નવેમ્બર મહિનામાં 12 તારીખે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં મંગળ 9 માર્ચ 2027 સુધી રહેશે. જ્યાં સુધી મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે ત્યાં સુધીનો સમય મેષ, સિંહ વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ જેવો હશે. નવેમ્બર 2026 થી માર્ચ 2027 મહિના સુધીના સમયમાં આ 4 રાશિના લોકોને મળવાની સંભાવના જોવા મળે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કર્ક રાશિમાં મંગળનું ગોચર કઈ રાશિને કેવો ફાયદો કરાવશે.?
મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર લઈને આવી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારા જેવા ફાયદા પણ મળી શકે છે. માર્ચ સુધીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ શક્યતા છે.
સિંહ રાશિના લોકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પ્રભુત્વ વધી શકે છે. વેપાર કે નવી યોજનાઓ અમલમાં મૂકવાનું વિચારતા લોકો માટે પણ સારો સમય. પારિવારિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. સિંહ રાશિની આર્થિક સ્થિતિ સુધરે તેવા સંકેત મળી રહ્યા છે.
વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ પણ મંગળ છે. મંગળનું કર્ક રાશિમાં ગોચર રાશિના લોકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ માર્ચ સુધીમાં પૂરા થઈ શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા. વેપારીઓને મોટી ડીલ મળે તેવી સંભાવના.
કુંભ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન લાભકારી રહી શકે છે. આ સમય વેપાર માટે મહત્વપૂર્ણ બની રહેશે. નવી તકો મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મંગળના ગોચરના કારણે આર્થિક લાભ થવાની સંભાવના. પરંતુ ખર્ચ પર આ સમયે ધ્યાન આપવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)