• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

આ વખતે સર્વપિતૃ અમાસ 10 ઓક્ટોબર 2026ના રોજ શનિવારે આવે છે. જે શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ છે. આ અમાસને મહાલયા અમાસ પણ કહે છે. આ ઉપરાંત અમાસ શનિવારે આવતી હોવાથી શનિશ્ચરી અમાસ પણ છે. સર્વપિતૃ અમાસના દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી અનેક દોષમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે. આ સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવામાં આવે તો ખુબ શુભ સાબિત થઈ શકે છે. જાણો તેના વિશે.

Written ByViral Raval
Published: Oct 09, 2026, 08:31 AM IST|Updated: Oct 09, 2026, 08:34 AM IST
joinshare
સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

Rasik Dulari Case: પ્રેમાનંદ મહારાજના શિષ્ય મામલે માનવાધિકાર આયોગ એક્ટિવ, તપાસના આદેશ અપાયા, જાણો કેસમાં શું છે શંકાસ્પદ ?

2

સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!

3

Nana Patekar: રાજકીય સન્માન સાથે થયા નાના પાટેકરના અંતિમ સંસ્કાર, દીકરા અને પત્નીએ આપી મુખાગ્નિ

4

Saudi Missile Attack: સાઉદીમાં ભારતીયોને ઘરમાંથી ન નીકળવા સુચના અપાઈ, એરપોર્ટ પર મિસાઈલથી હુમલો

5

US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

શ્રાદ્ધ પક્ષ હવે પૂરું થવાને આરે છે. શનિવારે 10 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ છે. આ દિવસનું ખુબ મહત્વ છે કારણ કે આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી ભૂલાયેલા તમામ પિતૃઓના આત્મા તૃપ્ત થાય છે. આ દિવસે દાન કરવાનું પણ ખુબ મહત્વ છે. આ દિવસે દાન કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ મળે છે. પણ દાનમાં શું આપવું જોઈએ એ પણ એટલું જ અગત્યનું છે. જાણો કઈ ચીજોનું એ દિવસે કરી શકાય દાન.

સર્વ પિતૃ અમાસના દિવસે આ ચીજોનું દાન કરી શકાય

અન્નનું દાન
હિન્દુ ધર્મમાં અન્ન દાનનું ખુબ મહત્વ છે. આથી સર્વપિતૃ અમાસના દિવસે અન્નદાન કરવું જોઈએ. દાનમાં ઘઉ, ચોખા, ફળ વગેરે આપી શકો છો. આ ચીજોનું દાન કરવાથી પિતૃઓની સાથે સાથે મા અન્નપૂર્ણાના પણ આશીર્વાદ મળે છે.

કપડાંનું દાન

  • આ દિવસે કપડાંનું દાન કરવાથી પિતૃઓના આત્માને તૃપ્તિ મળે છે. 
  • આ દિવસે તમે ધોતી, ગમછો, કૂર્તો, ધાબળો વગેરે કપડાં દાન કરી શકો છો. 
  • ધાર્મિક માન્યતાઓ મુજબ પિતૃ અમાસ પર વસ્ત્રોનું દાન કરવાથી માન સન્માન મળે છે.

કાળા તલનું દાન

  • આ દિવસે કાળા તલનું દાન પણ ખુબ શુભ ગણાય છે. 
  • કાળા તલનું દાન કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે એવી માન્યતા છે. જીવનમાં આવતી બાધાઓમાંથી પણ મુક્તિ મળે છે. 
  • પિતૃઓના આશીર્વાદથી સ્વાસ્થ્ય સારું રહે છે.

ગોળનું દાન

  • પિતૃ અમાસ પર ગોળનું દાન કરવાથી વંશવેલો વધે છે અને જીવનમાં આવી રહેલી અડચણો પણ દૂર થાય તેવી માન્યતા છે. 
  • ગોળનું દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ રહે છે  અને ઘરમાં સુખ શાંતિ આવે છે.

ચાંદીનું દાન

  • ચાંદીને શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે. 
  • ધાર્મિક માન્યતાઓ મુજબ પિતૃ અમાસના દિવસે ચાંદીનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. 
  • ચાંદીનું વાસણ પણ તમે દાન કરી શકો છો. 
  • ચાંદીને દાન કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને માનસિક શાંતિ મળે છે.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી ધાર્મિક આસ્થા તથા સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News