• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

Saudi Missile Attack: સાઉદી અરબમાં સ્થિતિ વણસી રહી છે. અહીં અબહા અને રિયાદ એરપોર્ટ પર મિસાઈલથી હુમલા થયા છે જેમાં 3 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભારતીય દૂતાવાસ તરફથી ભારતીય નાગરિકોને ઘરેથી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

Written ByKrupa Shah
Published: Oct 09, 2026, 08:02 AM IST|Updated: Oct 09, 2026, 08:04 AM IST
joinshare
Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

    Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

    2

    સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

    3

    Nana Patekar: રાજકીય સન્માન સાથે થયા નાના પાટેકરના અંતિમ સંસ્કાર, દીકરા અને પત્નીએ આપી મુખાગ્નિ

    4

    Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

    5

    US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


    Saudi Missile Attack: સાઉદી અરબમાં સ્થિતિ વણસી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સાઉદી અરબમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ તરફથી સૂચના આપવામાં આવી છે કે જરૂર ના હોય ત્યાં સુધી ઘરની બહાર જ ન નીકળવું. સાથે જ લોકોને સ્થાનિક અધિકારીઓ તરફથી આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ સાઉદી અરબમાં રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિસાઈલથી એટેક કરવામાં આવ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એરપોર્ટ ઉપર હુમલાની વાત સામે આવ્યા પછી એર ઇન્ડિયા સહિતની કંપનીઓએ રિયાદ ફ્લાઈટ રદ કરી દીધી છે

    સાઉદી અરબમાં 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા છે. અબહા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના પછી ભારતીય દૂતાવાસ તરફથી ભારતના નાગરિકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ ભારતીય દુતાવાસ તરફથી ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જે ઘટનાઓ બની રહી છે તેના વિડીયો અને અન્ય ખબરો સોશિયલ મીડિયા પર શેર કે રિપોસ્ટ ન કરવામાં આવે. સ્થિતિની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને બધા જ ભારતીય નાગરિકો સતર્ક રહે. સાથે જ સાઉદીમાં રહેતા ભારતીય નાગરિકો માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

    એરપોર્ટ હુમલામાં 3 લોકોના મોત

    આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલાની ઘટનાની નિંદા ભારતીય વિદેશ મંત્રાલય કરી છે. એરપોર્ટ પર જે હુમલા ની વાત સામે આવી છે તે મામલે સાઉદી અરબના એવિએશન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અબહા અને કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ અલગ દિવસે હુમલા કરવામાં આવ્યા છે. અબહા એરપોર્ટ પર 6 ઓક્ટોબરે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 2 લોકોના મોત થયા અને 28 લોકો ઘાયલ થયા હતા. જ્યારે 7 ઓક્ટોબરે રિયાદ ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો જેમાં એક વ્યક્તિનું મોત થયું અને આઠ લોકો ઘાયલ થયા. બે દિવસ બનેલી આ ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા અને 36 લોકો ઘાયલ થયા છે.

    10 ઓક્ટોબર સુધી ફ્લાઇટ રદ

    મહત્વપૂર્ણ છે કે સાઉદી અરબમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર air india એ રિયાદ થી આવતી અને જતી પોતાની બધી જ ફ્લાઈટને 10 ઓક્ટોબર સુધી રદ કરી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News