• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ગણતરીના કલાકોમાં ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા

ગણતરીના કલાકોમાં ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા

PM Kisan Samman Nidhi: 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડી ખાતેથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો સીધો દેશના 9.34 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ અંતર્ગત રૂ. 18,680 કરોડની સહાય અપાશે. સાથે જ પશુપાલકોની આવક વધારવા માટે બનાસ ડેરીના ₹325 કરોડના અત્યાધુનિક BBBRC નું લોકાર્પણ કરવામાં આવશે. પરંતુ જો ખેડૂતો આ એક કામ નહીં કરે તો તેમના પૈસા અટકી શકે છે.

Written ByViral Raval
Published: Oct 29, 2026, 04:03 PM IST|Updated: Oct 29, 2026, 04:07 PM IST
joinshare
ગણતરીના કલાકોમાં ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

2

CSKની જેમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ મોટી ઉથલપાથલ, મહેલા જયવર્દને બાદ આ 3 દિગ્ગજોને આપી વિદાય

3

ભારતમાં પહેલીવાર! બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી પસાર થશે સામાન્ય ટ્રેનો, અમદાવાદમાં 3 નવા પ્લેટફોર્મ તૈયાર

4

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે બધું બરાબર નથી? મેચ પછી હાથ પણ ન મિલાવ્યા, જુઓ Video

5

ગણતરીના કલાકોમાં ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનનો 24મો હપ્તો, જો આ કામ નહીં કર્યું હોય તો અટકી શકે છે પૈસા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બનાસકાંઠાના ભીલડીમાં પ્રધાનમંત્રીના આગમન પહેલાં બનાસ ડેરીનું અત્યાધુનિક BBBRC સેન્ટર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે! આવતીકાલે 30 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી બનાસ ડેરીના આ સેન્ટરનું લોકાર્પણ કરશે. સાથે જ દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં હજારો કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશના 9.34 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંતર્ગત કુલ 18 હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતો માટે પણ આ કાર્યક્રમ મહત્ત્વનો છે. રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય મળવાની છે. આ ઉપરાંત,  પીએમ બનાસ ડેરીના અત્યાધુનિક  BBBRCનું લોકાર્પણ કરશે. આ કેન્દ્ર પશુઓની નસલ સુધારણા અને પશુપાલન ક્ષેત્રે સંશોધન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

ખેડૂતો ફટાફટ કરી લે આ કામ

આ અવસરે દેશના 9.34 કરોડથી વધુ કિસાન પરિવારોના ખાતામાં 18680 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાશે. જો તમે પણ પીએમ-કિસાન યોજનાના લાભાર્થી હશો તો આ હપ્તા પહેલા તમારી યોગ્યતા, e-KYC અને બેંક ખાતાથી આધાર લિંક થવાની સ્થિતિ જરૂર ચેક કરી લેજો. આ પ્રક્રિયા જો ખામીવાળી હશે તો હપ્તો મળતો અટકી શકે છે.

PM કિસાનનો 24મો હપ્તો

પીએમ કિસાન યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. દર વખતે લાભાર્થીના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારનો 1051 કરોડથી વધુની રકમ મળવાની વાત કરાઈ છે. જ્યારે દેશભરમાં કુલ 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ 18680 કરોડથી વધુની મદદ મળવાની વાત કરાઈ છે.

અત્યાર સુધી ખેડ઼ૂતોને કેટલી રકમ મળી છે?

સરકારી આંકડાના હવાલે અપાયેલી જાણકારી મુજબ પીએમ કિસાનનો અગાઉના 23માં હપ્તા સુધી દેશભરમાં 4.47 લાખ કરોડથી વધુની રકમ ખેડૂતોને અપાઈ ચૂકી છે. ગુજરાતના લાભાર્થીઓ સુધી અત્યાર સુધીમાં 24137 કરોડથી વધુ રકમ અપાઈ હોવાની વાત કરાઈ છે. 30 ઓક્ટોબરનો દિવસ પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે  ઉજવાશે.

કોને મળે છે આ યોજનાનો લાભ

ફેબ્રુઆરી 2019માં શરૂ થયેલી પીએમ કિસાન યોજના હેઠળ એવા ખેડૂતોને લાભ મળે છે જેમના નામ પર ખેતી યોગ્ય જમીન નોંધાયેલી છે અને જે આ યોજનાઓ માટેની શરતો પૂરી કરે છે. 
જો કે તમામ જમીન માલિક આ યોજના માટે પાત્ર નથી હોતા. કેટલીક કેટેગરીને તેમાંથી બાકાત રખાઈ છે.

આ લોકોને નથી મળતો લાભ

  • એવા લોકો જે સંસ્થાગત જમીન ધારક યોજનાના પાત્ર નથી. 
  • વર્તમાન કે પૂર્વ બંધારણીય પદાધિકારી, મંત્રી, સાંસદ, વિધાયક, મેયર, અને જિલ્લા પંચાયત અધ્યક્ષ સહિત નિર્ધારિત કેટેગરીના લોકો બાકાત છે. 
  • સેવાકાર્યરત અને સેવા નિવૃત્ત સરકારી કર્મચારીઓની નિધારિત કેટેગગરીઓ પાત્ર નથી. જો કે કેટલાક અપવાદ લાગૂ છે. 
  • એવા સેવાનિવૃત્ત પેન્શનર્સ જેમને દર મહિને 10000 રૂપિયા કે તેના કરતા વધુ પેન્શન આવે છે, સામાન્ય નિયમો હેઠળ પાત્ર નથી, નિર્ધારિત અપવાદ લાગૂ હોઈ શકે છે. 
  • આવકવેરો ભરતા ખેડૂત પરિવારો આ યોજનાને પાત્ર નથી. 
  • ડોક્ટરો, એન્જિનિયર્સ, વકીલ, ચાર્ટર્ડએકાઉન્ટન્ટ, અને આર્કિટેક્ટ જેવા રજિસ્ટર્ડ પ્રોફેશનલ્સ પણ નિર્ધારિત નિયમો હેઠળ બાકાત છે.

આથી ફક્ત ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. લાભ માટે યોજનાની તમામ યોગ્યતાની શરતો પણ પૂરી કરેલી હોવી જરૂરી છે.

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

આ કામ નહીં કર્યું હોય તો નહીં મળે પૈસા!

પીએમ કિસાનના આગામી હપ્તાની રાહ જોતા ખેડૂતોએ પોતાનું e-KYC પૂરું કરી લેવું જોઈએ. આ સાથે જ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેમનું એક્ટિવ બેંક ખાતુ આધાર સાથે લિંક હોય અને ચૂકવણી માટે જરૂરી વિગતો યોગ્ય હોય. 
જો e-KYC અધૂરું હોય કે આધાર લિંકિંગમાં કોઈ સમસ્યા હોય તો લાભાર્થીની ચૂકવણી અટકી શકે છે. 
આથી છેલ્લી ઘડીની રાહ જોયા વગર પહેલેથી પોતાનું સ્ટેટસ ચેક કરી લેવું સારું.

ઘરે બેઠા કરી શકાય છે e-KYC

પીએમ કિસાનના લાભ માટે e-KYC માટે ખેડૂતો આ રીતો અપનાવી શકે છે.

ઓનલાઈન ઓટીપી દ્વારા

પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ પર જઈને e-KYCનો વિકલ્પ પસંદ કરીને માંગવામાં આવેલી જાણકારી  ભરી લો.

24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?

મોબાઈલ એપ દ્વારા

પીએમ કિસાન મોબાઈલ એપ પર ઉપલબ્ધ ફેસ ઓથેન્ટિકેશન સુવિધાનો ઉપયોગ કરો.

CSC કેન્દ્ર પર

ઓનલાઈન પ્રક્રિયા પૂરી રવામાં પરેશાની થાય તો નજીકના કોમન સર્વિસીસ સેન્ટર (CSC) પર જઈને મદદ લો. 
e-KYC બાદ પણ બેંક ખાતા અને આધાર સંલગ્ન જાણકારી યોગ્ય હોવી જરૂરી છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News