• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

Permanent Labor Certification Program: અમેરિકામાં નોકરી કરતાં અને ગ્રીન કાર્ડ મેળવવાની ઈચ્છા ધરાવતા કર્મચારીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ 8 આઈટી કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. અમેરિકાના આ નિર્ણયથી ભારતીય કર્મચારીઓ પર કેવી અસર થશે ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Oct 09, 2026, 07:40 AM IST|Updated: Oct 09, 2026, 07:44 AM IST
joinshare
US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

    Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

    2

    સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

    3

    Nana Patekar: રાજકીય સન્માન સાથે થયા નાના પાટેકરના અંતિમ સંસ્કાર, દીકરા અને પત્નીએ આપી મુખાગ્નિ

    4

    Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

    5

    US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Permanent Labor Certification Program: અમેરિકાએ ગુરુવારે IT કંપનીઓ અને કંપનીના કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ તેના પરમેનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી ઇન્ફોસિસ, tata, wipro, hcl, માઈક્રોસોફ્ટ સહિતની કંપનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. પરમેનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી આ કંપનીઓ સસ્પેન્ડ થઈ જતા હવે આ કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ અપ્લાય નહીં કરી શકે. ગ્રીન કાર્ડની રાહ જોતા આ કંપનીઓના કર્મચારીઓ માટે આ મોટો ઝટકો છે. અમેરિકાના આ નિર્ણયની અસર ભારતીય કર્મચારીઓ પર સૌથી વધુ જોવા મળશે.

    શું છે પરમેનેન્ટ લેબર લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ ?

    પર્મનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત કંપનીઓ પોતાની કંપનીના h1b વિઝા ધરાવતા કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ અપ્લાય કરે છે. કર્મચારી માટે આ પ્રોગ્રામ અંતર્ગત કંપની જ ગ્રીન કાર્ડ અપ્લાય કરે છે. ગુરુવારે અમેરિકાએ જે 8 કંપનીઓને સસ્પેન્ડ કરી છે તે હવે પોતાના કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ અપ્લાય નહીં કરી શકે. એટલે કે આ આઠ કંપનીઓમાં કામ કરતા ભારતીય કર્મચારીઓનું ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું હવે અધૂરું રહી જશે કારણ કે આ કંપનીઓ દ્વારા પ્રસ્તાવિત એપ્લિકેશનને અમેરિકામાં આગળ નહીં વધારવામાં આવે.

    શા માટે લેવાયો આ નિર્ણય ?

    આઈ ટી કંપનીઓને પરમેનેન્ટ લેબર લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત અમેરિકી લેબર સેક્રેટરી કિથ એ કરી. આ તકે તેમની સાથે અમેરિકાના એન્ટી ફ્રોડ ટાસ્ક ફોર્સના પ્રમુખ અને વાઇસ પ્રેસિડન્ટ જેડી વેંસ પણ ઉપસ્થિત હતા. કિથે આઇટી કંપનીઓ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલીક મોટી આઇટી કંપનીઓ જેમ કે વિપ્રો, એચસીએલ, ઇન્ફોસીસ , ટાટા વગેરે પરમેનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી હવે બહાર રહેશે, કારણકે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમેરિકા હવે આ કંપનીઓ સાથે જોડાયેલી કોઈપણ નવી અરજીને સ્વીકારશે નહીં અને જે અરજીઓ ઘણા સમયથી લંબિત છે તેના પર કોઈ કાર્યવાહી કરશે નહીં. કિથનું કહેવું હતું કે 2009 થી અત્યાર સુધીમાં ફક્ત આ 8 કંપનીઓએ 30 લાખ વિદેશી કર્મચારીઓની માંગ કરી છે. તેમણે 2 લાખથી વધારે h1b વિઝા મંજૂર કર્યા. આ કંપનીઓમાં જે વિદેશી કર્મચારીઓને નોકરી મળી તે અમેરિકાના કર્મચારીઓ પાસેથી છીનવવામાં આવી હતી.

    કંપનીઓને આપવી પડશે નોકરી માટે જાહેરાત

    આ તકે ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ એ કહ્યું કે માઈક્રોસોફ્ટ સહિત જે કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામ માંથી સસ્પેન્ડ કરવામાં આવી છે તેમણે હવે લેબર ડિપાર્ટમેન્ટમાં અપ્લાય કરતા પહેલા અમેરિકામાં નોકરી માટે જાહેરાત આપવી પડશે. કંપનીઓએ એ દેખાડવું પડશે અને સાબિત કરવું પડશે કે અમેરિકી વર્કર્સની અછત છે. એટલે કે કામ માટે તેમને અમેરિકાથી કર્મચારી મળે તેમ નથી એટલા માટે તેઓ કોઇ વિદેશી કર્મચારી માટે ગ્રીન કાર્ડ લેવા માંગે છે.

    કઈ કંપનીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી ?

    કોગ્નિજેંટ, ઈંફોસિસ, ટાટા, વિપ્રો, એચસીએલ, માઈક્રોસોફ્ટ, કૈપજેમિની સહિતની 8 કંપનીઓેને ગ્રીન કાર્ડ માટેના પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવામાં આવી.

    માઈક્રોસોફ્ટ પર પણ નિશાન

    અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ જેડી વેંસે માઈક્રોસોફ્ટ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે માઇક્રોસોફ્ટ કંપની પર છેતરપિંડી કરવાનો આરોપ  લગાવ્યો. સાથે જ કહ્યું કે H1B વિઝાના માધ્યમથી અમેરિકા આવેલા વિદેશી કર્મચારીઓ  મામલે કંપની ફ્રોડ કરી રહી છે. જેડી વેંસ એ કહ્યું કે ગયા વર્ષે માઈક્રોસોફ્ટ કંપની માંથી 6000 અમેરિકી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા ત્યારે આ સમય દરમિયાન માઈક્રોસોફ્ટ કંપનીને  6000 થી વધુ h1b વિઝા મળ્યા. જેડી એ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે જે પ્રોગ્રામ ચાલે છે તેનો સૌથી વધુ દુરઉપયોગ માઈક્રોસોફ્ટ કંપની કરી રહી છે.

    મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં એચ વન બી વિઝા કાર્યક્રમ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમને અમેરિકા કર્મચારીઓના હિત સાથે જોડીને જુએ છે. તેમનો આરોપ છે કે કેટલીક કંપનીઓ એચ વન બી કાર્યક્રમનો ઉપયોગ કરીને અમેરિકી કર્મચારીઓને નોકરી આપવાને બદલે વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરે છે. જેને કારણે અમેરિકામાં રહેતા કર્મચારીઓના રોજગાર પર અસર થાય છે.

    હાલ તો અમેરિકામાં મોટી આઠ આઇટી કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામ માંથી નિલંબિત કરી દેવામાં આવી છે હવે થશે એવું કે આ કંપનીઓ સાથે જોડાયેલા ભારતના કર્મચારીઓ માટે જે ગ્રીન કાર્ડ માટે આવેદન કરવામાં આવ્યું છે તેના પર અસર પડી શકે છે. જોકે હાલ તો અમેરિકા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જે આઠ કંપનીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે તેમના લંબિત મામલામાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અને નવા આવેદન સ્વીકારવામાં નહીં આવે. જે કર્મચારીઓને કાર્ડની પ્રોસેસ થઈ ગઈ છે તેમના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News