• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

Smriti Mandhana Captain : BCCIએ સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ત્રણેય ફોર્મેટ માટે કેપ્ટન બનાવી છે. સ્મૃતિ લાંબા સમયથી વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી રહી હતી, ત્યારે હવે તે કેપ્ટન તરીકે ભારતીય ટીમનેનવી ઊંચાઈઓ પર લઈ જશે.

Written ByDilip Chaudhary
Published: Oct 06, 2026, 09:44 PM IST|Updated: Oct 06, 2026, 09:47 PM IST
joinshare
સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20માં ભારતની જીત, કેપ્ટન ઐયરે ફટકારી સદી

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20માં ભારતની જીત, કેપ્ટન ઐયરે ફટકારી સદી

2

સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

3

ન્યૂઝીલેન્ડ T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ભુવનેશ્વર કુમારની 4 વર્ષ બાદ વાપસી, જાણો કોનું કપાયું પત્તુ

4

સારવારના ખર્ચના 10 ટકા તમારે આપવા પડશે? હેલ્થ ઈન્શ્યોરન્સમાં આવી રહ્યો છે નવો નિયમ

5

દહેજથી શારીરિક શોષણ સુધી! બિલ્ડર પતિની પાપલીલા, પતિના મિત્રની પણ છેડતીનો ભોગ બની

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Smriti Mandhana Captain : BCCIએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે મહિલા ક્રિકેટ ટીમની કમાન સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે. હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપ છોડ્યા બાદ મંધાનાને ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે અને T20માં ભારતીય મહિલા ટીમની નવી નિયમિત કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી, સ્મૃતિ લાંબા સમયથી વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી રહી છે અને તેનો અનુભવ ભારતીય ક્રિકેટને નવા યુગમાં લઈ જવામાં નિર્ણાયક સાબિત થશે.

સ્મૃતિ મંધાનાની શાનદાર કારકિર્દી

સ્મૃતિ મંધાના પાસે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક લીગમાં પણ કેપ્ટનશીપનો વ્યાપક અનુભવ છે. તેના નેતૃત્વ હેઠળ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ 2024 અને 2026માં વિમેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે, તેણે અગાઉ જરૂરિયાતના સમયે 18 T20 અને 4 વન-ડે મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. BCCIને અપેક્ષા છે કે મંધાનાની દ્રષ્ટિ અને વ્યૂહાત્મક કુશળતા ટીમ ઈન્ડિયાની સફળતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

કેપ્ટન બન્યા બાદની પ્રતિક્રિયા

કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ પ્રતિક્રિયા આપતા સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, ભારતીય ટીમની કમાન સંભાળવી એ મારા માટે ખૂબ જ ખાસ અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે હંમેશાં ખૂબ મહત્વનું રહ્યું છે અને ટીમનું નેતૃત્વ કરવાની તક એવો અનુભવ છે જેને હું હંમેશાં યાદ રાખીશ. મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું BCCI, પસંદગીકારો, મારી સાથી ખેલાડીઓ અને ચાહકોનો આભાર માનું છું. હું હરમનપ્રીતના અમૂલ્ય યોગદાનની પણ નોંધ લેવા માંગુ છું, જેણે હંમેશાં સમર્પણભાવ સાથે ટીમનું નેતૃત્વ કર્યું છે.

 

A dawn of a new era ✨ Smriti Mandhana takes charge as the Captain of the Indian Women's cricket team 🇮🇳 Go well, Captain 🫡 More details ▶️ https://t.co/tbLb4jOiCn #TeamIndia | @mandhana_smriti https://t.co/27AxmrUhKt

— BCCI (@BCCI) October 6, 2026

 

BCCI પ્રમુખે પણ અભિનંદન પાઠવ્યા

મંધાનાને તેની નિમણૂક બદલ અભિનંદન આપતા BCCI પ્રમુખ મિથુન મન્હાસે કહ્યું કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જવાબદારી સંભાળવા બદલ હું સ્મૃતિ મંધાનાને અભિનંદન આપું છું. તે વર્ષોથી ભારતીય ક્રિકેટનો અભિન્ન અંગ રહી છે અને તેણે સતત મોખરે રહીને નેતૃત્વ કરવાની ક્ષમતા દર્શાવી છે. રમત પ્રત્યેની તેની સમજ અને તેનો અનુભવ આ નવી ભૂમિકામાં અમૂલ્ય સાબિત થશે. BCCIને મંધાના પર પૂરો વિશ્વાસ છે અને અમને ખાતરી છે કે તે તેની આગવી વ્યાવસાયિકતા સાથે ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News