• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું: કોલવડામાં કોંગ્રેસના પોસ્ટરો ફાડી નાખવાના આક્ષેપથી હલચલ

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું: કોલવડામાં કોંગ્રેસના પોસ્ટરો ફાડી નાખવાના આક્ષેપથી હલચલ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 11 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ પહેલા ચૂંટણી પ્રચાર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ મનપા કબજે કરવા માટે જોર લગાવી રહ્યાં છે. આ વચ્ચે વોર્ડ નંબર-7મા કોંગ્રેસના પ્રચાર પોસ્ટરો ફાડી નાખવાનો મામલો ઉગ્ર બન્યો છે.

Written ByGokani Dhaval
Published: Oct 06, 2026, 07:25 PM IST|Updated: Oct 06, 2026, 07:27 PM IST
joinshare
ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું: કોલવડામાં કોંગ્રેસના પોસ્ટરો ફાડી નાખવાના આક્ષેપથી હલચલ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દહેજથી શારીરિક શોષણ સુધી!  બિલ્ડર પતિની પાપલીલા, પતિના મિત્રની પણ છેડતીનો ભોગ બની

દહેજથી શારીરિક શોષણ સુધી! બિલ્ડર પતિની પાપલીલા, પતિના મિત્રની પણ છેડતીનો ભોગ બની

2

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું: કોલવડામાં કોંગ્રેસના પોસ્ટરો ફાડી નાખવાના આક્ષેપથી હલચલ

3

ગોલ્ડ મેડલ જીતાડ્યો છતાં વૈભવ સૂર્યવંશીનું કપાયું પત્તું, ટીમમાંથી બહાર થવાનું સાચું કારણ આવ્યું સામે

4

ડ્રેગનનું ખતરનાક જાળું! અમેરિકામાં ચીનના 'સ્લીપર સેલ'નો પર્દાફાશ, તાઈવાનના રાષ્ટ્રપતિના પરિવારને બનાવ્યો નિશાન

5

વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને ફટકારી નોટિસ, તેમની સામે આ દિવસે થશે સુનાવણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હેતલ પારેખ, ગાંધીનગરઃ ગાંધીનગર મનપાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. વોર્ડ નંબર 7ના કોલવડામાં કોંગ્રેસના પ્રચાર પોસ્ટરો અને બોર્ડ ફાડવાના આક્ષેપથી હવે રાજકીય જંગ વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસે ભાજપ સામે આક્ષેપ કર્યો છે, જ્યારે ભાજપે સમગ્ર ઘટનાને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. મામલો હવે રેન્જ આઈજી કચેરી સુધી પહોંચ્યો છે. જુઓ આ ખાસ અહેવાલ...

ગાંધીનગરના કોલવડામાં ચૂંટણી પ્રચારના પોસ્ટરો બન્યા રાજકીય રણક્ષેત્ર...કોંગ્રેસનો દાવો છે કે રાતોરાત તેના 35થી 40 જેટલા પ્રચાર બોર્ડ અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા. વોર્ડ-7માં આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.

કોંગ્રેસ ઉમેદવાર ફેનિલ પટેલે આક્ષેપ કર્યો કે ભાજપ ચૂંટણીમાં હારના ભયથી આ પ્રકારનું રાજકારણ કરી રહ્યું છે. સાથે જ કોંગ્રેસનો એવો પણ દાવો છે કે તેમની પ્રચાર ગાડીઓ નીકળે ત્યારે ડીજે બંધ કરાવવાનો પ્રયાસ થાય છે.

આ પણ વાંચોઃ રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં  વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું

જોકે કોંગ્રેસના આક્ષેપોને ભાજપે ફગાવી દીધા છે. ભાજપ ધારાસભ્ય રીટાબેન પટેલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપનો દાવો છે કે કોંગ્રેસ પાસે ચૂંટણી મુદ્દા ન હોવાથી સહાનુભૂતિ મેળવવા માટે આ પ્રકારનો પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવી રહ્યો છે.

વિવાદ અહીં અટક્યો નથી. પોસ્ટર ફાડવાના મામલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રેન્જ આઈજી કચેરી પહોંચ્યું અને સીસીટીવીના આધારે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.

એક તરફ પ્રચારનો જોર... બીજી તરફ પોસ્ટર વોર અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ...ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 7નું રાજકારણ ગરમાયું છે. હવે સવાલ એ છે કે આ પોસ્ટર વિવાદનો અંત તપાસથી આવશે કે ચૂંટણી સુધી રાજકીય આરોપોની ગુંજ યથાવત રહેશે?.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gandhinagar Municipal Corporation