• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર આરોપી કોટાથી ઝડપાયા છે. રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે કોટા શહેર પોલીસે આરોપીઓની ધરપકડની પુષ્ટિ કરી નથી.

Written ByGokani Dhaval
Published: Oct 19, 2026, 11:37 AM IST|Updated: Oct 19, 2026, 11:47 AM IST
joinshare
ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

2

પાણીપતથી ગુનાખોરીની દુનિયા સુધી... ટાઇગર શ્રોફ પર હુમલો કરાવનાર લોરેન્સ બિશ્નોઈનો ખાસ 'અનિલ પંડિત' કોણ છે?

3

Healthy Breakfast: દાળ-ચોખા વિના બનાવો હેલ્ધી ઈડલી, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

4

હિંસા કરનાર ઉપદ્રવીઓએ પરિણામ ભોગવવા તૈયાર રહે, રાષ્ટ્રપતિ મેક્રોં એ આપી દીધી ચેતવણી

5

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં શું કરતા હતા અભિનેતા? ઘટનાની થોડી મિનિટો પહેલાનો વીડિયો આવ્યો સામે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર આરોપીની કોટાથી અટકાયત કરવામાં આવી છે. રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ શૂટરો ઝડપાયા છે. પરંતુ કોટા શહેર પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરી નથી. 16 કલાકની અંદર-અંદર પોલીસે ત્રણેય શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.

ટાઇગર શ્રોફ હુમલાના મામલામાં કુલ ત્રણ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમને કોટા રેલવો કોલોનીમાંથી ઝડપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય મુંબઈથી લોકલ ટ્રેન પકડીને નીકળ્યા હતા. પુણે મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તે હોવાની સૂચના આપવામાં આવી હતી. ત્રણ આરોપીઓમાંથી એક બિહારનો રહેવાસી છે.

#WATCH | Mumbai | A team of police officials leaves from the residence of Actor Tiger Shroff A firing incident involving Actor Tiger Shroff occurred last night. The actor is safe and has not sustained any gunshot injuries. His driver Firdous, sustained a gunshot wound to his left hand. The Police have formed 15 teams for the investigation

— ANI (@ANI) October 19, 2026

ક્યારે થયો હતો હુમલો?
18 ઓક્ટોબરની સાંજે 7 કલાકે ટાઇગર શ્રોફ જુહૂના ફુટબોલ મેદાનમાંથી નીકળી રહ્યો હતો. ત્યારે કેટલાક ફેન્સ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને અચાનક ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ટાઇગર બચી ગયો, પરંતુ તેના ડ્રાઇવરને ઈજા પહોંચી છે. ટાઇગરની સાથે તે સમયે કરણવીર મેહરા અને અભિષેક બજાજ પણ હતા, જેની ગાડીઓ તેની પાછળ ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ પાણીપતથી ગુનાખોરીની દુનિયા સુધી... ટાઇગર શ્રોફ પર હુમલો કરાવનાર લોરેન્સ બિશ્નોઈનો ખાસ 'અનિલ પંડિત' કોણ છે?

આ રીતે ઝડપાયા ત્રણેય શૂટર
ટાઇગર શ્રોફ પર હુમલાના મામલામાં મુંબઈ પોલીસે રાજસ્થાનમાં ઘણી જગ્યાએ દરોડો પાડ્યા. ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણેય શૂટર રાજસ્થાનના કોટાથી ઝડપાયા છે. આ શૂટરો ફાયરિંગમાં સામેલ હતા. ટ્રેનમાંથી ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે. ટ્રેન મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. કોટા રેલવે સ્ટેશન પરથી આ ધરપકડ કરવામાં આવી છે.

Tiger Shroff Shooter

(ટાઇગર પર હુમલો કરનાર શંકાસ્પદ આરોપીઓની તસવીર)

અભિનેતા પર હુમલા બાદ એક્શનમાં પોલીસ
ટાઇગર પર હુમલા બાદ પોલીસ પણ એક્શનમાં છે. તેમણે હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલી બસને જપ્ત કરી હતી, સાથે તેની તસવીરો પણ સામે આવી હતી. આ આરોપીઓની બાકી જાણકારી સામે આવી છે. એકનું નામ ફૂલ સિંહ છે, જે હરિયાણામાં રહે છે. પિતાનું નામ નરેશ છે અને જાતિ કુમ્હાર છે. બીજો શંકાસ્પદ આરોપી બિહારનો રહેવાસી રિતિક કુમાર છે. જ્યારે ત્રીજો આરોપી હરિયાણાનો છે, જેનું નામ રેહાન છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News