• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /દિલ્હીમાં ફરી જામી 'દાદા'ની જમાવટ: IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

દિલ્હીમાં ફરી જામી 'દાદા'ની જમાવટ: IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

દિલ્હી કેપિટલ્સે આઈપીએલની આગામી સિઝન પહેલા મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મુખ્ય કોચ બનાવ્યા છે. આ પહેલા સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સ સાથે અલગ-અલગ ભૂમિકામાં જોવા મળી ચૂક્યા છે.

Written ByGokani Dhaval
Published: Oct 06, 2026, 03:05 PM IST|Updated: Oct 06, 2026, 03:08 PM IST
joinshare
દિલ્હીમાં ફરી જામી 'દાદા'ની જમાવટ: IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

2

અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જોઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજો બંધ કરીને કરી નીચ હરકત

3

77 વર્ષે પણ અદભૂત ફિટનેસ અને સુંદરતા ધરાવે છે હેમા માલિની, કારણ છે આ 3 આદતો!

4

8મા પગાર પંચ પહેલાં DAમાં ફરી વધારો? કેન્દ્ર કર્મચારીઓ માટે મોટી ખુશખબર!

5

દિલ્હીમાં ફરી જામી 'દાદા'ની જમાવટ: IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2027 માટે પોતાના મુખ્ય કોચ બનાવ્યા છે. ગાંગુલી હવે ટીમની કોચિંગ અને રણનીતિની કમાન સંભાળશે.

તેમના અનુભવને જોતા દિલ્હી કેપિટલ્સને ટીમના પ્રદર્શનમાં સુધારની આશા હશે. JSW અને GMR ની સહ-માલિકીવાળી દિલ્હી કેપિટલ્સે 6 ઓક્ટોબરે તેની સત્તાવાર જાહેરાત કરી છે. ગાંગુલી હવે હેમાંગ બદાણીની જગ્યાએ આ જવાબદારી સંભાળશે. બદાણીએ આઈપીએલ 2025 અને 2026ની સિઝનમાં ટીમની સાથે આ ભૂમિકા નિભાવી હતી.

ગાંગુલીની આ દિલ્હી કેપિટલ્સની સાથે નવી ભૂમિકા હશે, પરંતુ ફ્રેન્ચાઇઝી સાથે તેમનો સંબંધ જૂનો છે. તેઓ વર્ષ 2019મા દિલ્હી કેપિટલ્સ સાથે એડવાઇઝર તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેમણે ફ્રેન્ચાઇઝીના ક્રિકેટિંગ સેટઅપમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. તેઓ પુરૂષ અને મહિલા બંને ટીમોના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ પણ રહી ચૂક્યા છે. ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ ગાંગુલીએ ક્રિકેટ વહીવટમાં ભૂમિકા ભજવી હતી, અને બીસીસીઆઈની કમાન પણ સંભાળી હતી.

આ પણ વાંચોઃ હરમનપ્રીત કૌરે અચાનક છોડી કેપ્ટનશીપ, ઇન્સ્ટાગ્રામ પર લખી ઈમોશનલ પોસ્ટ

દિલ્હી કેપિટલ્સ કરશે નવી શરૂઆત
ગાંગુલી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા રહ્યાં છે. હવે હેડ કોચ બન્યા બાદ તેમની જવાબદારી ટીમને પ્રથમ આઈપીએલ ટ્રોફી અપાવવા પર હશે. દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને કો-ઓનર પાર્થ જિંદલે ગાંગુલીની નિમણૂંક પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દાદા હંમેશા દિલ્હી કેપિટલ્સનો મહત્વનો ભાગ રહ્યાં છે. જિંદલ પ્રમાણે ભારતીય ક્રિકેટના મહાન કેપ્ટનો અને વહીવટમાં સામેલ ગાંગુલી હવે કોચની ભૂમિકા સંભાળી રહ્યાં છે અને તેમની લીડરશિપમાં ટીમ આઈપીએલ ટાઇટલ માટે સારી તૈયારી કરશે.

હેડ કોચ બનવા પર શું બોલ્યા દાદા?
સૌરવ ગાંગુલીએ નવી જવાબદારી મળવા પર કહ્યુ કે તેઓ આઈપીએલમાં હેડ કોચની જવાબદારી સંભાળવા માટે ઉત્સાહિત છે. તેમણે દિલ્હી કેપિટલ્સને પોતાના દિલની નજીક ગણાવી છે. ગાંગુલીએ કહ્યુ કે તેમણે ફ્રેન્ચાઇઝી માલિકો, મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફ તથા ખેલાડીઓ સાથે લાંબા સમયથી કામ કર્યું છે. તેમના મતે ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડી છે અને હાલના સમયમાં ટીમે સારૂ કર્યું છે.

ગાંગુલીએ કહ્યુ કે તેઓ નવી સિઝનમાં ટીમની સાથે કામ કરવા અને એક મજબૂત તથા નિડર ટીમ તૈયાર કરવા ઉત્સાહિત છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News