માયાનગરી મુંબઈમાં રવિવારે સાંજે એક્ટર ટાઈગર શ્રોફ પર ધોળેદિવસે પાંચ રાઉન્ડ ફાયરિંગ થાય છે. પણ આ સમાચારની પાછળ છુપાયેલું અસલી સસ્પેન્સ...અસલી રહસ્ય કંઈક ઓર જ છે! કેમ કે આ કેસમાં હવે એક એવો ખતરનાક અને લોહિયાળ એન્ગલ સામે આવ્યો છે, જેણે આખા દેશની સુરક્ષા એજન્સીઓને હચમચાવી દીધી છે. ટાઈગર શ્રોફ પર થયેલો આ હુમલો તો માત્ર એક મહોરું હતું...માત્ર એક મોટું ટ્રેલર હતું...કેમ કે અસલી શિકાર, અસલી ટાર્ગેટ અને અસલી વાર તો ફરી એકવાર બોલિવૂડના સુલતાન 'સલમાન ખાન' પર જ છે!.
ટાઈગર શ્રોફ હુમલા કેસમાં મોટું એક્શન, મુંબઈથી દિલ્હી ભાગતા ત્રણ શંકાસ્પદ કોટા પાસે ઝડપાયા! #TigerShroffAttack #TigerShroffCase #MumbaiPolice #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT https://t.co/WW9XeKPHdP
— Zee 24 Kalak (@Zee24Kalak) October 19, 2026
એટલું જ નહીં, રોહિત શેટ્ટી, કોમેડિયન કપિલ શર્મા, ગિપ્પી ગ્રેવાલ અને સિંગર એપી ઢિલોન સુધીના સેલિબ્રિટીઝના ઘર અને સ્ટેજની આસપાસ ફાયરિંગ કરીને આ ગેંગે ઈન્ડસ્ટ્રીમાં મોતનો સન્નાટો ફેલાવ્યો છે. રીલ લાઈફમાં ગમે તેવા વિલનોને ધૂળ ચટાવતા આ સુપરસ્ટાર્સ આજે લોરેન્સના ખૌફથી રિયલ લાઈફમાં ફફડી રહ્યા છે...સિક્યોરિટી ગમે તેટલી લોખંડી હોય, પણ ઘરની બહાર નીકળતા પહેલાં આજે બોલિવૂડનો દરેક સેલિબ્રિટી સો વખત વિચારવા મજબૂર બન્યો છે.