Nana Patekar: હિન્દી અને મરાઠી ફિલ્મો તેમજ થિયેટરમાં પોતાના દમદાર અભિનયથી આગવી ઓળખ બનાવનાર એક્ટર નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરમાં નિધન થયું. નાના પાટેકર ગોવામાં હતા જ્યારે તેમની તબિયત બગડી અને તેમણે અંતિમ શ્વાસ લીધા. નાના પાટેકરને અંતિમ સંસ્કાર માટે ગોવાથી તેમના પૈત્રક ગામ ડોંજેમાં લાવવામાં આવ્યા હતા જ્યાં રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી.
8 ઓક્ટોબર 2026 ના રોજ વહેલી સવારે નાના પાટેકરના નિધનની ખબર સામે આવી હતી. આ વાત બોલીવુડના કલાકારો થી લઈને નાના પાટેકરના ચાહકો માટે મોટો ઝટકો હતી. નાના પાટેકર ગોવામાં હતા જ્યાં તેમની મોડી રાત્રે તબિયત બગડી હતી. સવારે જ્યારે કેર ટેકરએ નાના પાટેકરની હાલત જોઈ તો તેણે તુરંત જ ડોક્ટરને જાણ કરી તેમને હોસ્પિટલ ખસેડ્યા. જ્યાં ડોક્ટરઓ એ તેમને મૃત જાહેર કર્યા. ત્યાર પછી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાના પાટેકરના પાર્થિવ દેહને ગોવાથી તેમના પવિત્ર ગામ ડોંજે લાવવામાં આવ્યો. નાના પાટેકરને અંતિમ વિદાય આપવા માટે તેમના ગામમાં સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી. નાના પાટેકરના પરિવારજનોની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ નાના પાટેકરને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. નાના પાટેકરને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
VIDEO | Pune: Actor Nana Patekar’s last rites performed with full state honours at his his farmhouse in Donje village. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/VUhta52wyq
— Press Trust of India (@PTI_News) October 8, 2026
મહત્વપૂર્ણ છે કે નાના પાટેકરે ફક્ત હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મો અને થિયેટરમાં પણ કામ કર્યું છે. નાના પાટેકર એ પોતાના અભિનયથી અલગ ઓળખ બનાવી હતી. નાના પાટેકરને અભિનય ક્ષેત્રે તેમણે કરેલા યોગદાન માટે ત્રણ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. ભારત સરકાર તરફથી નાના પાટેકરને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાના પાટેકરની યાદગાર ફિલ્મોમાં પરિંદા, પ્રહાર, ક્રાંતિવીર, અગ્નિપથ અબ તક 56, સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. છેલ્લે નાના પાટેકર શાહિદ કપૂરની ફિલ્મ ઓ રોમિયોમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.
નાના પાટેકર ઉમદા એક્ટરની સાથે સમાજસેવક પણ હતા. તેઓ ફાઉન્ડેશનના માધ્યમથી જરૂરીયાતમંદ લોકોની મદદ પણ કરતાં હતા. તેઓ મહારાષ્ટ્રમાં રાહત કાર્યોમાં અને ખેડૂતોની મદદ માટે હંમેશા આગળ રહ્યા. નાના પાટેકરના અંતિમ સંસ્કારની સાથે એક ઉમદા વ્યક્તિત્વ અને કલાકારના શાનદાર જીવન સફરનો અંત થયો છે.