• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ચરોતરના 'પેરિસ' ગણાતા ધર્મજમાં માનવતા મહેકી: એકલા રહેતા વડીલો માટે આશીર્વાદરૂપ બની ગરમાગરમ ટિફિન સેવા

ચરોતરના 'પેરિસ' ગણાતા ધર્મજમાં માનવતા મહેકી: એકલા રહેતા વડીલો માટે આશીર્વાદરૂપ બની ગરમાગરમ ટિફિન સેવા

Anand News: ચરોતરના પેરિસ તરીકે ઓળખાતું ધર્મજ ગામ...એક એવું ગામ જ્યાં મોટાભાગના પરિવારોના સંતાનો વિદેશમાં વસવાટ કરે છે. કરોડોની કમાણી અને આલીશાન બંગલાઓ માટે જાણીતા આ ગામની ઓળખ હવે એક અનોખી માનવતાવાદી પહેલથી પણ થઈ રહી છે. ગામમાં એકલા રહેતા વડીલોને હવે રસોઈ બનાવવાની ચિંતા નથી. કારણ કે વારાહી માતા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી નિઃશુલ્ક ટિફિન સેવા વડીલો સુધી ઘર જેવું ગરમાગરમ ભોજન પહોંચાડી રહી છે. એટલું જ નહીં, ગામમાં કોઈનું અવસાન થાય કે પરિવારમાં પ્રસંગ હોય તો પણ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે જોઈએ ધર્મજની આ અનોખી સેવાની કહાની..

Written ByKinjal Patel
Published: Nov 13, 2026, 07:16 PM IST|Updated: Nov 13, 2026, 07:25 PM IST
joinshare
ચરોતરના 'પેરિસ' ગણાતા ધર્મજમાં માનવતા મહેકી: એકલા રહેતા વડીલો માટે આશીર્વાદરૂપ બની ગરમાગરમ ટિફિન સેવા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બુરહાન પઠાણ/આણંદ: NRI ગામ ધર્મજ... જ્યાં વિદેશમાં વસતા સંતાનો પોતાના માતા-પિતાને આર્થિક રીતે સધ્ધર બનાવે છે,તેમજ કેટલાક એનઆરઆઈઓ જીવનનાં અંતિમ પ઼ડાવમાં વર્ષમાં છ માસ વતનમાં ગુજારતા હોય છે પરંતુ ઉંમરના આ પડાવે વડીલોને રોજિંદા ભોજનની મુશ્કેલીનો સામનો કરવો પડે છે... ત્યારે વડીલોની આ મુશ્કેલી દૂર કરવા વારાહી માતા ટ્રસ્ટના બિપીનભાઈ પટેલે શરૂ કરી છે નિઃશુલ્ક ટિફિન સેવા... મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શરૂ થયેલી આ સેવા આજે સેંકડો વડીલો માટે આશીર્વાદ સમાન બની છે... દરરોજ સવારે અને સાંજે વડીલોને ઘર બેઠાં પૌષ્ટિક અને ઘર જેવું ભોજન પહોંચાડવામાં આવે છે..

Gujarat News Live: CM ભૂપેન્દ્ર પટેલ સહિત BJPના અનેક નેતાઓ એરપોર્ટ પહોંચ્યા, આસમમાં બસ-ટ્રકની ટક્કરમાં 24નાં મોત

સવારે 7:30 વાગ્યાથી રસોડામાં રસોઈ બનાવવાની કામગીરી શરૂ થઈ જાય છે...

આ સેવા માત્ર ટિફિન પહોંચાડવા પૂરતી સીમિત નથી... પરંતુ તેની પાછળ એક વ્યવસ્થિત સિસ્ટમ કાર્યરત છે... સવારે 7:30 વાગ્યાથી રસોડામાં રસોઈ બનાવવાની કામગીરી શરૂ થઈ જાય છે... ટિફિનની સંખ્યા પ્રમાણે અનાજ, શાકભાજી, તેલ અને મસાલાનું માપ નક્કી થાય છે... 15થી 20 લોકોની ટીમ દરરોજ વડીલો માટે ભોજન તૈયાર કરે છે... સવારે દાળ, ભાત, શાક અને રોટલી પીરસવામાં આવે છે... જ્યારે અઠવાડિયામાં બે દિવસ મોહનથાળ અને લાડુ જેવા મિષ્ટાનની પણ વ્યવસ્થા છે... સાંજના ભોજનમાં મગની દાળ, રોટલા, ઢેબરા, ઓળો અને પાટુડાનો લોટ આપવામાં આવે છે..

આ સેવા મેળવવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી

સવારે 140 અને સાંજે 120 જેટલા ટિફિનનું વિતરણ કરવામાં આવે છે... સવારે 10:30 વાગ્યાથી શરૂ થતી ટિફિન સેવામાં બપોરે 12 વાગ્યા સુધીમાં ઘરેઘરે ભોજન પહોંચાડી દેવાય છે... જ્યારે સાંજે 5:30થી 7 વાગ્યા સુધી ટિફિન વિતરણ કરવામાં આવે છે...ખાસ વાત એ છે કે આ સેવા મેળવવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી... વડીલોએ દરરોજ ફોન કરવાની પણ જરૂર નથી... સ્કૂલની હાજરીની જેમ ટ્રસ્ટ દ્વારા હાજરી પત્રક તૈયાર કરવામાં આવ્યું છે... જેમાં એક, બે, ત્રણ કે દસ ટિફિનની નોંધણી પ્રમાણે ભોજન તૈયાર કરવામાં આવે છે..

અમદાવાદના શીલજ સર્કલ પર હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો; ધારાસભ્યનો ભત્રીજો ઝડપાયો, અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું કરૂણ મોત

આ માટે ધરોહર ફાઉન્ડેશન સાથે જોડાણ કરવામાં આવ્યું...

આ ટિફિન સેવામાં માનવતાનો વધુ એક અનોખો અભિગમ જોવા મળે છે. ગામમાં કોઈનું મૃત્યુ થાય તો મૃતકના પરિવારને પણ ટ્રસ્ટ દ્વારા ઘર બેઠાં ભોજન પહોંચાડવામાં આવે છે. આ માટે ધરોહર ફાઉન્ડેશન સાથે જોડાણ કરવામાં આવ્યું છે. મુક્તિ રથની નોંધણી થતાં જ ધરોહર ફાઉન્ડેશન ટ્રસ્ટને જાણ કરે છે અને ત્યારબાદ પરિવારની જરૂરિયાત મુજબ ભોજન પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, લગ્ન કે અન્ય પ્રસંગોમાં પણ પરિવારને ભોજનની જરૂરિયાત હોય તો ટ્રસ્ટ મદદરૂપ બને છે.

આ સેવા શરૂ કરવા પાછળ પણ એક રસપ્રદ કહાની..

ધર્મજના 900 વર્ષ જૂના વારાહી માતા મંદિરના રિનોવેશન બાદ 15 ફેબ્રુઆરી 2026થી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું... આ દરમિયાન વડીલો માટે ટિફિન સેવા શરૂ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો... સેવાના પ્રારંભ પહેલાં ગામમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો... શરૂઆતના દિવસથી જ 120 જેટલા લોકો સુધી ટિફિન પહોંચાડવામાં આવતું હતું... અત્યાર સુધીમાં અંદાજે 50 હજાર લોકોને ભોજન પીરસવામાં આવ્યું હોવાનો ટ્રસ્ટનો દાવો છે... આ સેવા ચલાવવા માટે ટ્રસ્ટે ઇનામી ડ્રોનું આયોજન કર્યું હતું, જેમાંથી 14 લાખ રૂપિયાની રકમ એકત્રિત થઈ હતી... હાલ આ જ ભંડોળમાંથી રસોડાની કામગીરી ચલાવવામાં આવી રહી છે... ગ્રામજનો પણ સ્વૈચ્છિક દાન આપી સેવામાં સહભાગી બની શકે છે.

‘હમ સાથ સાથ હૈ’ના સંદેશ સાથે PM મોદીને બતાવાશે ગુજરાતનું નવું પિક્ચર; આજે સાંજે અમદાવાદ આગમન, મંત્રીઓના 'ક્લાસ' લેશે

દીવાલ બનાવવા પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો...

હાલમાં લેઉવા પાટીદાર નરવાદાર સમાજ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવેલી જગ્યામાં રસોડું કાર્યરત છે. જોકે હવે ટ્રસ્ટ દ્વારા મંદિર નજીક નવું રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા 25 વર્ષના ભાડાપટ્ટે પ્લોટ આપવામાં આવ્યો છે. જ્યાં દીવાલ બનાવવા પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 15 ડિસેમ્બર બાદ નવી જગ્યાએ રસોડું શરૂ કરવાની તૈયારી છે. આમ, ધર્મજમાં વડીલોની સુખાકારી માટે શરૂ થયેલી આ પહેલ હવે એક વ્યવસ્થિત સેવાકીય અભિયાનનું સ્વરૂપ લઈ રહી છે.

સેવા માટે માત્ર પૈસા નહીં, પરંતુ સંવેદના અને સમર્પણ પણ જરૂરી

વિદેશમાં વસતા સંતાનો માટે પોતાના વડીલોની ચિંતા સ્વાભાવિક છે. પરંતુ ધર્મજમાં વારાહી માતા ટ્રસ્ટની આ પહેલ સાબિત કરે છે કે સેવા માટે માત્ર પૈસા નહીં, પરંતુ સંવેદના અને સમર્પણ પણ જરૂરી છે. વડીલોને બે ટંકનું ગરમાગરમ ભોજન અને પરિવાર જેવી લાગણી આપતી આ સેવા ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

કુંવરજી બાવળિયા ઘરે બેસે! પુરષોત્તમ સોલંકીનો દીકરો બનશે ધારાસભ્ય અને મંત્રી, કોળી સમાજમાં વિવાદો શરૂ

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News