• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

Riyadh Airport Houthi Attack: સાઉદીની રાજધાની રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે હુથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 1 ભારતીયનું મોત થયું છે જ્યારે 10 થી વધુ ઘાયલ થયા હોવાની જાણકારી સામે આવી છે.

Written ByKrupa Shah
Published: Oct 12, 2026, 08:30 AM IST|Updated: Oct 12, 2026, 08:33 AM IST
joinshare
હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

    સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

    2

    Ramayana Movie: એક જ દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે રામાયણ ફિલ્મ, દશેરાથી શરુ થશે એડવાન્સ બુકીંગ

    3

    જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

    4

    હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

    5

    CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Riyadh Airport Houthi Attack: સાઉદી અરબમાં હુથીઓના હુમલા સતત વધી રહ્યા છે. જેમાં શનિવાર 10 ઓક્ટોબરે હુથીઓ દ્વારા સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 12 લોકોના મોત અને 300 થી વધુ ઘાયલ થયા હોવાને જાણકારી સામે આવી હતી. આ ઘટનાની વધુ એક અપડેટ સામે આવી છે. અપડેટ અનુસાર શનિવારે થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં 10થી વધુ ભારતીય હતા અને 1 ભારતીય નાગરિકનો મોત પણ થયું છે. આ ઘટનાને ભારત તરફથી વખોડી કાઢવામાં આવી છે.

    આ પણ વાંચો: Attack On Riyadh Airport: રિયાદમાં હૂતીઓનો સૌથી મોટો હુમલો, 12 લોકોના મોત, 300 થી વધુ ઘાયલ, જાણો હુમલાની વિગતો

    સાઉદી અરબની રાજધાની રિયાદના ભારતીય દુતાવાસ તરફથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે રિયાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીયો એ જીવ ગુમાવ્યો છે અને 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત તરફથી રિયાદમાં થઈ રહેલા કાયરતાપૂર્ણ હુમલા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ રિયાદમાં રહેતા ભારતીય લોકોને પણ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં રહેવા જણાવવામાં આવ્યું છે.

    શનિવારે રિયાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો જેના 12 મૃતકોમાંથી 1 ભારતીય સહિત બાંગ્લાદેશ, અમેરિકા, જોર્ડન, સીરિયા અને સાઉદી અરબ નાગરિકોનો સમાવેશ થાય છે. આ મામલે ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે હુમલાની ઘટનામાં ઘાયલ લોકોમાં 11 ભારતીયોનો સમાવેશ થાય છે. ભારતીય દુતાવાસ ભારતના નાગરિકોના સંપર્કમાં છે.

    આ પણ વાંચો: US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

    રિયાદમાં થયેલી ઘટના મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પોસ્ટ શેર કરી છે. એસ જયશંકરે એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે રિયાદ માં થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે જે વાતનું દુઃખ છે. એસ જયશંકરે પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે ભારતીય દૂતાવાસ ભારતીય લોકોના સંપર્કમાં છે અને તેમને જરૂરી મદદ પહોંચી રહી છે.

    Deeply grieved at the loss of life of an Indian national in the Riyadh attack. My heartfelt condolences to the bereaved family. The Embassy will extend all possible assistance.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2026 

     

    ભારત તરફથી રિયાદ ઇન્ટરનેશનલ હુમલા પર થયેલી ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે ખાડી દેશના સામાન્ય નાગરિકો અને નાગરિકો માટે જરૂરી વ્યવસ્થા પર હુમલો અસ્વીકાર્ય છે અને આ અટકી જવું જોઈએ. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જે રીતે રિયાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવવામાં આવી રહ્યું છે તે વાતની નિંદા કરવામાં આવે છે. 10 ઓક્ટોબરે થયેલો હુમલો કાયરતા પૂર્ણ છે. વિદેશ મંત્રાલય કહ્યું છે કે સાઉદી અરબમાં ભારતના લોકોની રક્ષા માટે સરકાર સાથે તેઓ સંપર્કમાં છે. સરકાર આશા રાખે છે કે સાઉદી અરબમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જાય.

     

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News