• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

Rasik Dulari Case Update: પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારીના મોત મામલે હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ આગરાના એડીજીને તપાસના આદેશ કર્યા છે. આયોગને રસિક દુલારી મામલે કેટલીક વસ્તુઓ શંકાસ્પદ લાગી છે જેને લઈ હવે તપાસ શરુ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

Written ByKrupa Shah
Published: Oct 09, 2026, 08:54 AM IST|Updated: Oct 09, 2026, 08:56 AM IST
joinshare
Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

    Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

    2

    સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

    3

    Nana Patekar: રાજકીય સન્માન સાથે થયા નાના પાટેકરના અંતિમ સંસ્કાર, દીકરા અને પત્નીએ આપી મુખાગ્નિ

    4

    Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

    5

    US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Rasik Dulari Case Update: વૃંદાવનના લોકપ્રિય સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારીના મોત મામલે હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે તપાસના આદેશ આપ્યા છે. આયોગ એ આ મામલાની ગંભીરતા અને શંકાસ્પદ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગ્રાના એડીજીને નિષ્પક્ષ તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી ના મોત મામલે કઈ વાતો આયોગને શંકા પદ લાગી છે ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ.

    સામાજિક કાર્યકર્તાએ કરી ફરિયાદ

    રસિક દુલારી ના મોત મામલે દિલ્હીના એક સામાજિક કાર્યકર્તા જેનું નામ કૃષ્ણ રાજપુત છે તેણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ને ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેણે રસિક દુલારીના અધિકારોનો હવાલો આપીને ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા, મૃતકના રૂમની સ્થિતિ અને જરૂરી પુરાવાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જેને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે તપાસના આદેશ આપ્યા છે

    25 સપ્ટેમ્બરની ઘટના

    મહત્વપૂર્ણ છે કે 25 સપ્ટેમ્બર 2026 ના રોજ પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારીએ ગુરુકૃપા કુંજ આશ્રમના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. રસિક દુલારીના બે વિડિયો પણ વાયરલ થયા હતા. આ ઘટના પછી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. સાથે જ પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શું ચાલી રહ્યું છે તેના અંગે પ્રશ્નો પણ ઊભા થયા હતા. આ મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

    રસિક દુલારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

    મહત્વપૂર્ણ છે કે રસિક દુલારીએ ગુરુ કૃપા કુંજ આશ્રમના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર રસિક દુલારી ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેટલીક ગંભીર બાબતો સામે આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈચ્છા સહિત શરીરમાં 7 ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેના કારણે આ કેસ શંકાસ્પદ બની ગયો છે.

    રસિક દુલારીના પરિવારની સીબીઆઈ તપાસની માંગ

    પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપરાંત રસિક દુલારીના પરિવારે પણ કેટલાક ગંભીર આરોપ આશ્રમ પર કર્યા છે. રસિક દુલારી ના પરિવાર નો આરોપ છે કે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં દીક્ષા લીધા પછી છેલ્લા બે વર્ષથી તેમના પરિજનોને રસિક દુલારીને મળવા કે ફોન પર વાત કરવા દેવામાં આવતી નહીં. રસિક દુલારીના મોત પછી આશ્રમના લોકોએ જ પરિવારની હાજરી વિના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. રસિક દુલારીના પરિવારજનોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે આ મામલે સીબીઆઇ તપાસના આદેશ આપવામાં આવે જેથી રસિક દુલારીના મોત પાછળનું સત્ય સામે આવી શકે.

    રસિક દુલારીના છેલ્લા સીસીટીવી

    મહત્વપૂર્ણ છે કે રસિક દુલારી કેસમાં બે સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં એક સીસીટીવી માં રસિક દુલારી તેના રૂમમાંથી અશ્વસ્થ હાલતમાં બહાર આવે છે અને ધીરે ધીરે સીડી પરથી અગાસી પર જતો જોવા મળે છે. બીજા સીસીટીવી માં રસિક દુલારી અગાસી પર થોડી મિનિટ બેચેન અવસ્થામાં જોવા મળે છે અને પછી અચાનક છત પરથી કુદી જાય છે.

    આ બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ પ્રેમાનંદ મહારાજના આશ્રમ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    India News