• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ! હવે ગમે તે થાય મનીષાનો ખેલ પાડી દેવો, શંકાના વહેમમાં પ્રેમનો અંત

લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ! હવે ગમે તે થાય મનીષાનો ખેલ પાડી દેવો, શંકાના વહેમમાં પ્રેમનો અંત

Live-in Relationship Murder : જેની સાથે જીવવા-મરવાના વચનો લીધાં. જેના ભરોસે જિંદગીની નવી શરૂઆત કરી, એ જ પાર્ટનર કોઈ અજાણ્યો દુશ્મન બનીને ક્યારે જીવ લઈ લે, તે કોઈ નથી જાણતું! વડોદરાના શિનોરમાંથી સામે આવેલી આ ઘટના કાળજું કંપાવી દે તેવી છે, જ્યાં એક સવારે ઊંઘમાં જ સૂતેલી મહિલા પર કાળ બનીને ત્રાટક્યો તેનો જ 'જીવનસાથી'! આખરે એવું તો શું બન્યું કે મહિલાના માથામાં કુહાડીના ઘા માર્યા. આવો જોઈએ આ અહેવાલમાં

Reported ByKaran Rajput
Published: Oct 06, 2026, 03:00 PM IST|Updated: Oct 06, 2026, 03:01 PM IST
joinshare
લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ! હવે ગમે તે થાય મનીષાનો ખેલ પાડી દેવો, શંકાના વહેમમાં પ્રેમનો અંત
Image Credit: AI Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

2

અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જોઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજો બંધ કરીને કરી નીચ હરકત

3

77 વર્ષે પણ અદભૂત ફિટનેસ અને સુંદરતા ધરાવે છે હેમા માલિની, કારણ છે આ 3 આદતો!

4

8મા પગાર પંચ પહેલાં DAમાં ફરી વધારો? કેન્દ્ર કર્મચારીઓ માટે મોટી ખુશખબર!

5

દિલ્હીમાં ફરી જામી 'દાદા'ની જમાવટ: IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ચિરાગ જોષી, વડોદરા : ગુજરાત સહિત ભારત ભરમાં આજકાલ પોતાના સંબંધો ઉપર શક કરવો એ હવે આદત બની ગઈ છે. સોશિયલ મીડિયાના આ આધુનિક જમાનામાં પવિત્ર સંબંધોમાં પણ હવે વિશ્વાસ નથી રહ્યો તેવી સ્થિતિના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે પણ એક કાળજું કંપાવી દેનારો લોહિયાળ કિસ્સો બનવા પામ્યો છે.

42 વર્ષીય મનીષાબેન વસાવાના પતિનું 10 વર્ષ પૂર્વે અવસાન થયું હતું ત્યારબાદ ઘરનો સહારો મેળવવા અને જિંદગીનું ગુજરાન ચલાવવા માટે મનીષાબેને છાણભોઈ ગામના જ સતીશ વસાવા સાથે મૈત્રી કરાર કરીને લિવ-ઈન રિલેશનમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ મૈત્રી કરાર છેલ્લા બે વર્ષથી ચાલતો હતો. શરૂઆતમાં તો બંને ખુશ-ખુશાલ રહેતા હતા, પરંતુ સમય જતાં જ આરોપી સતીશ વસાવાના મગજ પર શંકાનું ભૂત સવાર થઈ ગયું! તે અવાર-નવાર મનીષાને શંકાની નજરે જોતો હતો અને આ જ વહેમ ઘરમાં છાસવારે થતા ભારે ઝઘડાનું મુખ્ય કારણ બની ગયો હતો.

  • લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ
  • શંકા એવી કે...સંબંધ બન્યો મોતનું કારણ!
  • 42 વર્ષની મહિલા બની શંકાનો શિકાર

ગત તારીખ 03 ઓક્ટોબરના દિવસે પણ કંઈક એવું જ થયું. સાંજના સુમારમાં મનીષાના ચરિત્ર પર શંકા રાખીને આવેલા સતીશ વસાવાએ જોરદાર ઝઘડો શરૂ કર્યો હતો, જે ઝઘડો આખરે મોતનું કારણ બની ગયો! રાત્રિના સમયે શરૂ થયેલો આ વિવાદ છેક સવાર સુધી ચાલ્યો. ગુસ્સામાં અંધ બનેલા આરોપી સતીશ વસાવાએ રાત્રે જ મનમાં નક્કી કરી લીધું હતું કે હવે ગમે તે થાય, મનીષાનો ખેલ પાડી દેવો છે.

  • લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ
  • શંકાએ સંબંધને બનાવ્યો લોહિયાળ
  • 42 વર્ષની મહિલાનો લેવાયો જીવ
  • શંકાના વહેમમાં પ્રેમનો અંત
  • સૂતી મહિલા પર કુહાડીથી હુમલો

માથાના ભાગમાં ઉપરા-છાપરી કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા!

અને તારીખ 04 ઓક્ટોબરની સવારે એ કાળમુખો દિવસ ઉગ્યો. સવારે અંદાજે 8:00 વાગ્યાના સુમારમાં જ્યારે મનીષા વસાવા ઘરમાં બેફિકર થઈને સુઈ રહી હતી, બરાબર એ જ સમયે ઘાતકી બનેલા આરોપી સતીશ વસાવાએ તેના માથાના ભાગમાં ઉપરા-છાપરી કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા! માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મનીષાબેન ઘટનાસ્થળે જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા અને દમ તોડી દીધો. સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં જ તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવી હતી...

શંકાની આગમાં તેણે આ કરપીણ હત્યાને અંજામ આપ્યો 
શિનોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે મનીષા અને સતીશ છેલ્લા બે વર્ષથી નવીનગરીમાં સાથે રહેતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સતીશ વસાવાની કિલ્લેબંધી કરી તેને ઝડપી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં પાપી પ્રેમીએ કબૂલાત કરી હતી કે, તેને મનીષા ઉપર વહેમ હતો અને એ જ શંકાની આગમાં તેણે આ કરપીણ હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે...

જેની સાથે જીવવા-મરવાના કરાર કર્યા...

અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, સંબંધોમાં વધતો જતો આ અવિશ્વાસ માણસને આટલો નિર્દય કેમ બનાવી રહ્યો છે? સોશિયલ મીડિયાના આ યુગમાં લોકોના મગજ એટલા કેમ ભ્રષ્ટ થઈ રહ્યા છે કે જેની સાથે જીવવા-મરવાના કરાર કર્યા હોય, એ જ પાર્ટનર પર કુહાડી ઉઠાવતા પહેલા કાળજું કેમ નથી કંપતું?

વિશ્વાસ... પ્રેમ... અને મૈત્રી કરાર! જ્યારે કોઈ સ્ત્રી પોતાના એકલવાયા જીવનમાં આશરા માટે કોઈના પર આંખો બંધ કરીને ભરોસો કરે છે, ત્યારે તેને ક્યાં ખબર હોય છે કે જેની સાથે તે નવો સંસાર માંડીને બેઠી છે, એ જ વ્યક્તિ એક દિવસ તેનો કાળ બનીને સામે આવી જશે!...

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News