• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

જો કોઈને હાર્ટ એટેક આવે છે તો તેને તત્કાલ સીપીઆર આપવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સવાલ છે કે સીપીઆર ક્યારે આપવો જોઈએ અને ક્યારે ન આપવો જોઈએ.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 09:21 AM IST|Updated: Oct 12, 2026, 09:23 AM IST
joinshare
સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

2

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું, રાહુલ ગાંધીને મળવાનો કેમ કર્યો ઇનકાર?

3

ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં RSS-BJP પાસ થશે કે ફેલ? IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશે?

4

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો! વધુ એક FIR દાખલ, લાગ્યા છે ગંભીર આરોપ

5

'વિરાટ કોહલીને નિવૃત્તિ માટે મજબૂર કરાયો...', અજીત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હ્રદયના ધબકારા અચાનક બંધ થવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. તેવા સમયે યોગ્ય પગલાં ભરી કોઈનો જીવ બચાવી શકાય છે. કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) એક ઈમરજન્સી પ્રક્રિયા છે, જે હ્રદય યોગ્ય રીતે બ્લડ પંપ ન કરવા કે ધબકારા અટકી જવાની સ્થિતિમાં મસ્તિષ્ક અને શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગો સુધી લોહી પહોંચાડવામાં મદદ કરે છે. પરંતુ તે જાણવું જરૂરી છે કે CPR ક્યારે આપવું જોઈએ અને તેને યોગ્ય રીતે આપવામાં આવે. આવો નિષ્ણાંત ડોક્ટર પાસેથી જાણીએ.

CPR ક્યારે આપવું જોઈએ?
જો કોઈ વ્યક્તિ અચાનક પડી જાય, અવાજ આપવા કે ખભા પર થપથપાવવા પર કોઈ પ્રતિક્રિયા ન આપે અને સામાન્ય રૂપથી શ્વાસ ન લઈ રહ્યો હોય તો તત્કાલ CPR શરૂ કરવું જોઈએ. ધ્યાન રાખો કે ક્યારેક કોઈ વ્યક્તિનો શ્વાસ અનિયમિત હોઈ શકે છે કે તે હાંફતો જોવા મળી શકે છે. આવા શ્વાસને સામાન્ય ન માનવા જોઈએ. સૌથી પહેલા તે ખાતરી કરો કે તેની આસપાસનું વાતાવરણ સુરક્ષિત રહે. ત્યારબાદ વ્યક્તિના પલ્સ તપાસો. તત્કાલ ઈમરજન્સી સેવા માટે 108ને ફોન કરો કે કોઈ વ્યક્તિને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) લાવવાનું કહો. મેડિકલ સહાયતા આવે ત્યાં સુધી સીપીઆર આપવામાં વિલંબ ન કરો.

વ્યસ્ક વ્યક્તિને CPR આપવા સમયે એક હાથથી હથેળીનો નીચલો હિસ્સો છાતીની વચોવચ્ચ રાખો અને બીજા હાથને તેની ઉપર રાખો. પોતાની કોણીને સીધી રાખતા છાતી પર જોરથી અને ભારે દબાણ આપો. એક મિનિટમાં 100થી 120 વખત છાતી દબાવવાનો પ્રયાસ કરો. દર વખતે છાતીને લગભગ 5થી 6 સેન્ટીમીટર સુધી દબાવો અને દબાણ છોડ્યા બાદ તેને સામાન્ય સ્થિતિમાં પરત આવવા દો. જો તમે તાલીમ લીધી છે અને મોઢાથી શ્વાસ આપવામાં સહજ છો તો 30 વખત છાતી દબાવ્યા બાદ બે વખત રેસેક્યૂ બ્રીધ્સ એટલે કે કૃત્રિમ શ્વાસ આપો. જો તમે તેવું કરવામાં પ્રશિક્ષિત નથી કે સહજ અનુભવ કરતા નથી તો માત્ર છાતી દબાવી સીપીઆર આપવો મદદરૂપ છે.

આ પણ વાંચોઃ સર્વાઇકલ કેન્સરના પ્રારંભિક લક્ષણો ઓળખો: મહિલાઓ આ સામાન્ય સંકેતોને નજરઅંદાજ ન કરે

CPR ક્યારે ન આપવો જોઈએ?
જો વ્યક્તિ હોશમાં છે, પ્રતિક્રિયા આપી રહ્યો છે અને સામાન્ય રૂપથી શ્વાસ લઈ રહ્યો છે તો તેને CPR આપવાની જરૂર પડતી નથી. આવી સ્થિતિમાં તેની મુશ્કેલીને ઓળખો અને જરૂર પડવા પર ડોક્ટરની સલાહ લો. જો કોઈ વ્યક્તિ બેભાન છે, પરંતુ સામાન્ય રૂપથી શ્વાસ લઈ રહ્યો છે અને તેની નાડી ઉપલબ્ધ છે, તો છાતી પર દબાણ ન આપવું જોઈએ. તત્કાલ ઈમરજન્સી સેવાને બોલાવો અને તેના શ્વાસ પર સતત નજર રાખો. જો કોઈ ઈજા કે અન્ય સમસ્યા નથી અને તેવું કરવું સુરક્ષિત છે, તો તેને કરવટ બદલી રિકવરી પોઝિશનમાં સૂવડાવી શકાય છે, જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી ન થાય.

જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેકની શંકા છે, પરંતુ તે ભાનમાં છે અને સામાન્ય શ્વાસ લઈ રહ્યો છે તો તેને CPR આપવાની જરૂર નથી. પરંતુ તેને તત્કાલ મેડિકલ સહાયતા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. જો તેની સ્થિતિ બગડી જાય, તે બેભાન થઈ જાય અને સામાન્ય રૂપથી શ્વાસ લેવાનું બંધ કરે તો તત્કાલ CPR શરૂ કરો.

(ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારી માટે આ સમાચાર લખવામાં આવ્યા છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News