• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પાટણના ખેડૂતોની વેદના: વરસાદની ખેંચથી ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે, શિયાળુ વાવેતર સામે મોટું સંકટ

પાટણના ખેડૂતોની વેદના: વરસાદની ખેંચથી ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે, શિયાળુ વાવેતર સામે મોટું સંકટ

રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ રહી હતી. રાજ્યના કેટલાક વિસ્તારમાં ખુબ વરસાદ પડ્યો તો કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડ્યો હતો. ઓછા વરસાદને કારણે પાટણ જિલ્લાના ખેડૂતો હવે સંકટમાં મુકાયા છે. એક તરફ ખેતરોમાં પાક સુકાઈ રહ્યાં છે અને શિયાળું વાવેતરની ચિંતા થઈ રહી છે. તેવામાં ખેડૂતોએ કેનાલમાં પાણીની માંગ કરી છે.

Written ByGokani Dhaval
Published: Oct 19, 2026, 03:21 PM IST|Updated: Oct 19, 2026, 03:24 PM IST
joinshare
પાટણના ખેડૂતોની વેદના: વરસાદની ખેંચથી ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે, શિયાળુ વાવેતર સામે મોટું સંકટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
જિગાના પિસ્તોલ, સગીર, મારો અને ભાગી જાઓ...ટાયગર શ્રોફ કેસમાં થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા

જિગાના પિસ્તોલ, સગીર, મારો અને ભાગી જાઓ...ટાયગર શ્રોફ કેસમાં થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા

2

OTT Release This Week: આ વીકમાં ઓટીટી પર જોવા માટે ઘણું બધું, ચેક કરી લો કઈ ફિલ્મ અને સીરીઝ થશે રિલીઝ

3

પાટણના ખેડૂતોની વેદના: વરસાદની ખેંચથી ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે, શિયાળુ વાવેતર સામે મોટું સંકટ

4

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ

5

Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મેઘરાજાની લાંબી રાહ... ખેતરોમાં સુકાતો પાક... અને માથે શિયાળુ વાવેતરની ચિંતા... પાટણ જિલ્લામાં વરસાદની ખેંચે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એક તરફ ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે, તો બીજી તરફ શિયાળુ પાકના વાવેતર માટે સુજલામ સુફલામ કેનાલના પાણીની આશા છે. જો સમયસર પાણી નહીં મળે, તો ખેડૂતોની મહેનત અને મૂડી બંને જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે જુઓ પાટણના ખેડૂતોની વ્યથા દર્શાવતો આ વિશેષ અહેવાલ.

પાકને બચાવવા આકાશ તરફ મીટ માંડીને બેઠા ખેડૂતો

ખેતરોમાં જ્યાં લીલીછમ હરિયાળી છવાવી જોઈએ, ત્યાં વરસાદના અભાવે પાક પીળો પડી રહ્યો છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરનારા ખેડૂતો હવે પોતાના પાકને બચાવવા માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

ચોમાસું પાક પર સંકટ

વરસાદની અછતને કારણે ચોમાસુ પાક સામે સંકટ ઊભું થયું છે, ત્યારે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ખેડૂતો માટે શિયાળુ વાવેતર પણ મોટો પડકાર બન્યું છે. ચણા, રાયડો, ઘઉં અને જીરું જેવા મુખ્ય પાકના વાવેતરની તૈયારી શરૂ થઈ છે, જ્યારે કેટલાક ખેડૂતોએ રાયડાનું વાવેતર પણ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચોઃ ગરબે ઘૂમતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર: છેલ્લા નોરતે વરસાદ બનશે વિલન

પાણીની અછતને કારણે વાવેતર ઘટવાની પણ આશંકા 

જો સુજલામ સુફલામ કેનાલમાં સમયસર પાણી નહીં છોડાય, તો ખેડ, ખાતર અને બિયારણ પાછળ કરેલો ખર્ચ માથે પડે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. પાણીની અછતને કારણે વાવેતર ઘટવાની પણ આશંકા છે.

આગામી 15 નવેમ્બરની આસપાસ વાવેતર શરૂ થઈ શકે છે

બીજી તરફ, ખેતીવાડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં શિયાળુ પાકના વાવેતરની સંભાવના છે. આગામી 15 નવેમ્બરની આસપાસ વાવેતર શરૂ થઈ શકે છે. ખેડૂતોને ટ્યુબવેલથી પણ પાણી મળે છે અને દર વર્ષની જેમ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવામાં આવશે.

જો વરસાદની અછતને કારણે કેનાલનું પાણી ન મળે તો વાવેતર ઘટવાની શક્યતા નકારી શકાય નહીં. હવે સવાલ એ છે કે ખેડૂતોના પાકને બચાવવા અને શિયાળુ વાવેતરને સુરક્ષિત કરવા કેનાલમાં પાણી સમયસર મળશે કે નહીં? કારણ કે પાણી મળશે તો જ ખેતરોમાં હરિયાળી છવાશે અને અન્નદાતાની મહેનત સફળ થશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News