• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

ખાનગી કંપની જિયો-બીપીએ રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. કંપનીએ પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ વચ્ચે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કર્યાં છે.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 08:48 AM IST|Updated: Oct 12, 2026, 08:49 AM IST
joinshare
જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

2

Ramayana Movie: એક જ દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે રામાયણ ફિલ્મ, દશેરાથી શરુ થશે એડવાન્સ બુકીંગ

3

જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

4

હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

5

CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રિલાયન્સ ગ્રુપની કંપની જિયો-બીપી દ્વારા ભાવમાં વધારો કર્યાં બાદ આજે સોમવાર 12 ઓક્ટોબરે સરકારી તેલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યાં છે. જિયો-બીપીએ રવિવારે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબમાં પેટ્રોલ 108.54 રૂપિયા અને ડીઝલ 99.19 રૂપિયા પર પહોંચી ગયું છે.

હવે જિયો-બીપી આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરનાર ખાનગી સેક્ટરની બીજી મુખ્ય કંપની બની ગઈ છે. આ પહેલા નાયરાએ 3 ઓક્ટોબરે પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

આજે સરકારી પંપો પર શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
નાયરા અને જિયો-બીપી દ્વારા ભાવ વધારવા છતાં સરકારી ઓયલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે IOCL, HPCL અને ભારત પેટ્રોલિયમે ફ્યૂલ રેટમાં કોઈ વધારો કર્યો નથી. આજે અમદાવાદમાં પેટ્રોલ 101.72 અને ડીઝલ 94 રૂપિયા આસપાસ મળી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 102.12 અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: કર્મચારીઓનો વધેલો પગાર કેમ અટક્યો છે? જાણો ક્યારે ખાતામાં આવશે પૈસા

સરકારી કંપનીઓએ મેમાં વધાર્યા હતા ભાવ
સરકારી કંપનીઓએ આ વર્ષે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ₹7.50-₹7.50 પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. દેશમાં એક લાખથી વધુ પેટ્રોલ પંપોમાં 90 ટકાથી વધુ પર સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.

કેમ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ?
રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમતમાં તેજીથી ખાનગી કંપનીઓના કારોબાર પર દબાવ વધ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90 ટકા કાચુ તેલ આયાત કરે છે. તેવામાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં લાંબા સમય સુધી તેજી રહેવાથી ઘરેલું ઈંધણ બજાર પ્રભાવિત થઈ શકે છે.

બ્રેન્ટ ક્રૂડ હજુ પણ 100 ડોલરને પાર
મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની આશંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં રવિવારે તેજી જોવા મળશે. સાઉદી અરબ પર હૂતી વિદ્રોહીઓના હુમલા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે તેલ ટેન્કર પરહુમલાથી વૈશ્વિક ઉર્જા સપ્લાય પ્રભાવિત થવાની ચિંતા વધી છે. તેનાથી બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.7 ટકા વધી 105.45 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Petrol-Diesel