Ramayana Movie: છેલ્લા ઘણા સમયથી દર્શકો જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તે ફિલ્મની રિલીઝ ડેટ હવે નજીક આવી ગઈ છે. જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે છે રણબીર કપૂરની ફિલ્મ રામાયણ. રણવીર કપૂર, યશ અને સાંઈ પલ્લવી ની ફિલ્મ રામાયણ નો પહેલો પાર્ટ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાનો છે. ફિલ્મની રિલીઝ ડેટ અને એડવાન્સ બુકિંગ સંબંધિત જાણકારી સામે આવી છે.
નવરાત્રીના પહેલા દિવસે જ રામાયણ ફિલ્મને લઈને 2 મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. જેમાં પહેલી વાત હતી કે દુનિયાભરમાં આ ફિલ્મ એક જ તારીખે રિલીઝ થશે અને બીજી વાત છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ દશેરા એટલે કે 20 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. જો તમે પણ આ ફિલ્મ પહેલા દિવસે જ જોવા માંગો છો તો 20 તારીખથી પોતાની ટિકિટ બુક કરી શકો છો. આ સાથે જ મેકર્સ દ્વારા ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
નિતેશ તિવારી ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રામાયણનો પહેલો ભાગ દિવાળી પર દુનિયાભરમાં રિલીઝ થશે. થોડા સમય પહેલા એવી ચર્ચા પણ થઈ હતી કે ફિલ્મ અલગ અલગ તારીખોએ રિલીઝ થશે. જેમાં એવી જાણકારી સામે આવી હતી કે પહેલા ફિલ્મ ઇન્ટરનેશનલી રિલીઝ કરવામાં આવશે અને તેના પછી ભારતમાં ફિલ્મ જોવા મળશે. પરંતુ આ ગેરસમજને દૂર કરી દેવામાં આવી છે. મેકર્સ તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે ભારત સહિત દુનિયાભરના સિનેમા ઘરોમાં રામાયણ ફિલ્મ 5 નવેમ્બર 2026 ના રોજ એક સાથે રિલીઝ થશે.
રામાયણની રિલીઝ ડેટ કન્ફર્મ
નવરાત્રીના પહેલા દિવસે જ ફિલ્મ મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી. આ પોસ્ટમાં રામાયણ ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું અને સાથે જ કેપ્શન માં લખવામાં આવ્યું કે, આ રામ યુગનો આરંભ છે. નમિત મલ્હોત્રા ની રામાયણ પાર્ટ 1 5 નવેમ્બર થી દુનિયાભરના સિનામા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ દશેરા થી શરૂ થઈ જશે. મહત્વપૂર્ણ છે કે રામાયણ ફિલ્મને લઈને સામે આવેલા આ અપડેટને લઈને દર્શકો પણ ઉત્સાહમાં છે. ફિલ્મના ટ્રેલરને અને ફિલ્મના પોસ્ટરને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે જેને લઇને દર્શકોમાં ફિલ્મ જોવાનો ઉત્સાહ છે.
રામાયણ ફિલ્મની સ્ટારકાસ્ટ
પ્રોડ્યુસર નિમિત મલ્હોત્રાની રામાયણ ફિલ્મની સ્ટારકાસ્ટ દમદાર છે. રામાયણ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી એ કર્યું છે. રામાયણ ફિલ્મ વાલ્મિકી રામાયણ પર આધારિત છે અને તેને બે ભાગમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં, યશ રાવણ અને સાંઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. ફિલ્મની અન્ય કાસ્ટ ની વાત કરીએ તો રવિ દુબે, સની દેઓલ, અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય સહિતના કલાકારો રામાયણ ફિલ્મમાં જોવા મળશે.
4000 કરોડનું રામાયણ ફિલ્મનું બજેટ
રામાયણ ફિલ્મ તેની સ્ટારકાસ્ટની સાથે તેના બજેટને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મ પાસેથી લોકોની અપેક્ષા વધારે હોવાનું એક કારણ ફિલ્મનું બજેટ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે રામાયણ ફિલ્મ નું ટોટલ બજેટ ₹4,000 કરોડ રૂપિયા છે. 4000 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ 2 પાઠમાં રિલીઝ થશે. 5 નવેમ્બરે આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થવાનો છે ત્યારે જોવાનું રહ્યું કે રામાયણ ફિલ્મ લોકોની અપેક્ષા પર ખરી ઉતરે છે કે પછી આ ફિલ્મ પણ આદિપુરુષ ફિલ્મની જેમ લોકોને નિરાશ કરશે.