• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /8th Pay Commission: કર્મચારીઓનો વધેલો પગાર કેમ અટક્યો છે? જાણો ક્યારે ખાતામાં આવશે પૈસા

8th Pay Commission: કર્મચારીઓનો વધેલો પગાર કેમ અટક્યો છે? જાણો ક્યારે ખાતામાં આવશે પૈસા

8th Pay Commission લાગૂ થવામાં વિલંબ કેમ? પંચની રચના નવેમ્બર 2025મા થઈ, રિપોર્ટ મે 2027 સુધી આવશે. જાણો વધેલો પગાર ક્યારે મળશે અને શું 1 જાન્યુઆરી 2026થી એરિયર મળશે?

Written ByGokani Dhaval
Published: Oct 11, 2026, 03:05 PM IST|Updated: Oct 11, 2026, 03:10 PM IST
joinshare
8th Pay Commission: કર્મચારીઓનો વધેલો પગાર કેમ અટક્યો છે? જાણો ક્યારે ખાતામાં આવશે પૈસા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કેન્દ્રીય કર્મચારીઓનો એક સવાલ છે- આઠમું પગાર પંચ તો બની ગયું પૈસા ક્યારે વધશે? બધાને લાગી રહ્યું હતું કે રચના થઈ તો આગામી મહિનાથી પગાર ડબલ. પણ તેવું થતું નથી. રચના થવી અને પૈસા આવવા, બે અલગ-અલગ વાતો છે.

તો વિલંબ કેમ થઈ રહ્યો છે?
સ્ટેપ 1: પંચે હોમવર્ક કરવાનું છે
સરકારે 3 નવેમ્બર 2025ના પંચ બનાવી દીધું. હેડ છે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ, સાથે છે પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન. હવે તેનું કામ છે દેશભરના કર્મચારીઓ, યુનિયનો, પેન્શનરોને મળવું, તેની માગ સાંભળવી-બેઝિક પગાર કેટલો હોય, HRA, DA, પેન્શન કેટલું વધે. પછી તેનો સંપૂર્ણ હિસાબ કરી એક રિપોર્ટ બનાવવાનો હોય છે.

તે માટે સરકારે 18 મહિનાનો સમય આપ્યો છે. એટલે કે રિપોર્ટ મે 2027 સુધી આવશે. આ પહેલા આવી જાય તો બોનસ સમજો, પરંતુ સત્તાવાર ટાઈમલાઈન આ છે.

સ્ટેપ 2: સરકાર રિપોર્ટનો અભ્યાસ કરશે
રિપોર્ટ આવવાની સાથે લાગૂ થતો નથી. સરકાર જોશે- જો પગાર 30 ટકા વધ્યો તો ખજાના પર કેટલો ભાર પડશે? કઈ ભલામણ માનવાની છે, કઈ નહીં. પછી કેબિનેટની મંજૂરી, પછી નાણા મંત્રાલયની મહોર અને નોટિફિકેશન જારી થશે. આ પ્રક્રિયામાં 3-4 મહિના લાગી જાય છે. તેથી સાતમાં પગાર પંચની રચના 2014મા થઈ હતી અને પૈસા 2016મા આવ્યા હતા.

આ પણ વાંચોઃ અદભુત સુવિધાઓથી સજ્જ 'કોર્ડિલિયા સ્કાઈ' ક્રૂઝ મુંબઈ આવી પહોંચ્યું, સમુદ્ર વચ્ચે મળશે આલીશાન અનુભવ

તો વધેલો પગાર ક્યારે મળશે?
સીધો હિસાબ લગાવો
રિપોર્ટ- મે 2027 સુધી
સરકારની સમીક્ષા- 3થી 6 મહિના
એટલે કે ખિસ્સામાં નવા પૈસા- 2027ના અંત કે 2028ની શરૂઆતમાં દેખાશે.

શું 1 જાન્યુઆરી 2026થી એરિયર મળશે?
આ સૌથી મોટી વાત છે. દર 10 વર્ષમાં નવું પગાર પંચ આવે છે. સાતમું 1 જાન્યુઆરી 2016થી લાગૂ થયું હતું, તો આઠમું 1 જાન્યુઆરી 2026થી માનવામાં આવી રહ્યું છે. જો સરકાર 1 જાન્યુઆરી 2026ને જ ઇફેક્ટિવ ડેટ માને છે અને પગાર તમને ડિસેમ્બર 2027મા મળે છે તો, વચ્ચેના લગભગ 24 મહિનાનું એરિયર એક સાથે મળશે. વિચારો બેઝિક 30થી 45 હજાર રૂપિયા થાય તો 24 મહિનાનું એરિયર 3થી 4 લાખ બની જશે.

કુલ મળીને વાત છે કે હજુ રાહ જુઓ, પંચ કામ કરી રહ્યું છે. મે 2027 સુધી રિપોર્ટ, પછી સરકારી પ્રક્રિયા. વધેલો પગાર 2027ના અંત સુધી આવી શકે છે અને એરિયર 1 જાન્યુઆરી 2026થી મળવાની આશા છે.

FAQ
Q: 8th Pay Commission નો રિપોર્ટ ક્યારે આવશે?
A: મે 2027 સુધી
Q: 8th Pay Commission અધ્યક્ષ કોણ છે?
A: જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News