• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Saudi Arabia: સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા, ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું

Saudi Arabia: સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા, ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું

Saudi Arabia: સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓના વધતાં હુમલાને લઈને ભારતીય દૂતાવાસ તરફથી સાઉદીમાં રહેતા ભારતીયોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખુલ્લી જગ્યાએ, ઘરની અગાસી, બાલકની કે બારી નજીક પણ ન રહે. ઘરની અંદર સેફ જગ્યા પર રહે.

Written ByKrupa Shah
Published: Oct 19, 2026, 01:52 PM IST|Updated: Oct 19, 2026, 01:55 PM IST
joinshare
Saudi Arabia: સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા, ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ

2

Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

3

Gold Price Today: નવમાં નોરતે પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા, દીવાળી ટાણે કેવો રહેશે માહોલ? ફટાફટ આજનો ભાવ જાણો

4

Saudi Arabia: સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા, ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું

5

17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Saudi Arabia: છેલ્લા ઘણા સમયથી સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓના હુમલા વધી રહ્યા છે.. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના હુમલાને લઈને રિયાદમાં ભારતીય દુતાવાસ તરફથી ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્થાને રહેવા અપીલ કરી છે. ભારતીય દૂતાવાસ તરફથી સાઉદી અરબમાં રહેતા ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે વિદ્રોહીઓના હુમલા પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ઇમર્જન્સી સુરક્ષા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે. જ્યાં સુધી જોખમ ઓછું ન થાય ત્યાં સુધી લોકો પોતાના ઘરમાં રહે અને જાહેર કે ખુલ્લી જગ્યાએ ઊભા રહેવાનું પણ ટાળે.

ભારતીય દૂતાવાસ તરફથી જે અપીલ જાહેર કરવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓના હુમલા વધી રહ્યા છે. આ સ્થિતિમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય દુતાવાસ તરફથી લોકોને કહેવામાં આવ્યું છે કે લોકો ખુલ્લી જગ્યાઓએ જવાનું ટાળે અને ઘરની સુરક્ષિત જગ્યાએ રહે. સંકટ ઓછું ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે.  

આ પણ વાંચો: 100% ટૈરિફ મામલે ટ્રંપનો U-Turn, રશિયા સંબંધિત પ્રતિબંધો અને ટૈરિફથી મુક્તિ, ભારત અને ચીનને થશે ફાયદો

દૂતાવાસ તરફથી ખાસ એ વાત કહેવામાં આવી છે કે લોકો પોતાના ઘરની અગાસી, બાલકની, બારીઓથી પણ દૂર રહે. ઘરની અંદરના ભાગમાં સુરક્ષિત જગ્યા હોય તે જગ્યાએ રહેવું વિતાવહ છે. ભારતીય દુતાવાસ તરફથી જાહેર કરેલા નિર્દેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકો ભીડથી દૂર રહે અને જે જગ્યાએ જોખમ વધારે છે તેવી જગ્યાએ જવાનું ટાળે. આ સિવાય એવો આગ્રહ પણ કરવામાં આવ્યો છે કે હુમલાને લઈને તસવીરો કે વિડીયો સોશિયલ મીડિયા પર શેર ન કરવામાં આવે.

ભારતીય નાગરિકો માટે જાહેર થયેલી એડવાઈઝરી

સાઉદી અરબમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દુતાવાસે જે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કાર ચલાવતી વખતે જો એલર્ટ મળે તો કારને પુલ કે ઊંચી ઇમારતથી દૂર સેફ જગ્યાએ ઊભી રાખી દેવી. આ એડવાઈઝરી સાથે લોકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જોખમની સ્થિતિ હોય ત્યારે લોકો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મદદ માગી શકે છે.

આ પણ વાંચો: હિંસા કરનાર ઉપદ્રવીઓએ પરિણામ ભોગવવા તૈયાર રહે, રાષ્ટ્રપતિ મેક્રોં એ આપી દીધી ચેતવણી

ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરથી હુથીઓના હુમલા વધી ગયા છે.. 10 ઓક્ટોબરે સૌથી પહેલા રિયાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી હુથીઓ દ્વારા સાઉદી અરબ ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે જેના કારણે ભારતીયોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે. ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

એડવાઈઝરીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નિર્દોષોનું પાલન કરવામાં આવે. ડ્રોન અને હવાઈ હુમલાથી બચવા માટે ઘરની અંદર રહે અને ખુલ્લી જગ્યા પર એકઠા ન થાય. આ સિવાય કોઈપણ ઘટના સંબંધિત ફોટો કે વિડિયો શૂટ કરીને તેને પબ્લિશ કરવાનું પણ ટાળવાનું કહેવામાં આવ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News