Opposition Protests Update: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મામલે સીજેપી પછી કોંગ્રેસ સહિતના વિપક્ષ દળ એક થયા છે. મંગળવારે તમામ લોકોએ સાથે મળી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ શરુ કરી હતી. આ સમયે વિરોધ પ્રદર્શનમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. વિપક્ષી દળોનું આ વિરોધ પ્રદર્શન સવારે 8 થી ચાલી રહ્યું હતું. છેલ્લે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી.
વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે માર્ચને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા તો રાહુલ ગાંધી સહિત સમાજવાદી પાર્ટીના ઘણા નેતા બેરિકેડ પર ચઢી ગયા હતા. અને ત્યાંથી કુદી આગળ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. રાહુલ ગાંધીએ તો બેરીકેડ પર ચઢી લોકોનું અભિવાદન કર્યું અને રાષ્ટ્રધ્વજ બેરિકેડ પર ઊભા રહીને ફરકાવ્યો.
આકાશવાણી ભવનમાં ઘુસવાનો પ્રયત્ન
વિરોધ પ્રદર્શનના હાઈ વોલ્ટેજ ડ્રામામાં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અચાનક આકાશવાણી ભવનમાં ઘુસવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જો કે આકાશવાણી ભવનના નિયમ અનુસાર ગાર્ડે તેમને ગેટ પર જ રોકી લીધા. આકાશવાણી ભવનમાં ઘુસવા ગયેલા રાહુલ ગાંધીને જોઈને વિપક્ષના નેતાઓ પર આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ ત્યારબાદ વાત એવી સામે આવી કે રાહુલ ગાંધી આકાશવાણી ભવનની અંદરથી ચુંટપણી પંચની ઓફિસ સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
વિપક્ષી નેતાઓની અટક
વિપક્ષના નેતાઓના ડ્રામા પછી અંતે પોલીસે નેતાઓની અટકાયત કરવાનું શરુ કર્યું. પોલીસે પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી, ડેરેક ઓબ્રાયન સહિતના નેતાઓની અટકાયત કરી લીધી હતી. કલાકો સુધી ચાલેલી ગરમાગરમી પછી પોલીસ એકશન મોડમાં આવી અને તમામ મોટા નેતાઓને પરિસરમાંથી હટાવ્યા ત્યારબાદ ધરણાનો અંત થયો.
આ તમામ ઘટના વચ્ચે ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મંગળવારે સાંજે 4 કલાક સુધી કોઈપણ પક્ષ તરફથી ઔપચારિક મુલાકાત માટે જાણ કરવામાં નથી આવી. ચૂંટણી પંચને પણ મીડિયા રિપોર્ટ પરથી ખબર પડી છે કે રાજકીય પક્ષના કેટલાક સાંસદ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ચૂંટણી પંચને મળવા માંગે છે. પણ સાંજ સુધીમાં તેમને કોઈ જાણકારી મળી ન હતી.