વાસ્તુશાસ્ત્ર અનુસાર 4 વસ્તુઓ એવી છે જે કોઈ પાસેથી મફતમાં લઈ પોતાની પાસે રાખવી નહીં. મફતમાં મળેલી આ 4 વસ્તુ તમારા ઘરનું ધનોતપનોત કાઢી શકે છે. આ વસ્તુઓના માધ્યમથી તમારા ઘરમાં દુર્ભાગ્ય અને દરિદ્રતા પણ આવી જાય છે. એટલા માટે જ આ 4 વસ્તુ કોઈના ઘરમાંથી લેવી નહીં અને જો કોઈ મફતમાં આપતું પણ હોય તો પણ તેને લેવાની ભૂલ કરવી નહીં. આ વસ્તુઓ એવી છે જે બીજાનું દુર્ભાગ્ય તમારા ભાગ્યમાં જોડી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિ પાસેથી મફતમાં લોખંડની વસ્તુ લેવાનું ટાળવું. લોખંડની કોઈ વસ્તુ મફતમાં પણ મળે તો પણ ઘરમાં લાવવી નહીં. ખાસ કરીને શનિવારના દિવસે લોખંડની કોઈની પણ વસ્તુ પોતાના ઘરમાં લાવી નહીં આવી વસ્તુઓ નકારાત્મક પ્રભાવ વધારે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. લોખંડનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે. એટલા માટે જ શનિવારે બીજાની લોખંડની વસ્તુ લેવી તમારા શનિને ખરાબ કરી શકે છે.
બીજી વસ્તુ છે મીઠું. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું હંમેશા પોતાના ઘરમાં હોય તે જ વાપરવું જોઈએ. મીઠું થોડું એક્સ્ટ્રા ખરીદીને પણ ઘરમાં રાખી લેવું પણ કોઈ પાસે મીઠું માંગવા જવું નહીં. જો કોઈ મીઠું મફતમાં આપે તો પણ લેવું નહીં. મફતમાં મીઠું લેવું ઘર માટે અશુભ સાબિત થઈ શકે છે. મીઠું લેવાથી પણ ઘરમાં આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે. ઘરના લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે.
ત્રીજી વસ્તુ છે તેલ. તેલનો સંબંધ પણ શનિ ગ્રહ સાથે હોય છે. તેલ પણ હંમેશા પોતાના પૈસે ખરીદીને જ લેવું જોઈએ કોઈ પાસેથી મફતમાં તેલ લેવાની લાલચ રાખતા નહીં. નહીં તો આ ભૂલ તમારા ઘરને ખાલી કરી નાખશે. કોઈ પાસેથી મફતમાં તેલ લેવું ઘરની નકારાત્મક ઉર્જા વધારે છે અને જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે. લોખંડની વસ્તુની જેમ તેલ પણ શનિવારે લેવાનું ટાળવું. શનિવાર સિવાયના દિવસે તેલ લઈ શકો છો પરંતુ પૈસા ખર્ચીને જ તેલ લેવું.
ચોથી અને સૌથી જરૂરી વસ્તુ છે રૂમાલ. રૂમાલ ઘણા લોકો એકબીજાના લઈ લેતા હોય છે. જો તમારી પાસે ભૂલથી પણ કોઈનો રૂમાલ આવી જાય તો તેને રાખતા નહીં પરત કરી દેજો. વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલ એવી વસ્તુ છે જે કોઈને ગિફ્ટમાં આપવી પણ નહીં. જો કોઈનો રૂમાલ તમારી પાસે હોય તો તેને પરત કરી દેવો. બીજા પાસેથી લીધેલા રૂમાલ તમારા સંબંધોમાં સમસ્યા સર્જી શકે છે. બીજાનો રૂમાલ તમારા ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. તેથી રૂમાલ પણ કોઈના રાખવા નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)