• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં 17, 18 અને 22 વર્ષના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં બે હરિયાણાના સોનીપત અને એક બિહારનો રહેવાસી છે. પોલીસ પ્રમાણે 22 વર્ષીય આરોપી મુંબઈમાં રેપિડો ચલાવતો હતો.

Written ByGokani Dhaval
Published: Oct 19, 2026, 01:42 PM IST|Updated: Oct 19, 2026, 01:43 PM IST
joinshare
17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

2

Gold Price Today: નવમાં નોરતે પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા, દીવાળી ટાણે કેવો રહેશે માહોલ? ફટાફટ આજનો ભાવ જાણો

3

Saudi Arabia: સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા, ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું

4

17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

5

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો સંભવ: ડીએ 60% થી વધીને 63% થશે તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીઓની ઓળખ સામે આવી છે. આરોપીઓની ઉંમર 17, 18 અને 22 વર્ષ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ પ્રમાણે ત્રણમાંથી એક આરોપી સગીર છે, જ્યારે 22 વર્ષનો આરોપી મુંબઈમાં રેપિડો ચલાવતો હતો. આરોપીઓમાંથી બે હરિયાણાના સોનીપતમાં રહે છે, જ્યારે ત્રીજાનો સંબંધ બિહારથી હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને મુંબઈ લઈ જવાની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે આરોપીઓએ ટાઇગર શ્રોફના ઘરની સાથે તેના જિમની પણ રેકી કરી હતી. આશરે 10 દિવસથી તેઓ ટાઇગરની દરેક મૂવમેન્ટ અને તેના શેડ્યૂલ પર નજર રાખી રહ્યાં હતા. આરોપીઓને સોશિયલ મીડિયા પર પેપરાજી અને બ્લોગર્સના વીડિયોથી ટાઇગરના તે ઠેકાણાની જાણકારી મળી રહી હતી, જ્યાં તે હંમેશા અવર-જવર કરતો હતો આરોપી વોટ્સએપ અને સિગ્નલ એપ દ્વારા પોતાના હેન્ડલરના સંપર્કમાં હતા. આ એપ પર તેને ક્રાઇમ સ્પોટનું લોકેશન પણ શેર કરવામાં આવ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના ૧૦ હાઇ-પ્રોફાઇલ ટાર્ગેટ: સિદ્ધુ મુસેવાલાથી લઈને તાજેતરના ટાઈગર શ્રોફ પરના હુમલા સુધીની સંપૂર્ણ યાદી #LawrenceBishnoi #TigerShroff #BollywoodNews #BreakingNews #News https://t.co/YAerehRlks

— Zee 24 Kalak (@Zee24Kalak) October 19, 2026

 

કોણ છે ત્રણ આરોપી?

આરોપીઓમાંથી 17 વર્ષીય એક આરોપી હરિયાણાના સોનીપત જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. તે આ ઘટનામાં સગીર આરોપી છે. બીજો આરોપી 18 વર્ષીય રેહાન છે, જે સોનીપતની ઈદગાહ કોલોનીનો રહેવાસી જણાવવામાં આવી રહ્યો છે. રેહાન પર ઘણા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં આર્મ્સ એક્ટ હેઠળ એક કેસ સામેલ છે. ત્રીજા આરોપીની ઓળખ 22 વર્ષીય ઋતિક કુમાર ઉર્ફે રોશનના રૂપમાં થઈ છે. તે મૂળ રૂપથી બિહારના બેગૂસરાય જિલ્લાના પિપરાઈ ગામનો રહેવાસી છે. તે હાલ મુંબઈના અંધેરી વેસ્ટમાં ઉર્દુ સ્કૂલની પાસે ગિલ બર્લી વિસ્તારમાં રહેતો હતો અને રેપિડો રાઇડર તરીકે કામ કરી રહ્યો હતો.

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં હતા આરોપી

ત્રણેય આરોપીઓની રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ મુંબઈથી દિલ્હી જતાં ટ્રેનમાં સફર કરી રહ્યાં હતા. કોટા રેલવે કોલોનીના સ્ટેશન ઈન્ચાર્જે ત્રણેયની ધરપકડની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે મુંબઈના જુહૂ વિસ્તારમાં ટાઇગર શ્રોફની ગાડી પર બાઇકમાં આવેલા ત્રણ લોકોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયા હતા, જ્યારે તેમના ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિને ઈજા પહોંચી હતી.

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં વધારો: ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર પોલીસ બંદોબસ્ત સઘન #TigerShroff #BollywoodNews #BreakingNews #News https://t.co/nlruflJ9FS

— Zee 24 Kalak (@Zee24Kalak) October 19, 2026

અનિલ પંડિતનો વધુ એક ઓડિયો, સલમાનને ધમકી

આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે લીધી છે. ત્રણેય શૂટરોની ધરપકડ બાદ અનિલ પંડિતનો વધુ એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને માફી માગવા માટે કરી રહ્યો છે. અિલ પંડિત પોતાને લોરેન્સ બિશ્નોઈનો નાના ભાઈ ગણાવે છે. કથિત ઓડિયોમાં અનિલ પંડિત, સલમાનને સીધી ધમકી આપતા કહે છે કે જ્યાં સુધી અભિનેતા માફી નહીં માગે ત્યાં સુધી તેનો પીછો છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ પાણીપતથી ગુનાખોરીની દુનિયા સુધી... ટાઇગર શ્રોફ પર હુમલો કરાવનાર લોરેન્સ બિશ્નોઈનો ખાસ 'અનિલ પંડિત' કોણ છે?

નિવેદનમાં સલમાન ખાનની સાથે કામ કરનાર અને તેની આસપાસ રહેતા લોકોને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી છે. અનિલ પંડિતનું કહેવું છે કે જો સલમાન ખાન માફી માંગે છે તો ત્યારબાદ કોઈ દ્વેષ રહેશે નહીં. કથિત નિવેદનમાં અનિલ પંડિતે સુશાંત સિંહ રાજપૂતના મોતનો ઉલ્લેખ કરતા બોલીવુડ સાથે જોડાયેલા લોકો પર આરોપ લગાવ્યા છે. તેણે સમય ઉઠાવ્યો કે તે સમયે તંત્રએ કાર્યવાહી કેમ ન કરી.

કથિત ઓડિયોમાં અનિલ પંડિતે દાઉદ ઇબ્રાહિમનું નામ લેતા બોલીવુડની ફિલ્મોમાં તેના કથિત પૈસાના ઉપયોગનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ફિલ્મોથી થનારી કમાણીનો ઉપયોગ ભારત વિરુદ્ધ ગતિવિધિ માટે કરવામાં આવે છે. નિવેદનમાં નશાના કારોબાર અને ધમાકાને લઈને પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

‘અમારા 70 હજાર શૂટર છે’

કથિત નિવેદનમાં અનિલ પંડિતે પોતાની સાથે મોટી સંખ્યામાં લોકો હોવાનો પણ દાવો કર્યો છે. તેણે કહ્યું કે તેની પાસે શૂટરોની કમી નથી અને મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો તૈયાર બેઠા છે. નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું કે જો તેમના બે લોકોને નુકસાન પહોંચાડવામાં આવશે, તો જવાબમાં મોટી સંખ્યામાં લોકો કાર્યવાહી કરશે

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News