• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી

Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી

Tulsi Plant Care: જો ઘરમાં રાખેલા તુલસીના છોડમાં ગ્રોથ જોવા ન મળે અને અચાનક તુલસીનો છોડ સુકાવા લાગે તો તેનું કારણ તેની આસપાસ રાખેલા આ 5 છોડ પણ હોય શકે છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા કયા છોડ છે જે તુલસીના છોડ પાસે હોય તો તુલસીનો ગ્રોથ અટકી શકે.

Written ByKrupa Shah
Published: Oct 07, 2026, 08:51 AM IST|Updated: Oct 07, 2026, 08:53 AM IST
joinshare
Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    SIR પર હંગામા વચ્ચે મોટા સમાચાર, ચૂંટણી પંચે જણાવ્યું યાદીમાંથી કોના કપાઈ ગયા નામ

    SIR પર હંગામા વચ્ચે મોટા સમાચાર, ચૂંટણી પંચે જણાવ્યું યાદીમાંથી કોના કપાઈ ગયા નામ

    2

    Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી

    3

    Archana Gautam: લ્યો બોલો, ચોર કેફેમાંથી આખું કેશ બોક્સ લઈને ફરાર, અભિનેત્રી અર્ચના ગૌતમના કેફેની ઘટના, જુઓ CCTV

    4

    Opposition Protests: વિપક્ષના ધરણામાં થયો હાઈ વોલ્ટેજ ડ્રામા, વિરોધ પ્રદર્શનમાં મોડી રાત સુધીમાં શું-શું થયું જાણો

    5

    પોસ્ટ ઓફિસે બદલ્યા આ નિયમો, સુકન્યા યોજનાથી લઈને PPF પર થશે અસર

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Tulsi Plant Care: ચોમાસાની વિદાય પછીનો સમય એવો હોય છે જ્યારે દિવસ દરમિયાન આંકરો તડકો પડે છે અને સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં થતા આ ફેરફારની અસર ઘરમાં રાખેલા તુલસીના છોડ પર પણ થાય છે.  વાતાવરણની સાથે તુલસીના છોડને તેની આસપાસ રહેલી વસ્તુઓ પણ અસર કરતી હોય છે. ઘરમાં રાખેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય કે તેના પાન ખરવા લાગે તો તેની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે ચાલો તમને જણાવીએ.

    ચોમાસા પછી ઘરમાં રાખેલા તુલસીના છોડનો ગ્રોથ ઓછો થઈ જાય કે તેના પાન ખરવા લાગે કે પછી તેનો રંગ ધીરે ધીરે ભુરો થવા લાગે તો આ સમય છે કે તમારે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ પર નજર કરવાની જરૂર છે. ખાસ કરીને તુલસીની માટી અને તુલસીની આસપાસ રહેલા અન્ય છોડ પર. તુલસીની માટી અને તેની આસપાસ રહેલા છોડ તુલસીના ગ્રોથને અટકાવી શકે છે. તેનું મુખ્ય કારણ છે કે કેટલાક છોડ એવા હોય છે જેની પાણીની અને માટીની જરૂરિયાતો અલગ હોય છે. તો તમે તુલસીના છોડની નજીક આ છોડ વાવેલા હોય તો તેની અસર તુલસીના છોડને થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ તુલસીના છોડની પાસે કયા છોડ ન રાખવા જોઈએ.

    તુલસીની પાસે ન રાખવા આ છોડ

    - તુલસીના છોડની પાસે વરીયાળીનો છોડ રાખવો યોગ્ય નથી ગણાતો. વરીયાળીના છોડમાંથી કેટલાક નેચરલ કેમિકલ રિલીઝ થતા હોય છે આ કેમિકલ તુલસી સહિતના છોડના ગ્રોથને અસર કરી શકે છે. જો તમારે તુલસીના છોડનો ગ્રોથ વધારવો હોય તો વરિયાળી નો છોડ તુલસીથી દૂર રાખવો.

    - ઘણા લોકો ઘરમાં અજમાના પાન પણ ઉગાડતા હોય છે. અજમા પણ ઔષધીય ગુણ ધરાવતો છોડ છે પરંતુ તુલસીની પાસે આ છોડ વાવવો મોટી ભૂલ સાબિત થઈ શકે. અજમા અને તુલસીની માટેની જરૂરિયાતો અલગ હોય છે. અજમા સુકી માટીમાં થાય છે જ્યારે તુલસીને ભેજવાળી માટીની જરૂર હોય છે. એટલા માટે આ બંને છોડને અલગ અલગ રાખવા હિતાવહ રહે છે.

    - આ બે છોડ સિવાય કેટલાક શાકભાજી પણ એવા છે જે તુલસીના છોડની આસપાસ હોય તો તુલસીને નુકસાન થઈ શકે છે. જેમકે કાકડીની વેલ તુલસીના છોડના ગ્રોથને અસર કરી શકે છે. કાકડીની વેલને ગ્રોથ માટે વધારે પાણી અને પોષક તત્વ ની જરૂર હોય છે જો આ બંને છોડ નજીક હોય તો તુલસીના છોડને પૂરતું પાણી અને પોષણ નથી મળતું. કાકડી સિવાય કોબી અને કેળા એટલે કે કેળનું ઝાડ પણ તુલસીની નજીક ન હોય તે જ સારું રહે છે. કોબી અને કેળા જેવા છોડ પણ તુલસીના ગ્રોથને અસર કરે છે તેથી તેને તુલસીના છોડથી દૂર રાખવા.

    તુલસીના છોડ પાસે કયા પ્લાન્ટ વાવી શકાય ?

    જો તમારા ઘરમાં ગાર્ડન માટે જગ્યા ઓછી છે અને તુલસી ના છોડની નજીક તમારે કોઈ છોડ વાવવા જ પડે તેવું છે તો એવા છોડની પસંદગી કરો જે તુલસીના ગ્રોથને સપોર્ટ કરે. આવા છોડમાં ટમેટાનો છોડ, કોથમીર, ગલકોટાના ફૂલ વગેરેનું સમાવેશ થાય છે. જો તમે તુલસીના છોડની પાસે અન્ય કોઈપણ છોડ ન વાવ્યો હોય તેમ છતાં તુલસીનો છોડ વધતો ન હોય અથવા તો સુકાઈ જતો હોય તો તુલસીની માટી બદલવી અને તેમાં ખાતર ઉમેરવું.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News