DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારાની આતુરતાથી રોહ જોવામાં આવી રહી છે. વર્ષના બીજા 6 મહિના માટે DAમાં વધારાની જાહેરાત આ મહિને અથવા ઓક્ટોબરમાં થવાની આશા છે. આઠમાં પગાર પંચની રાહમાં આ બીજી વખત હશે જ્યારે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરશે. આ પહેલા એપ્રિલ મહિનામાં પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DAમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
8માં પગાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં જ આઠમાં પગાર પંચની જાહેરાત કરીને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નવેમ્બર 2025 મહિનામાં ટર્મ્સ ઓફ રેફરેન્સ અને સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આના એક મહિના પહેલા એટલે કે ઓક્ટોબર 2025માં સાતમાં પગાર પંચના છેલ્લા સમયમાં DAમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2025માં 7માં પગારપંચની ડેડલાઈન પુરી થઈ ગઈ હતી, એવું માનવામાં આવે છે કે સરકાર 8માં પગાર પંચ લાગુ કરશે ત્યારે તે જાન્યુઆરી 2026થી ગણતરી કરવામાં આવશે.
એપ્રિલમાં પહેલીવાર DAની જાહેરાત
આઠમાં પગાર પંચની જાહેરાત બાદ સરકારએ એપ્રિલ મહિનામાં પહેલીવાર DAની જાહેરાત કરી હતી, આ એલાન જાન્યુઆરીથી જુનના 6 મહિના માટે કરવામાં આવી હતી, DAમાં 2 ટકાનો વધારો થયો અને તેનું કેલ્કુલેશન સાતમાં પગાર પંચ પ્રમાણે જ કરવામાં આવ્યું, હાલમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકા છે.
કેટલો થઈ શકે છે વધારો?
કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 60 ટકાના દરે DA મળે છે. AICPI-IWના ઉપલબ્ધ ડેટાના આધારે, DAમાં 4 ટકાથી 5 ટકાનો વધારો થવાનો અંદાજ છે. જો આ વધારો થાય છે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને 64 ટકાથી 65 ટકાનો વધારાનો DA લાભ મળશે.
જોકે, અંતિમ DA દર સરકારની સત્તાવાર જાહેરાત પછી જ સ્પષ્ટ થશે. 8મું પગાર પંચ કર્મચારીઓના સમગ્ર પગાર માળખા, ભથ્થાં અને પેન્શનની સમીક્ષા કરી રહ્યું છે. 8મા પગાર પંચની ભલામણોમાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંથી એક છે. તેના આધારે, નવા પગાર માળખામાં મૂળ પગારમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.
DA અંગેનો નિર્ણય પગાર પંચની ભલામણો પ્રાપ્ત થયા પછી જ લેવામાં આવશે. એવો અંદાજ છે કે પગાર પંચ મે અથવા જૂન 2027 સુધીમાં સરકારને તેની ભલામણો સબમિટ કરશે, ત્યારબાદ સરકાર તેનો અમલ કરશે.