Health Insurance Rule: હેલ્થ ઈન્શ્યોરન્સ ધારકો માટે એક મોટો ફેરફાર થઈ શકે છે. 1 જાન્યુઆરી 2027થી રિટેલ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં 10 ટકા કો-પેમેન્ટ લાગૂ કરવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વીમા કાઉન્સિલ તેના પર વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવ લાગૂ થાય છે તો હોસ્પિટલની સારવારમાં વીમા તરફથી મંજૂર ખર્ચના 10 ટકા હિસ્સો ગ્રાહકોએ પોતાના ખિસ્સામાંથી આપવો પડશે, જ્યારે બાકી 90 ટકા રકમ વીમા કંપની આપશે. પરંતુ ગ્રાહક પર પડનાર કો-પેમેન્ટ એક ક્લેમમાં મહત્તમ 5 લાખ રૂપિયા સુધી રાખવાનો પ્રસ્તાવ છે. તેવામાં આ ફેરફારથી તમારી હેલ્થ પોલિસી અને ખિસ્સા પર કેટલી અસર પડશે, આવો સમજીએ.
વિગતવાર સમજો
જો કોઈ સારવારમાં માન્ય ક્લેમ 5 લાખ રૂપિયા છે, તો 10 ટકા એટલે 50 હજાર રૂપિયા ગ્રાહકે આપવા પડશે, જ્યારે બાકીના 4.5 લાખ રૂપિયા વીમા કંપની આપશે. મહત્વનું છે કે કો-પેમેન્ટ સંપૂર્ણ હોસ્પિટલના બિલ પર નહીં, પરંતુ વીમા કંપની દ્વારા મંજૂર કરવામાં આવેલી રકમ પર લાગૂ થશે. ઉદાહરણ માટે હોસ્પિટલનું બિલ 5 લાખ રૂપિયા છે, પરંતુ પોલિસીની શરતો બાદ માત્ર 4 લાખ રૂપિયા ક્લેમ માટે માન્ય છે, તો 10 ટકા કો-પેમેન્ટ 40 હજાર રૂપિયા થશે. આ સિવાય જે 1 લાખ રૂપિયા પોલિસીમાં કવર નથી, તે પણ ગ્રાહકોએ આપવા પડશે.
ઓછું થઈ શકે છે સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ!
આ પ્રસ્તાવથી વીમાનું પ્રીમિયમ ઓછું થવાની આશા છે, કારણ કે ક્લેમની કેટલીક રકમ ગ્રાહક ખુદ આપશે. પરંતુ પ્રીમિયમ કેટલું ઓછું થશે, તે હજુ નક્કી નથી. તે ગ્રાહકની ઉંમર, શહેર, પોલિસીનું કવરેજ, ક્લેમ હિસ્ટ્રી અને પોલિસીની ડિઝાઇન જેવી વસ્તુ પર નિર્ભર કરશે. કો-પોમેન્ટથી ગ્રાહકોમાં સારવારના ખર્ચને લઈને સાવધાની વધી શકે છે અને હોસ્પિટલોના વધેલા બિલ કે બિનજરૂરી ટેસ્ટ પર પણ કેટલીક હદ સુધી રોક લાગી શકે છે. તેનાથી ભવિષ્યમાં પ્રીમિયમ વધવાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
પરંતુ તેનું એક બીજું પાસું પણ છે. ઓછા પ્રીમિયમના બદલે સારવારના સમયે ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા આપવા પડી શકે છે. આ નિયમ કેશલેસ અને રીઇમ્બર્સમેન્ટ, બંને પ્રકારના ક્લેમ પર લાગૂ થવાનો પ્રસ્તાવ છે. ઉદાહરણ માટે 3 લાખ રૂપિયાનો માન્ય ક્લેમ થવા પર ગ્રાહકે 30 હજાર રૂપિયાનું કો-પેમેન્ટ આપવું પડશે અને વીમા કંપની 2.7 લાખ રૂપિયા આપશે. કેશલેસ સારવારમાં કંપની પોતાના હિસ્સાની રકમ સીધી હોસ્પિટલને આપશે, જ્યારે રીઇમ્બર્સમેન્ટમાં ગ્રાહક પહેલા ચુકવણી કરી શકે છે અને બાદમાં પોલિસીની શરતો અનુસાર રકમ પરત મળશે.
આ વાતનું પણ રાખો ધ્યાન
હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ગ્રાહક 10% કો-પેમેન્ટથી બચવા માટે વધુ પ્રીમિયમ આપી કોઈ બીજો પ્લાન પસંદ કરી શકશે કે નહીં. તેથી પોલિસી ખરીદવા સમયે માત્ર ઓછું પ્રીમિયમ જોઈ નિર્ણય ન કરવો જોઈએ. ગ્રાહકે તે પણ જોવું જોઈએ કે મોટી સારવાર સમયે તેના ખિસ્સામાંથી મહત્તમ કેટલી રકમ આપવી પડી શકે છે, બીમારી કે સારવાર પર કોઈ સબ-લિમિટ છે કે નહીં, ક્યા-ક્યા ખર્ચ કવર નથી અને ડિડક્ટિબલ લાગૂ છે કે નહીં. એક્સપર્ટ પ્રમાણે 10 ટકા કો-પેમેન્ટનો મતલબ તે નથી કે પ્રીમિયમ પણ 10 ટકા ઓછું થઈ જશે. વાસ્તવિક બચત સામાન્ય રીતે 4થી 7 ટકા આસપાસ હોઈ શકે છે, પરંતુ તે દરેક પોલિસી અને ગ્રાહકોના મામલામાં અલગ હશે.