મહત્વપૂર્ણ છે કે ફ્રાન્સ માં અલ્ટ્રા લેફ્ટ સમૂહના પ્રદર્શનકારીઓએ ઉપદ્રવીઓ સાથે મળીને શહેરમાં લૂંટફાટ, તોડફોડ આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર લાખો પ્રદર્શન કાર્યોએ ફ્રાન્સની 140 થી વધુ જગ્યા પર પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક જ દુકાનોને લૂંટવાનું શરૂ કરી દેવામાં આવ્યું અને સાર્વજનિક સંપત્તિઓને આગચાંપીને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટના પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હવે આંકરાપાણીએ જોવા મળે છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં એ હિંસા ફેલાવનાર ઉપદ્રવીઓને ચેતવણી આપી દીધી છે અને કહ્યું છે કે જે લોકોએ હિંસા ફેલાવી તોડફોડ કરી તેમણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું. ફ્રાન્સમાં થયેલી હિંસા મામલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. પોલીસે આ ઘટનામાં 2000થી વધુ લોકોની ધરપકડ કરી છે. હિંસા ફેલાવનાર લોકો વિરોધ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ મેક્રોએ ફ્રાન્સમાં થયેલી હિંસા મુદ્દે નિવેદન આપીને કહ્યું કે શહેરોમાં લૂંટફાટ અને તોડફોડ કરનાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. જે લોકોએ લૂંટફાટ કરી છે તેમણે તેની ભરપાઈ કરવી પડશે. જે લોકોએ ગણતંત્રને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે તેમને જવાબ પણ આપવો પડશે.
મેક્રો એ આ તકે વધુમાં કહ્યું હતું કે શનિવાર 17 ઓક્ટોબરે લેફ્ટ સમૂહના પ્રદર્શનકારીઓએ સાથે મળીને કેટલાક ઉપદ્રવીઓએ ફ્રાન્સના શહેરોમાં હિંસા, લુંટપાટ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા કામ કર્યા છે. ઉપદ્રવી લોકોએ સાર્વજનિક ઈમારતો, દુકાનો અને ટાઉનહોલ પર હુમલો કર્યો હતો. ફ્રાન્સમાં શનિવારે જે કંઈ થયું તેમાં જવાબદાર લોકોએ હવે પરિણામ ભોગવવું પડશે. તેમ રાષ્ટ્રપતિએ કહ્યું છે.