• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

Shadashtak Yog Negative Impact: સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તન પછી શનિ સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ સર્જાયો છે. આ યોગની અસર 1 મહિના સુધી રહેશે. આ 30 દિવસ તુલા, વૃષભ અને મીન રાશિના લોકોને 30 વર્ષ જેવા લાગી શકે છે. કારણ કે આ રાશિઓ પર સૂર્ય-શનિ સાથે મળી કહેર વર્તાવી શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 19, 2026, 02:36 PM IST|Updated: Oct 19, 2026, 02:39 PM IST
joinshare
Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
OTT Release This Week: આ વીકમાં ઓટીટી પર જોવા માટે ઘણું બધું, ચેક કરી લો કઈ ફિલ્મ અને સીરીઝ થશે રિલીઝ

OTT Release This Week: આ વીકમાં ઓટીટી પર જોવા માટે ઘણું બધું, ચેક કરી લો કઈ ફિલ્મ અને સીરીઝ થશે રિલીઝ

2

પાટણના ખેડૂતોની વેદના: વરસાદની ખેંચથી ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે, શિયાળુ વાવેતર સામે મોટું સંકટ

3

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ

4

Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

5

Gold Price Today: નવમાં નોરતે પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા, દીવાળી ટાણે કેવો રહેશે માહોલ? ફટાફટ આજનો ભાવ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shadashtak Yog Negative Impact: સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કર્યું છે. સૂર્ય ગ્રહ જ્યારે કોઈ રાશિમાં પ્રવેશ કરે છે તો 30 દિવસ સુધી તે રાશિમાં ગોચર કરે છે. આ વખતે સૂર્યનું ગોચર તુલા રાશિમાં થયું છે. તુલા રાશિમાં સૂર્યના પ્રવેશથી શનિ સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ બની ગયો છે. સૂર્ય અને શનિના ષડાષ્ટક યોગ યોગથી કેટલીક રાશિના લોકોને છપ્પરફાળ ફાયદો થઈ શકે છે. પરંતુ રાશિચક્રની 3 રાશિ એવી છે જેમના માટે આ એક મહિનાનો સમય મુશ્કેલી ભર્યો રહી શકે છે.

આ પણ વાંચો:  Mangal Gochar 2026: દિવાળી પછી પલટી મારશે 4 રાશિઓનું ભાગ્ય, સુતુ ભાગ્ય જાગશે, છપ્પરફાડ કમાણી થશે

શનિ અને સૂર્યનો ષડાષ્ટક યોગ ત્રણ રાશિ માટે ભારે

17 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધીનો સમય ત્રણ રાશીના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. આ ત્રણ રાશીના લોકોને સૂર્ય અને શનિ વચ્ચે સર્જાયેલો ષડાષ્ટક યોગ સતાવી શકે છે. આ એક મહિના દરમિયાન આ રાશિના લોકોને આર્થિક સમસ્યાઓથી લઈને કામકાજમાં પારેવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એક મહિનાનો સમય કઈ 3 રાશિના લોકો માટે જોખમી છે અને આ રાશિના લોકોએ કઈ વાતોનું ધ્યાન રાખવું ચાલો તમને જણાવીએ.

તુલા રાશિ

શનિ અને સૂર્યના ષડાષ્ટક યોગની સૌથી વધારે ખરાબ અસર તુલા રાશિ પર જોવા મળી શકે છે. કારણ કે તુલા સૂર્યની નીચ રાશિ માનવામાં આવે છે. આ સ્થિતિમાં તુલા રાશિના લોકોને કારકિર્દીમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. કામના કારણે માનસિક ચિંતા વધે તેવી પણ શક્યતા. જે લોકો પાર્ટનરશીપમાં વેપાર કરતા હોય તેમણે આર્થિક બાબતોનું ધ્યાન રાખવું.. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે તુલા રાશિના લોકોએ રોકાણ કરવાથી બચવું કારણકે તેમાં નુકસાન થવાની સંભાવના જણાઈ રહી છે. તુલા રાશિના લોકોએ એક મહિના સુધી વાતચીતમાં પણ સાવધાની રાખવી. એક મહિનાનો સમય શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે તુલા રાશિના લોકોએ રોજ હનુમાન ચાલીસા નો પાઠ કરવો.

આ પણ વાંચો: Weekly Horoscope: 19 થી 25 ઓક્ટોબર 2026 સુધીનો સમય કઈ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે પણ સૂર્ય અને શનિની યુતિ સમસ્યા સર્જી શકે છે. આ સમય દરમ્યાન કાર્ય ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. વૃષભ રાશિના લોકો જો વાણી પર કંટ્રોલ ન રાખે તો સંબંધોમાં પણ ગેરસમજ ઊભી થઈ શકે છે. વૃષભ રાશિના લોકોએ એક મહિના દરમિયાન આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવા. વૃષભ રાશિના લોકોનો વિશ્વાસ છે પણ આ સમય દરમિયાન નરમ ગરમ રહી શકે છે. સૂર્ય અને શનિની અશુભ અસરથી બચવા માટે વૃષભ રાશિના લોકોએ રોજ શિવ ચાલીસા નો પાઠ કરવો અથવા તો શિવજીની પૂજા કરવી.

મીન રાશિ

મીન રાશિના લોકોને પણ શનિ અને સૂર્યની યુતિ દરમિયાન નિરાશ અને પરેશાન થવું પડી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ પર કાબુ રાખો નહીં તો અચાનક ખર્ચ વધી જવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ સમય દરમિયાન કોઈને રૂપિયા ઉધાર આપવા નહીં કે કોઈ પાસેથી રૂપિયા લેવા નહીં. મીન રાશિના લોકોએ ગુસ્સા પર કાબુ રાખવો નહીં તો મામલા કોર્ટ કચેરી સુધી પહોંચી શકે. મીન રાશીના લોકોએ ખાસ તો પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. શનિ અને સૂર્યના ષડાષ્ટક યોગથી થતી હાનિકારક અસરથી બચવા માટે મીન રાશિના લોકો દર શનિવારે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરે તો રાહત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Rashifal