પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂરા થયાના અવસરે દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમની આ સફર 7 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ સાથે શરૂ થઈ હતી જે આજે 25 વર્ષ પૂરા કરી રહી છે. પીએમ મોદીએ આજે કહ્યું કે 2047 સુધીમાં દેશને વિક્સિત ભારત બનાવવાનો છે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પૂરો કરવાનો છે. આ સાથે જ પીએમ મોદીએ એવો નારો પણ આપ્યો કે આ અમે કરી દેખાડીશું.
જનતા જનાર્દનના સતત આશીર્વાદનું પરિણામ-પીએમ મોદી
નવી દિલ્હી ખાતે યોજાયેલી એક વિક્સિત ભારત સંકલ્પ સભામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે હું તમારા બધાનો અને દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું. 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે મે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે વિચાર્યું પણ નહતું કે આ પડાવ પણ આવશે. આજે મને સરકારના વડા તરીકે સતત સેવા કરતા 25 વર્ષ પૂરા થયા છે. જે જનતા જનાર્દનના સતત આશીર્વાદનું પરિણામ છે. ભાજપ, એનડીએ, લોકતંત્ર પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનારા તમામ રાજકીય સાથીઓનો હું આભાર વ્યક્ત કરું છું. દેશની જનતાના ચરણોમાં હું શીશ ઝૂકાવું છું.
તેમણે કહ્યું કે આજે હું જે કઈ છું, જ્યાં પણ છું, જે જવાબદારી પર છું, તેમાં સૌથી મોટું યોગદાન જનતા જનાર્દનનું છે. મારા માટે જનતા જનાર્દન ઈશ્વરનું જ રૂપ છે. લાખો કરોડો દેશવાસીઓના વિશ્વાસ અને લાખો કાર્યકરોનો પરિશ્રમ જ મારી સૌથી મોટી શક્તિ છે.
ભારતના સંવિધાનને વંદન
પીએમ મોદીએ કહ્યું કે આ દરમિયાન ઘણી ચૂંટણીઓ યોજાઈ પછી ભલે તે વિધાનસભા હોય કે લોકસભા ચૂંટણી. જનતાએ હંમેશા મને તેમની સેવા માટે પસંદ કર્યો. હું આજે ભારતના લોકતંત્રને, બંધારણને વંદન કરું છું. હું સેવા જ્યોતિ યાત્રામાં ભાગ લેનારા તમામ નાગરિકોનું પણ અભિવાદન કરું છું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશે મને ઘણું બધુ આપ્યું. આથી દેશ માાટે મારી જવાબદારી પણ સૌથી વધુ છે અને હું હ્રદયપૂર્વક એ માનું છું કે દેશના દરેક નાગરિકનો મારા પર સૌથી મોટો હક છે. આ 25 વર્ષનો જન વિશ્વાસ, આ 25 વર્ષનો અનુભવ ખુબ મોટી પૂંજી છે અને આ પૂંજી ફક્ત મોદીની નથી પરંતુ દેશની છે. મા ભારતીના દરેક સંતાન આ પૂંજીના અધિકારી છે.
મારી જાતને હજુ પણ વિદ્યાર્થી માનું છું
પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે કે હું જ્યારે વડનગરની શાળામા ભણતો હતો ત્યારે અમારા માસ્ટરજી ભાત ભાતના પાઠ ભણાવતા હતા અને ક્લાસમાં સૌથી પહેલા પહોંચનારા વિદ્યાર્થીઓમાં હંમેશા મારું નામ રહેતું હતું. શીખવાની એ ધગશ મારા જીવનનો ભાગ બની ગઈ અને હું આજે પણ મારી જાતને એક વિદ્યાર્થી જ માનું છું. દરરોજ કઈક નવું શીખવાનો પ્રયત્ન કરું છું.
જેમણે મારો વિરોધ કર્યો તેમણે મને લોકતંત્રની શક્તિ સમજાવી-પીએમ મોદી
તેમણે કહ્યું કે આજે હું જ્યારે પણ પાછો વળીને જોઉ છું તો મને ફક્ત કૃતજ્ઞતાનો ભાવ જ જોવા મળે છે. હું એ દરેક વ્યક્તિ, ઘટનાનો કૃતજ્ઞ છું જેણે મને કઈક કે કઈક શીખવાડ્યું છે. મને જીતાડ્યો, મને વિનમ્ર થતા શીખવ્યું, જેણે મને પાડ્યો મને ફરીથી ઊભા થવાનું શીખવાડ્યું. શુભચિંતકોએ મને પ્રોત્સાહિત કર્યો અને આલોચકોએ મને મારી અંદર ડોકિયું કરવાનું શીખવાડ્યું. જેણે મારો સાથ આપ્યો તેમણે મને વિશ્વાસની શક્તિ દેખાડી, જેમણે મારો વિરોધ કર્યો, મને લોકતંત્રની શક્તિ સમજાવી. દરેક સંકટ મારા ધૈર્યની પરીક્ષા રહ્યું અને દરેક સફળતાએ મારી જવાબદારીનો વિસ્તાર કર્યો તથા દરેક સિદ્ધિએ મોટા લક્ષ્યો તરફ વધવાનું સાહસ અને જુસ્સો આપ્યો.
પીએમ મોદીએ કહ્યું કે આજનો આ દિવસ ફક્ત યાદો માટે નથી. તે નવા સંકલ્પોને નવી ઉર્જાઓથી ભરવાનો દિવસ છે. આ દિવસ એ વાદાને દોહરાવવાનો અને તે ઈરાદાને વ્યક્ત કરવાનો છે જે કહે છે કે અમે કરીને રહીશું. લાલ કિલ્લા પરથી મે બધાના પ્રયાસની વાત કરી હતી. ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે જે જોશ અને જુસ્સો જોઈએ તે એક જ સંદેશ આપે છે કે અમે કરીને રહીશું, We Will Do It.
आज जब मैं पीछे मुड़कर देखता हूं, तो केवल कृतज्ञता का भाव ही नजर आता है। मैं कृतज्ञ हूं, हर उस व्यक्ति, हर उस घटना के प्रति जिसने मुझे कुछ न कुछ सिखाया है। जिसने मुझे जिताया, मुझे विनम्र होना सिखाया। जिसने मुझे गिराया, मुझे फिर खड़ा होना सिखाया। शुभचिंतकों ने मुझे प्रोत्साहित किया और आलोचकों ने मुझे अपने भीतर झांकना सिखाया। जिसने मेरा साथ दिया, मुझे विश्वास की शक्ति दिखाई। जिसने मेरा विरोध किया, मुझे लोकतंत्र की शक्ति समझाई। हर संकट मेरे धैर्य की परीक्षा रहा, हर सफलता ने मेरे दायित्व को विस्तार दिया और हर सिद्धि ने बड़े लक्ष्यों की तरफ बढ़ने का साहस और जज्बा दिया। - पीएम @narendramodi #25YearsOfSeva
— BJP (@BJP4India) October 7, 2026
મારા માટે ગુણગાનનો વિષય નથી-પીએમ
પીએમ મોદીએ આ સાથે કહ્યું કે જે રાષ્ટ્રના લોકોની ધમનીઓમાં આવો આત્મવિશ્વાસ લોહી બનીને દોડતો હોય તેમને કોઈ રોકી શકે નહીં. સરકારના વડા તરીકે 25 વર્ષની નિરંતર યાત્રાને લોકો સિદ્ધિ ગણે છે. પરંતુ મારા માટે વ્યક્તિગત ગુણગાનનો વિષય નથી કે ન તો તે કોઈ અવસર છે. મારા માટે રાજનીતિક રિપોર્ટ કાર્ડ ફક્ત સંગઠનનું કામ કરવાનો જ હતો. મેં ચૂંટણી લડાવી હતી પરંતુ એક પણ ચૂંટણી લડી નહતી. ચૂંટણી રાજકારણમાં ચમકવાની ઈચ્છા હોત તો બહુ પહેલા મેદાનમાં ઉતરી શક્યો હોત. પરંતુ આ મારો મિજાજ નહતો. કારણ કે બાળઅવસ્થામાં મને જે શિક્ષણ, દિક્ષા મળ્યા તે એ જ હતા કે હું મહત્વકાંક્ષા માટે નહીં પરંતુ મિશન માટે જીનારો માણસ રહ્યો છું. મને જે પણ જવાબદારી મળી તે નિભાવતો ગયો. જીવનનો એક જ ધ્યેય હતો કે દેશ માટે નિસ્વાર્થ કર્મ. માર માટે કર્મ જ બધુ છે, કર્મ જ મારો ધર્મ છે.
પદ-પ્રતિષ્ઠાનું કોઈ મહત્વ નથી- પીએમ મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે વાત દેશની હોય ત્યારે પદ, પ્રતિષ્ઠા, અધિકારનું કોઈ મહત્વ રહેતું નથી. આપણે આ અનાદિ રાષ્ટ્રમાં જન્મ લીધો છે, એ અહેસાસ જ અમૃત છે. તેની સામે સત્તા ભૂખ કશું જ નથી. પદ અને પ્રતિષ્ઠા તો દુનિયામાં ગમે ત્યાં મળી શકે છે. પરંતુ ભારત જેવી પુણ્ય ભૂમિ નહીં મળે. એ ભારત જેણે અંધકારના યુગમાં પણ માનવતાનું જ્ઞાન આપ્યું, મૂલ્યોનો પ્રકાશ આપ્યો. તે રાષ્ટ્રની સેવાની તક મળવી એ જ અમૂલ્ય છે.
તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે એક દિવસ એક અદભૂત, ગૌરવશાળી અને મહાન રાષ્ટ્રનો ઉદય થશે. મહર્ષિ અરબિંદોએ પણ કહ્યું હતું કે ભારતના ભાગ્યનો સૂરજ જરૂર ઉગશે અને તેની રોશની સમગ્ર વિશ્વને આલોકિત કરશે. અદમ્ય સાહસ અને અમિત જીજિવિષામાં તપેલા આપણા એ પૂર્વજો, આપણે તેમના જ સંતાન છીએ. એમના જ તપ, ત્યાગ અને બલિદાનોનું પરિણામ છે. આજે આપણી પાસે એક એવો દેશ છે જ્યાં આપણા સપના સ્વતંત્ર છે અને તેમને પૂરા કરવાનું સામર્થ્ય પણ આપણી પાસે છે. આજે જ
We Will Do It
પીએમ મોદીએ કહ્યું કે આજે 2026માં આપણે વિક્સિત ભારતનું જે સપનું જોઈ રહ્યા છીએ, તે જરૂર પૂરું થશે. ભારત હવે રોકાય તેવું કોઈ જ કારણ નથી. 100 વર્ષ પહેલા તો આપણે 40 કરોડથી પણ ઓછા હતા, આજે આપણે 140 કરોડથી પણ વધુ છીએ. 140 કરોડ દેશવાસીઓ મળીને 2047નું વિકસિત ભારત બનાવશે અને જરૂર બનાવશે. We Will Do It.