રાજ્યમાં આ દરમિયાન વાતાવરણ ગરમ જોવા મળી રહ્યું છે અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તો કોઈ જગ્યાએ છૂટાછવાયા છાંટા પડ્યા છે. આ વચ્ચે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે.
1/5
અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓક્ટોબરના અંતમાં વરસાદ અને વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. અંબાલાલે 18થી 20 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.
2/5
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અંબાલાલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય ભાગમાં 23 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે મહિનાના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે.
3/5
વાતાવરણમાં આવશે પલટો
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધી શકે છે અને 7થી 9 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે.
4/5
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાત દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફારની સંભાવના નથી. એટલે કે રાજ્યમાં વરસાદની ખાસ સંભાવના નથી. ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત રહી શકે છે.
5/5
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે નવું અને છેલ્લું નોરતું છે. તેવામાં રાજ્યમાં વરસાદની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડી શકે છે. એટલે કે છેલ્લા નોરતાની મજામાં ભંગ પડી શકે છે.