• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો; રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો વધારો, ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ફરી ગોઝારો અકસ્માત
Live Now

Gujarat News Live: લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો; રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો વધારો, ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ફરી ગોઝારો અકસ્માત

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 07 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 07, 2026, 08:48 AM IST|Updated: Oct 07, 2026, 10:39 AM IST
joinshare
Gujarat News Live: લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો; રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો વધારો, ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ફરી ગોઝારો અકસ્માત
07 Oct 2026 10:39 IST (IST)
share

Gujarat News Live: ઓલ ઈન્ડિયા રેડિયોમાં ઘૂસણખોરી કરવા બદલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ FIR દાખલ

ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા દિલ્હી પોલીસમાં દાખલ કરાયેલી ફરિયાદના આધારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 6 ઓક્ટોબરના રોજ ઈન્ડિયા બ્લોક ઈલેક્શન કમિશન કૂચ દરમિયાન પરવાનગી વિના ઓલ ઈન્ડિયા રેડિયો ભવન સંકુલમાં પ્રવેશવાનો આરોપ છે. પોલીસે ચૂંટણી પંચ સામે વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓને આગળ વધતા અટકાવ્યા હતા. આ પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા નેતાઓ ઓલ ઈન્ડિયા રેડિયો સંકુલમાં પ્રવેશ્યા અને ધરણા કર્યા. નવ કલાક ચાલેલા સંઘર્ષ બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓની અટકાયત કરી. ઓલ ઈન્ડિયા રેડિયોની ફરિયાદ બાદ હવે પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

07 Oct 2026 10:11 IST (IST)

Gujarat News Live: લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો; રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો વધારો

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો વાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વ્યાજદરો અંગે મહત્વનો નિર્ણય લેતા રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ હવે તમામ પ્રકારની બેંક લોન, જેવી કે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન પરના વ્યાજદરો વધી શકે છે, જેના કારણે સામાન્ય લોકો પર માસિક હપ્તા (EMI) નું ભારણ વધશે. દેશમાં વધતી જતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રિઝર્વ બેંક દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

07 Oct 2026 10:00 IST (IST)

Gujarat News Live: હોર્મુઝ અને બ્લેક સીમાં ઘાતક હુમલા! 34 ભારતીયોનો આબાદ બચાવ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી એકવાર કોમર્શિયલ જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. પનામાના જહાજ પર થયેલા હુમલામાં 11 ભારતીય નાવિક ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. તો રશિયાના બ્લેક સીમાં લાઈબિરિયાના જહાજ પર હુમલો કરવાામાં આવ્યો છે. આ હુમલામાં 23 ભારતીયોનો બચાવ થયો છે.
 

07 Oct 2026 09:59 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મનપાની ચૂંટણી સભામાં ગેનીબેન ગર્જ્યા, કહ્યું- 'તાકાત હોય તો દિવસે બેનર ફાડજો...'

ગાંધીનગર વોર્ડ નંબર 6ની જાહેર સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બેનર ફાડવા મુદ્દે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે રાત્રે બેનરો ના ફડાય. રાત્રે કોઈને ખબર ના હોય એવી રીતે બેનર ના ફડાય. તમારામાં તાકાત હોય 56 ઇંચની છાતી હોય તો દિવસે બેનરો ફાડજો તો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં. પોલીસ અહીંથી બધાને ધમકી આપે છે રિક્ષાવાળાને અને બધાને એસપી ખુદ ફોન કરે છે. 

07 Oct 2026 09:58 IST (IST)

Gujarat News Live: ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત

ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા છે. મહુવા નજીક આવેલી રોહીશા ચોકડી પાસે અકસ્માત થયો છે. અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ તમામ લોકો પરપ્રાંતિય હોવાની જાણકારી મળી રહી છે. ખાનગી કારખાનામાં કામ કરતા લોકો મહુવા તરફ જતા હતા.

ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ૧નું મોત, ૩ ઇજાગ્રસ્ત #Bhavnagar #Gujarat #BreakingNews #News https://t.co/O4vEtP9iOJ

— Zee 24 Kalak (@Zee24Kalak) October 7, 2026

07 Oct 2026 09:02 IST (IST)

Gujarat News Live: અમદાવાદ એરપોર્ટ પરથી 45 લાખનું સોનું ઝડપાયું, કુવૈતથી આવેલા દંપતીએ બેગેજ, પર્સ અને કપડાંમાં છુપાવ્યું હતું સોનું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફ્લાઈટ મારફતે કુવૈતથી આવેલા એક દંપતી પાસેથી ₹45 લાખની કિંમતનું 308.710 ગ્રામ ગેરકાયદેસર સોનું ઝડપી પાડ્યું છે. શાતિર દંપતીએ સોનાની તસ્કરી કરવા માટે બેગેજ, પર્સ તેમજ પોતાના કપડાંમાં સોનું છુપાવી રાખ્યું હતું, પરંતુ એરપોર્ટ પર તૈનાત કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતાં હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન આ બિનહિસાબી સોનું પકડાઈ ગયું હતું. હાલમાં કસ્ટમ વિભાગે સોનાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

07 Oct 2026 09:01 IST (IST)

Gujarat News Live: જૂનાગઢના વીજાપુરમાં પ્રેમસંબંધની આશંકાએ યુવક અને તેના ભાઈઓ પર છરી વડે જીવલેણ હુમલો

જૂનાગઢના વીજાપુર ગામમાં પ્રેમસંબંધની આશંકા રાખી સાગર વાળા નામના શખ્સે એક યુવક પર છરી વડે નિષ્ઠુર હુમલો કર્યો હતો. પોતાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈને તેને બચાવવા વચ્ચે પડેલા તેના અન્ય ભાઈઓ પર પણ હુમલાખોરે છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર લોહિયાળ અને ભયાનક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

07 Oct 2026 09:01 IST (IST)

Gujarat News Live: દહેગામમાં કારની અડફેટે માસૂમ બાળકીનું મોત

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ બ્લોક હેલ્થ ઓફિસ કેમ્પસની આંગણવાડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. આંગણવાડીમાં વજન કરાવવા માટે આવેલી એક અબુધ માસૂમ બાળકીને અચાનક પૂરપાટ ઝડપે આવેલી કારે જોરદાર અડફેટે લીધી હતી. પોતાની વહાલી દીકરીને બચાવવા માટે માતાએ વચ્ચે પડીને ભગીરથ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ કરૂણ ઘાતમાંથી બાળકીને બચાવી શકાઈ ન હતી અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં દીકરીને બચાવવા ગયેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અચાનક બનેલી દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

07 Oct 2026 09:00 IST (IST)

Gujarat News Live: સુરત નવરાત્રીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરતમાં નવરાત્રીના પાવન તહેવારને લઈને પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં નવરાત્રી અને દુર્ગા મૂર્તિ વિસર્જનને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં દુર્ગા માતાની 4 ફૂટથી વધુ ઊંચાઈની માટીની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપવા અને જાહેર માર્ગે લઈ જવા પર પ્રતિબંધ. POPની મૂર્તિઓ બનાવવા, વેચવા, સ્થાપવા અને જાહેર માર્ગે પરિવહન કરવા પર પ્રતિબંધ. SMC દ્વારા નક્કી કરાયેલા સ્વીકાર કેન્દ્રો સિવાય અન્ય કુદરતી સ્થળે મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય. વિસર્જન બાદ બે દિવસથી વધુ મંડપ રાખી શકાશે નહીં. પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાયના અન્ય રૂટ પરથી મૂર્તિ વિસર્જન માટે જવા પર પ્રતિબંધ. ઝેરી કેમિકલયુક્ત અને પાણીમાં સરળતાથી ન ઓગળે તેવા રંગોના ઉપયોગ પર પ્રતિબંધ. તળાવ, કૂવા, નદી અને નહેર સહિતના કુદરતી જળસ્ત્રોતોમાં સીધું વિસર્જન નહીં કરી શકાય. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે BNS કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

07 Oct 2026 09:00 IST (IST)

Gujarat News Live: બોટાદમાં ત્રણ વર્ષ પહેલા દાદા, દાદાની હત્યા કરનાર ભત્રીજાને આજીવન કેદ

બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગઢડાના ધુફણીયા ગામે ત્રણ વર્ષ પહેલા દાદા, દાદાની હત્યા કરનાર ભત્રીજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જમીનના ભાગ બાબતે દાઝ રાખીને ભત્રીજાએ દાદા-દાદીને ટ્રેક્ટરથી કચડી નાખ્યા હતા. 23 ઓગષ્ટ 2023ના રોજ ગણેશભાઈ રાઘવાણી તેમજ બાઘુબેન રાઘવાણી ઉપર ટ્રેક્ટર ચડાવી હત્યા કરાઈ હતી. જે કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી જયદિપ વશરામભાઈ રાઘવાણીને આજીવન કેદની સજા ફટકારી છે. 

07 Oct 2026 08:59 IST (IST)

Gujarat News Live: મુખ્યમંત્રીથી શરૂ થયેલી સેવાની સફરના 25 વર્ષ થયા પૂર્ણ, પીએમ મોદી આજે દેશવાસીઓને કરશે સંબોધન

ગુજરાતના તમામ જિલ્લા તથા મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે સવારે 9:00 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લેવડાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી પણ સંબોધન કરશે. ગુજરાતના તમામ જિલ્લા તથા મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ના પ્રસ્થાન સ્થળેથી સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
"રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર

"રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર

2

હોમ લોનથી લઈને કાર લોન થઈ જશે મોંઘી, વધી જશે તમારો EMI, RBIએ રેપો રેટમાં કર્યો વધારો

3

SIR પર હંગામા વચ્ચે મોટા સમાચાર, ચૂંટણી પંચે જણાવ્યું યાદીમાંથી કોના કપાઈ ગયા નામ

4

Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી

5

Archana Gautam: લ્યો બોલો, ચોર કેફેમાંથી આખું કેશ બોક્સ લઈને ફરાર, અભિનેત્રી અર્ચના ગૌતમના કેફેની ઘટના, જુઓ CCTV

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...