• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

Cracked Heels-Lips Remedy: શિયાળો શરુ થાય તે પહેલાથી જ એડી અને હોઠની માવજત કરવા માટે ઉપાય કરી લેવામાં આવે તો ઠંડીમાં એડી અને હોઠ ફાટે નહીં. આજે તમને એવા જ ઘરેલુ ઉપાય જણાવીએ જેને અત્યારથી અમલમાં મુકી દેશો તો શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ હોઠ કે એડી ફાટશે નહીં.

Written ByKrupa Shah
Published: Oct 07, 2026, 12:51 PM IST|Updated: Oct 07, 2026, 12:53 PM IST
joinshare
Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Curd Storage: ફ્રીજમાં રાખેલું દહીં કેટલા દિવસ પછી ચેક કરીને વાપરવું જોઈએ જાણો

    Curd Storage: ફ્રીજમાં રાખેલું દહીં કેટલા દિવસ પછી ચેક કરીને વાપરવું જોઈએ જાણો

    2

    ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી, YouTube પર લાઈક અને પછી બિટકોઇનમાં લાખોનો ચૂનો! સુરતમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો, 4 ઠગ ઝડપાયા

    3

    Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

    4

    અમદાવાદીઓ તમારા બાળકોને બચાવો! શહેરની આ 10 સ્કૂલ, મોદી સ્ટેડિયમ અને AMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    5

    નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરાં કર્યા, કહ્યું- "જેમણે મારો વિરોધ કર્યો, તેમણે મને...."

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Cracked Heels-Lips Remedy: શિયાળો શરુ થાય એટલે હોઠ અને એડી ફાટવાની ફરિયાદો વધી જાય છે. આ સમસ્યા સૌથી વધારે મહિલાઓને સતાવતી હોય છે. જો તમે ઈચ્છતા હોય કે આ વખતે શિયાળામાં તમારે આ તકલીફમાંથી ન પસાર થવું પડે તો ચાલો તેનો સરળ રસ્તો તમને જણાવી જઈએ.

    જેમ જેમ ઠંડીની શરુઆત થાય તેમ સ્કિન ડ્રાય રહેવા લાગે છે. જેના કારણે સૌથી વધારે હોઠ ફાટવાની ફરિયાદ રહે છે. આ સિવાય મહિલાઓને એડી ફાટવાની તકલીફ પણ વધારે રહે છે. હોઠ અને એડીની સ્કિન હદ કરતાં વધારે ફાટે તો તેમાંથી લોહી પણ નીકળે છે અને દુખાવો પણ થાય છે. આ વર્ષે શિયાળામાં હોઠ અને એડીની ફાટેલી સ્કિનના કારણે તકલીફ ન પડે તે માટે અત્યારથી આ કામ શરુ કરી દેજો.

    શિયાળામાં એડી ન ફાટે તેના માટે શું કરવું ?

    શિયાળામાં ઠંડી હવાના કારણે એડીની સ્કિન ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. આ સ્થિતિથી બચી શકાય જો સમયસર એડી ન ફાટે તેના માટેના ઉપાય શરુ કરી દેવામાં આવે. તેના માટે અત્યારથી નાળિયેર તેલનો આ ઉપાય કરવાનું શરુ કરી દો. શિયાળામાં એડીની સ્કિન ન ફાટે તે માટે ઘરે જ એડી માટે ખાસ ક્રીમ બનાવી લો. તેના માટે 4 ચમચી નાળિયેર તેલમાં 1 ચમચી પેટ્રોલિયમ જેલી, વિટામિન ઈની કેપ્સ્યૂલ અને કપૂર મિક્સ કરો. આ મિશ્રણને બરાબર હલાવી સ્ટોર કરી લો. રોજ રાત્રે સૂતા પહેલા પગ પાણીથી સાફ કરો, કપડાથી કોરાં કરો અને પછી આ ક્રીમ લગાડી 2 મિનિટ મસાજ કરો. જો ફાવે તો રાત્રે મોજા પહેરીને સુવું. અત્યારથી રોજ આ ક્રીમ લગાડશો તો શિયાળામાં પણ એડી એકદમ સોફ્ટ અને મુલાયમ રહેશે.

    હોઠ ન ફાટે તે માટે શું કરવું ?

    તમારા હોઠ શિયાળા સિવાય પણ વારંવાર ફાટતા હોય તો સૌથી પહેલા તો પાણી પીવાનું પ્રમાણ વધારો. પુરતાં પ્રમાણમાં પાણી ન પીવાતું હોય તો સ્કિન ડ્રાય થઈ જાય છે અને હોઠ ફાટે છે. તેથી પુરતાં પ્રમાણમાં પાણી પીવું. આ સિવાય દિવસમાં 2 વખત હોઠ પર એલોવેરા જેલ લગાડો. હોઠની સ્કિન નાજુક અને પાતળી હોય છે. એલોવેરા જેલ હોઠની સ્કિનને મુલાયમ અને સોફ્ટ રાખશે અને હોઠ ફાટશે નહીં.

    હોઠ ન ફાટે તે માટે અન્ય એક દેશી નુસખો પણ છે. આ નુસખો છે નાભિમાં તેલ લગાડવાનો. અત્યારથી સુતા પહેલા નાભિમાં 2 ટીપા નાળિયેરનું તેલ મુકવું. નાભિમાં નાળિયેરનું તેલ મુકવાથી ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે છે. જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમણે રોજ આ કામ કરવું જોઈએ તેનાથી સ્કિનની ડ્રાયનેસ ઓછી થઈ શકે છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News