• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ભારતમાં પહેલીવાર! બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી પસાર થશે સામાન્ય ટ્રેનો, અમદાવાદમાં 3 નવા પ્લેટફોર્મ તૈયાર

ભારતમાં પહેલીવાર! બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી પસાર થશે સામાન્ય ટ્રેનો, અમદાવાદમાં 3 નવા પ્લેટફોર્મ તૈયાર

ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવવામાં આવશે. આ માટે અમદાવાદ કાલુપુર સ્ટેશનનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે, હવે તેમાં એક અલગ નજારો પણ જોવા મળશે, જ્યાં ઉપરથી બુલેટ ટ્રેન ચાલશે અને નીચેથી સામાન્ય ટ્રેન..

Written ByGokani Dhaval
Published: Oct 29, 2026, 04:35 PM IST|Updated: Oct 29, 2026, 04:38 PM IST
joinshare
ભારતમાં પહેલીવાર! બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી પસાર થશે સામાન્ય ટ્રેનો, અમદાવાદમાં 3 નવા પ્લેટફોર્મ તૈયાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી... ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી પામેલા સભાઇ ગઢવીની પ્રેરણાદાયી સફર

કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી... ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી પામેલા સભાઇ ગઢવીની પ્રેરણાદાયી સફર

2

એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

3

CSKની જેમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ મોટી ઉથલપાથલ, મહેલા જયવર્દને બાદ આ 3 દિગ્ગજોને આપી વિદાય

4

ભારતમાં પહેલીવાર! બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી પસાર થશે સામાન્ય ટ્રેનો, અમદાવાદમાં 3 નવા પ્લેટફોર્મ તૈયાર

5

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે બધું બરાબર નથી? મેચ પછી હાથ પણ ન મિલાવ્યા, જુઓ Video

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતીય રેલવેમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે, જ્યારે બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી ભારતીય રેલવેની સામાન્ય યાત્રી ટ્રેન પસાર થશે. ગુજરાતના અમદાવાદ રેલવે સ્ટેશન પર તે માટે ત્રણ નવા પ્લેટફોર્મ અને બ્રોડ ગેજ રેલ લાઈનો તૈયાર થઈ ગઈ છે. રેલવે સુરક્ષા કમિશનર (CRS) એ તેનું નિરીક્ષણ પણ કરી લીધું છે. હવે જરૂરી સુરક્ષા મંજૂરી મળ્યા બાદ આ પ્લેટફોર્મ પરથી ટ્રેનનું સંચાલન શરૂ થઈ શકશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર જોવા મળશે અલગ નજારો

હકીકતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. તેની નીચે ભારતીય રેલવેની બીજી યાત્રી ટ્રેનોના સંચાલન માટે પણ રેલ લાઈનો અને પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. તેને રેલવેના આંતરમાળખા વિકાસની એક ખાસ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં આવનાર સમયમાં એક્સપ્રેસ ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ અને લોકલ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. બુલેટ ટ્રેન પરિયોજનાના નિર્માણ કાર્યને કારણે પ્લેટફોર્મ નંબર 10ને જુલાઈ 2022થી બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ત્રણેય પ્લેટફોર્મ માટે નવી રેલ લાઈનો તૈયાર થવાથી અહીં ફરી પેસેન્જર ટ્રેન સંચાલન શરૂ કરવાની દિશાડમાં મોટી પ્રગતિ થઈ છે.

આ પણ વાંચોઃ બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને થશે સીધો ફાયદો! ગુજરાતમાં 'ફ્રેન્ચ ફ્રાઇઝ' પ્લાન્ટની ક્ષમતા વધારાશે

અમદાવાદમાં રેલ નેટવર્ક થશે મજબૂત

અમદાવાદમાં ટ્રેનની અવરજવર સુગમ બનાવવા માટે અસારવા રેલવે સ્ટેશનથી સાબરમતી એ કેબિન વચ્ચે નવી બાયપાસ રેલ લાઈન પણ તૈયાર કરવામાં આવી છે. તેનું પણ CRSએ નિરીક્ષણ કર્યું છે. આ સિવાય અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડિપો વચ્ચે પાંચમી રેલ લાઈન વિકસિત કરવાનું કામ પ રેલ પરિચાલનની ક્ષમતા વધારવાની દિશામાં મહત્વનું છે.

રેલવે અધિકારીઓ પ્રમાણે નવી રેલ લાઈનો અને પ્લેટફોર્મથી ભવિષ્યમાં ટ્રેનોની અવરજવરને સરળ રીતે સંભાળવામાં મદદ મળશે.

સુરક્ષા મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ થશે

અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ મેનેજર વેદ પ્રકાશે તેને ભારતીય રેલવેના અધુનિકીકરણની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે સીઆરએસનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. જરૂરી સુરક્ષા મંજૂરી અને બીજી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આ પ્લેટફોર્મથી યાત્રી ટ્રેનના સંચાલનની સેવા શરૂ કરવામાં આવશે.

આ પરિયોજનાની ખાસ વાત છે કે બુલેટ ટ્રેન જેવી આધુનિક રેલ વ્યવસ્થાની સાથે પરંપરાગત યાત્રી ટ્રેનના સંચાલન માટે પણ એકીકૃત રેલ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી અમદાવાદ સ્ટેશનની ક્ષમતા વધારવા અને યાત્રીકોને સારી રેલ સુવિધાઓ મળવાની આશા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News