• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

Anand News: આણંદ શહેરમાં આંગડિયા પેઢીમાં 10 રૂપિયાની નોટના સિરિયલ નંબરના આધારે 45 લાખ રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવ્યો છે.આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Written ByKinjal Patel
Published: Oct 07, 2026, 12:16 PM IST|Updated: Oct 07, 2026, 12:28 PM IST
joinshare
માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

2

અમદાવાદીઓ તમારા બાળકોને બચાવો! શહેરની આ 10 સ્કૂલ, મોદી સ્ટેડિયમ અને AMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

3

નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરાં કર્યા, કહ્યું- "જેમણે મારો વિરોધ કર્યો, તેમણે મને...."

4

માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

5

Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરના ગામડી વડ ખાતે આવેલ શ્રી ગણેશ આંગડિયા પેઢીમાં મોકલેલ મુંબઇ "સ્ટીલ ઇન્ડી" નામની કંપનીના માલિકના રૂપિયા 45 લાખ દિનેશ નામના અજાણ્યા શખ્સે રૂપિયા 10ની નોટનો સિરીયલ નંબર બતાવીને કમિશન કાપીને રૂ. 44,82,000 ઉપાડી ફરાર થઈ જવાનો ચોકાવનારો બનાવ સામે આવવા પામ્યો છે.

"મેં નટવરલાલ બોલ રહા હું, આપ કે દોસ્ત સંજયભાઈ સે મેરી બાત હુઈ હૈ..."
મુંબઈના લોવર પરેલ ખાતે રહેતાં અને સ્ટીલ મેટલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈ શાહને ગત તારીખ 29/09/2026ના રોજ 'નટવરલાલ' નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, "મેં નટવરલાલ બોલ રહા હું, આપ કે દોસ્ત સંજયભાઈ સે મેરી બાત હુઈ હૈ અગર આપકો કોઇ મુંબઇ મે પૈસા ચાહીએ તો મેરે પાસ મુંબઇ મેં પડા હુઆ હૈ ઓર આપ મુજે દિલ્લી મે ભરત પ્રવિણ આંગડીયા મે દે " તેવી વાત કરી ફોન મુકી દીધો હતો.

Gujarat News Live: અમદાવાદની 10 નામાંકિત સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, રેપો રેટમાં ફરી વધારો, સુશાસનના 25 વર્ષ પૂર્ણ

સાંજે નટવરલાલનો ફોન બંધ આવતાં શંકા ગઈ અને ખૂલ્યો ભેદ
તેણે પોતાને તેમનાં મિત્ર સંજયભાઈ નો પરિચિત ગણાવીને દાવો કર્યો હતો કે તેને દિલ્હીમાં નાણાં જોઈએ છે અને તે સામે મુંબઈમાં 45 લાખ રૂપિયા રોકડા આપશે તેમ જણાવ્યું હતું.આથી, નરેન્દ્રભાઈ શાહે દિલ્હી ખાતેના પોતાના કર્મચારી નંદુ તિવારીને 'ભરત પ્રવીણ આંગડીયા પેઢી' મારફતે રૂ.45 લાખ નટવરલાલ કહ્યા મુજબ મોકલવા સૂચના આપી હતી. આ સાથે મુંબઈમાં નાણાં મેળવવા માટે પોતાના માણસ અભિષેકને તૈયાર રાખ્યો હતો. સાંજે નટવરલાલનો ફોન બંધ આવતાં શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે,આરોપી નટવરલાલે નંદુ તિવારી પાસેથી રૂપિયા ૧૦ની નોટનો સિરીયલ નંબર વોટ્સએપ પર મેળવી લીધો હતો અને દિલ્હી આંગડિયા પેઢી મારફતે તે નાણાં આણંદ સ્થિત શ્રી ગણેશ આંગડિયા પેઢી ખાતે ટ્રાન્સફર કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં નાણાં લઈ જનાર અજાણ્યો શખ્સ કેમેરામાં કેદ
દિલ્હીથી નાણાં આણંદ પહોંચતા જ નટવરલાલના મળતિયા દિનેશ નામના શખ્સે ધોળકાનાં બદરખા ગામનાં અનીલકુમાર ચમનલાલ મથવાણી અને વડોદરાનાં અમીતકુમાર શંકરલાલ ખત્રીને આણંદ ગામડીવડ ખાતેની શ્રી ગણેશ આંગડીયા પેઢીમાં જઈ, રૂપિયા ૧૦ની નોટનો સિરીયલ નંબર બતાવીને નાણા લેવા મોકલ્યા હતા અને બન્ને જણા આંગડીયા પેઢીમાંથી કમિશન કાપીને રૂ. ૪૪,૮૨,લાખ લઈને દિનેશને આપતા દિનેશ આ નાણા લઈને ફરાર થઈ ગયો હતો.આ અંગે જાણ થતાં વેપારી નરેન્દ્રભાઈ શાહે આણંદની ગણેશ આંગડીયા પેઢી ખાતે પહોંચી રૂબરૂ તપાસ કરી હતી, જ્યાં સીસીટીવી ફૂટેજમાં નાણાં લઈ જનાર અજાણ્યો શખ્સ કેમેરામાં કેદ થયો હતો. વેપારીની વાતમાં આવીને વિશ્વાસઘાત કરનાર મુખ્ય આરોપી નટવરલાલ, તેના સાગરીત દિનેશ તથા અન્ય સંડોવાયેલા મળતિયાઓ વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર

45 લાખની છેતરપીંડીનાં ગુનામાં સંડોવાયેલા બે શખ્સો કાર લઈને ફરાર
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે 45 લાખની છેતરપીંડીનાં ગુનામાં સંડોવાયેલા બે શખ્સો કાર લઈને અમદાવાદથી વડોદરા તરફ જનાર છે,જે બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસ મથકના પીઆઇ જે એસ કંડોરીયાની સુચના અને માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ એસ.બી ઝાલા અને લોટીયા ભાગોળ પોલીસ ચોકીના પીએસઆઈ એસ ડી પટેલ અને સ્ટાફએ ગામડી ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કાર આવતા પોલીસે કારમાં સવાર આરોપીઓ અનીલકુમાર ચમનલલા શ્રીચંદભા્ઈ મથવાણી રહે. શુભવિલા સોસાયટી બદરખા તા.ધોળકા જિ,અમદાવાદ અને અમિતકુમાર શંકરલાલ પરસોત્તમદાસ ખત્રી રહે. વડોદરા પરીમલ એવન્યુ ફલેટસ,છાણી જકાતનાકા પાસેને ઝડપી પાડી તેઓને આણંદ ટાઉન પોલીસ મથકમાં લઈ જઈ બન્નેની છેતરપીંડીનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આરોપીઓની ઓળખ છતી થઈ...
આ અગાઉ પકડાયેલા બન્ને આરોપીઓએ સુરતમાં પણ આજ રીતે આંગડીયા પેઢી સાથે ઠગાઈ કરી હતી અને જે અંગે સુરત ડીસીબી પોલીસ મથકમાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી.જયારે દિનેશ તરીકે ઓળખ આપી નાણા લઈ ફરાર થઈ ગયેલો શખ્સ ચિરાગ હોવાની ઓળખ થતા પોલીસે તેઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

નવરાત્રિ ટાણે ખેલૈયાઓ સાવધાન! અસુરક્ષિત ટેટૂ તમને જિંદગીભરનું આપી શકે છે દુ:ખ! આ રોગનો છે 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News