મુંબઈના જુહૂમાં બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. આ ગોળીબારીની ઘટનામાં અભિનેતા સુરક્ષિત બચી ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટાઇગર જુહૂના પુષ્પા પાર્કમાં એક ફુટબોલ મેચ રમ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યાં હતા. અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેમની ગાડીની આસપાસ ફેન્સ જમા હતા, ત્યારે બાઇક પર સવાર ત્રણ લોકો ત્યાં આવ્યા અને ગોળીબારી શરૂ કરી હતી.
ગોળી ટાઇગર શ્રોફને ન વાગી પરંતુ તેમના ડ્રાઇવર અને એક સ્ટાફ સભ્ય ઈજાગ્રસ્ત થયા છે. આ વચ્ચે તે ફુટબોલ મેચ વિશે પણ જાણકારી સામે આવી છે, જેમાં ટાઇગરે ગોળીબારી પહેલા ભાગ લીધો હતો. ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું કે અભિનેતા ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણા અન્ય જાણીતા વ્યક્તિઓ સાથે ફુટબોલ રમી રહ્યાં હતા.
તેમણે આગળ જણાવ્યું, મારી કાર થોડી પાછળ હતી અને ત્યાં ઘણા લોકો તસવીરો લઈ રહ્યાં હતા. અમે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને લોકોની ચિસો સાંભળી કે કોઈએ ગોળી ચલાવી છે. કેમ કે કેટલાક લોકો આતિશબાજી કરવાનો જશ્ન પણ મનાવી રહ્યાં હતા, તેથઈ લાગ્યું કે લગભગ તેની સાથે જોડાયેલો કોઈ મામલો હશે.
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં, એકનાથ શિંદેએ આપી સુરક્ષાની ખાતરી #TigerShroff #MumbaiPolice #EknathShinde #BollywoodNews #viralvideo #trendingvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingreels https://t.co/c7DKkDSLwd
— Zee 24 Kalak (@Zee24Kalak) October 19, 2026
કરણવીરે કહ્યું- હું ટાઇગરને ઘણા સમયથી જાણું છું. તે સારો વ્યક્તિ છે, જે પોતાના કામથી કામ રાખે છે અને હંમેશા બધાની સાથે સન્માનથી રહે છે. તેમની સાથે આવું બનવું દુખદ છે અને હું તેમના પરિવારને પણ જાણું છું. ટાઇગર અને તેના પરિવારને આ સ્થિતિમાં જોવો મારા માટે મુશ્કેલ છે. બહાર ઉભેલા ફેન્સે ચિસો પડાવાની શરૂ કરી કે હકીકતમાં ગોળીબાર થયો છે, જેના કારણે આતિશબાજી રોકાઈ ગઈ હતી. ત્યારે સિક્યોરિટી એલર્ટ થઈ ગઈ અને અમે પોલીસને ફોન કર્યો. ત્યાં સુધી ટાઇગર પોતાના ડ્રાઇવરની સાથે ત્યાંથી જઈ ચૂક્યા હતા.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર DCP મોહિત ગર્ગે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. ટાઇગરના ડ્રાઇવર ફિરદૌસને સામાન્ય ઈજા થઈ અને તે ખતરામાંથી બહાર ચે, જ્યારે સ્ટાફના અન્ય એક સભ્ય ઉમેશ ચવ્હાણને ગોળી વાગી છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.