• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

રાધનપુર નગર પાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ઉપપ્રમુખે પાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા કર્યાં છે. આ સિવાય પ્રમુખના પતિના હસ્તક્ષેપનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

Written ByGokani Dhaval
Published: Oct 06, 2026, 06:17 PM IST|Updated: Oct 06, 2026, 06:23 PM IST
joinshare
રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં  વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને ફટકારી નોટિસ, તેમની સામે આ દિવસે થશે સુનાવણી

વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને ફટકારી નોટિસ, તેમની સામે આ દિવસે થશે સુનાવણી

2

રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

3

લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

4

ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો? એક પણ રૂપિયો ખર્ચ્યા વિના માણો લાઈવ મેચની મજા

5

37 દિવસના માસૂમના અપહરણ , માસૂમના અપહરણ પાછળ 20 લાખનો ખેલ! રાણીપથી UP સુધી...બાળ તસ્કરીનું કનેક્શન!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ પાટણના રાધનપુરમાં વિકાસના મુદ્દે હવે ભાજપમાં જ આંતરિક ખેંચતાણ સામે આવી છે. ભાજપ શાસિત નગરપાલિકાના ઉપપ્રમુખે જ પાલિકાના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચેના આ વિવાદમાં પ્રમુખના પતિના કથિત હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો છે. મામલો સામે આવતા જિલ્લા ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં...

આ છે પાટણ જિલ્લાનું રાધનપુર...એક સમયે વેપાર માટે આગવું સ્થાન ધરાવતું રાધનપુર આજે રોડ, ગટર, સફાઈ અને વિકાસના પ્રશ્નો વચ્ચે ઝઝૂમી રહ્યું છે...અને હવે પ્રજાના પ્રશ્નો સાથે ભાજપના આંતરિક મતભેદો પણ ચર્ચામાં આવ્યા છે.

ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકામાં ઉપપ્રમુખ હરેશ ઠક્કરની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય ગરમાવો વધ્યો છે...ઉપપ્રમુખનો આક્ષેપ છે કે ગટર, સફાઈ સહિતના વિકાસકામો અંગે રજૂઆત છતાં યોગ્ય ધ્યાન અપાતું નથી. વોર્ડ નંબર 3ના ભાજપના ચાર સભ્યોએ પણ રજૂઆત કરી હોવા છતાં સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચોઃ લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ! હવે ગમે તે થાય મનીષાનો ખેલ પાડી દેવો, શંકાના વહેમમાં પ્રેમનો અંત

સૌથી ગંભીર આક્ષેપ પાલિકા પ્રમુખ ભાવના જોશી અંગે થયો. ઉપપ્રમુખ હરેશ ઠક્કરે દાવો કર્યો કે પ્રમુખ માત્ર નામના છે અને પાલિકાનો વહીવટ તેમના પતિ વિક્રમ જોશી કરે છે.

વિવાદ વધતા જિલ્લા ભાજપ પણ સક્રિય થયું. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે કહ્યું કે સંગઠન અને પ્રભારીએ ઉપપ્રમુખ સાથે બેઠક કરી છે અને નાના-મોટા પ્રશ્નોનું સમાધાન કરાયું છે. સાથે જ તેમણે સ્પષ્ટ કહ્યું કે પાલિકાનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ કરવો જોઈએ.

બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સત્તામાં રહીને પણ પ્રજાના કામ ન થાય તો સત્તા છોડવી જોઈએ.

તો આ સમગ્ર મામલે પ્રમુખ ભાવના જોશીના પતિ વિક્રમ જોશીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો... પરંતુ તેમણે આક્ષેપો અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં.

રાધનપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન મહિલા પ્રમુખના હાથમાં છે... પરંતુ ઉપપ્રમુખના આક્ષેપોએ વહીવટમાં કથિત હસ્તક્ષેપના સવાલો ઊભા કર્યા છે. જિલ્લા ભાજપ ભલે વિવાદનો અંત આવ્યો હોવાનું કહે... પરંતુ હવે મોટો સવાલ એ છે કે રાધનપુરને રાજકીય ખેંચતાણ નહીં, વિકાસ મળશે ક્યારે?.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News