વિક ઘટનાક્રમ, વ્યાજના દરમાં ફેરફાર અને રોકાણના સેંટિમેંટમાં અચાનક આવેલા ફેરફાર બજારની દિશાને પ્રભાવિત કરી શકે છે. આ પરિસ્થિતિમાં પહેલાની પેટર્ન કે ઉપલબ્ધ ડેટાના આધાર પર અનુમાન ખોટા પણ સાબિત થઈ શકે છે.

એટલા માટે AI ને બજારનું ભવિષ્ય જણાવતા મશીન તરીકે જોવું યોગ્ય નથી. તેની ઉપયોગિતા સંભાવિત પરિસ્થિતિઓને સમજવામાં, રિસર્ચ માટે સંકેત પ્રાપ્ત કરવામાં અને જોખમો પર ધ્યાન આપવામાં છે. AI થી મળતા કોઈ સંકેતને રોકાણ માટે અંતિમ આધાર બનાવવાને બદલે બીજા જરૂરી તથ્યો સાથે પારખવા જોઈએ.

રિટેલ રોકાણકારો માટે નવા રસ્તા ખુલી રહ્યા છે

AI નો ઉપયોગ પહેલા મોટા સંસ્થાગત રોકાણકારો, રિસર્ચ ટીમો અને બ્રોકરેજ હાઉસ ના કામમાં વધારે દેખાતો હતો. પરંતુ હવે રિટેલ રોકાણકારો માટે પણ આ ટૂલ્સ ઉપલબ્ધ છે. જેની મદદથી તેઓ પોતાની રિસર્ચને વ્યવસ્થિત કરી શકે છે.

Kwala Intel જેવા પ્લેટફોર્મ પર રોકાણકાર કોઈ કંપની કે શેર વિશે પ્રશ્ન લખી પુછી શકે છે કે ઉપલબ્ધ માઈક્રોફોન વિકલ્પ બોલીને પ્રશ્ન કરી શકે છે. જવાબ મળ્યા પછી તેના સંદર્ભે ફોલો અપ પ્રશ્નો પણ પુછી શકે છે. આ કામથી એવા લોકોને મદદ મળશે જે સ્ટોક માર્કેટને સરળ ભાષામાં સમજવા માંગે છે કે પછી કોઈ કંપનીની રિસર્ચ શરુ કરવાની દિશા શોધી રહ્યા છે.

દાખલા તરીકે રોકાણકાર કોઈ સ્ટોરના નાણાકીય પ્રદર્શન, વેલ્યૂએશન, ગ્રોથ કે પછી જોખમ વિશે પ્રશ્ન કરી શકે છે. બે કંપનીઓ વચ્ચે તુલના કરવામાં, તેના પ્રદર્શન અને સંબંધિત પાસા ને સમજવા માટે પણ AI ની મદદ લઈ શકે છે.

આ પ્રકારના ટૂલ્સનો ફાયદો એ છે કે રોકાણકાર પોતાની જરૂરીયાત અનુસાર પ્રશ્ન કરી રિસર્ચને આગળ વધારી શકે છે. તેને દરેક વખતે ટેકનિકલ ભાષામાં પ્રશ્ન પુછવાની જરૂર નહીં હોય. AI થી મળેલી જાણકારીને કંપનીના ઓફિશિયલ દસ્તાવેજો અને અન્ય વિશ્વસનીય સ્ત્રોતથી ચકાશવું જરૂરી છે.

સંદીપ જૈન અનુસાર રિટેલ રોકાણકારો માટે AI નો આ ઉપયોગ ખાસ કરીને ઉપયોગી સાબિત થઈ શકે કારણ કે તેનાથી રિસર્ચની શરુઆત કરવી સરળ હશે. પરંતુ કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો અને તેના આધાર પર રોકાણનો નિર્ણય કરવો અલગ અલગ વાતો છે.

AI ના સમયમાં પણ હ્યુમન ઈંટેલિજન્સ શા માટે જરૂરી ?

માર્કેટમાં દરેક નિર્ણય ડેટાના આધારે નથી લેવાતો. એક જ કંપનીને લઈને બે રોકાણકારોનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. કારણ કે તેના રોકાણનો સમય, નાણાકિય સ્થિતિ અને જોખમ લેવાની ક્ષમતા અલગ અલગ હોય છે. દાખલા તરીકે કોઈ રોકાણકારને થોડા મહિનામાં પૈસાની જરૂર પડવાની હોય તો તે રિસ્કી શેરમાં રોકાણ કરે તે ઉચિત નથી. જ્યારે લાંબા સમયના રોકાણમાં દ્રષ્ટિકોણ અલગ હોય શકે છે. AI કોઈ કંપની વિશે જાણકારી મેળવવામાં અને જોખમને સમજવામાં મદદ કરી શકે છે પરંતુ રોકાણકારે પોતાની નાણાકીય જરૂરીયાત અને લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે.

એટલા માટે AI માનવ સમજનો વિકલ્પ નથી. પરંતુ તેના સહયોગી છે. AI ની મદદથી રિસર્ચ ઝડપી થઈ શકે છે. પરંતુ રોકાણનો નિર્ણય લેતી વખતે અનુશાસન, અનુભવ, જોખમની સમજ અને સ્વતંત્ર વિચાર જરૂરી બની જાય છે.

એક તરફ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે AI ટૂલ્સથી મળતા જવાબોની ગુણવત્તા ઉપલબ્ધ ડેટા, મોડલની મર્યાદા અને પુછાયેલા પ્રશ્નો પર આધાર રાખે છે. ખોટી અને અધુરી જાણકારીના આધાર પર કરેલું વિશ્લેષણ ખોટું પણ હોય શકે છે. તેથી રોકાણકારે જરૂરી તથ્યોની પુષ્ટિ કરી લેવી જોઈએ. માત્ર AI ના ભરોસે રોકાણ ન કરવું.

ફાઈનાન્સિયલ માર્કેટમાં AI નું ભવિષ્ય કેવું છે ?

આવનારા સમયમાં ફાઈનાન્સિયલ માર્કેટમાં AI નો ઉપયોગ વધે તેની સંભાનના છે. રિસર્ચ વર્કફ્લોને ઓટોમેટ કરવા, સ્ટોક સંબંધિત ફેરફાર પર નજર રાખવા અને ડેટાને સમજવા તેમજ સંભવિત જોખમ વિશે સંકેત મેળવવા AI આધારિત પ્લેટફોર્મની ભુમિકા વધી શકે છે.

રોકાણકારો માટે સૌથી મોટો ફેરફાર એ હોય શકે છે કે આ જટીલ જાણકારી સુધી પહોંચવા અને તેને સમજવાની પ્રક્રિયા પહેલા કરતાં સરળ થઈ જાય પરંતુ ટેકનીકલ ઉપલબ્ધતાનો અર્થ એ નથી કે રોકાણ કરવું જોખમ મુક્ત થઈ જશે. બજારમાં અનિશ્ચિતતા હંમેશા બની રહે છે. કોઈપણ ટેકનિકથી નફાની ગેરંટી મળતી નથી.

સંદીપ જૈન અનુસાર AI નો સાચો ઉપયોગ એ છે કે રોકાણકારને પ્રશ્ન પુછવામાં, વધારે વ્યવસ્થિત રિચસ્ર કરવામાં અને પોતાના નિર્ણય પાછળના તથ્યોને સમજવામાં મદદ કરે. જે રોકાણકાર ટેકનિકનો ઉપયોગ કરી પોતાની સમજ અને જોખમ પ્રબંધન પર પણ ધ્યાન આપશે તે તેનો સારી રીતે ઉપયોગ કરી શકશે.

જો તમે પણ સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો અને AI ની મદદથી પોતાની રિસર્ચને સરળ બનાવવા માંગો છો તો Kwala Intel ને ટ્રાય કરી શકો છો. તેના વડે સ્ટોક માર્કેટ સંબંધિત પ્રશ્ન પુછો, જવાબો સમજો અને જરૂર અનુસાર આગળ રિસર્ચ કરો.

Kwala Intel  પર પોતાની AI સ્ટોક રિસર્ચ શરુ કરવા https://kwalaintel.com/in/
Unlimited AI Stock Research ફક્ત ₹199/Month માં શરુ કરો.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી એક્સપર્ટના મત આધારિત છે. ZEE 24 કલાક તેના વિશે કોઈ દાવો કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News