• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /77 વર્ષે પણ અદભૂત ફિટનેસ અને સુંદરતા ધરાવે છે હેમા માલિની, કારણ છે આ 3 આદતો!

77 વર્ષે પણ અદભૂત ફિટનેસ અને સુંદરતા ધરાવે છે હેમા માલિની, કારણ છે આ 3 આદતો!

બોલીવુડમાં ડ્રિમ ગર્લ તરીકે ઓળખાતા વિતેલા જમાનાના અભિનેત્રી અને હાલ મથુરાથી સાંસદ હેમા માલિનીની ઉંમર 77 વર્ષ છે. પરંતુ તેમને જોતા એમની ઉંમરનો અંદાજો ન આવે. તેમની આ ફિટનેસ પાછળ શું રહસ્ય છે? જાણો તેમની ગજબની ફિટનેસનું જબરદસ્ત સિક્રેટ.

Written ByViral Raval
Published: Oct 06, 2026, 03:17 PM IST|Updated: Oct 06, 2026, 03:21 PM IST
joinshare
77 વર્ષે પણ અદભૂત ફિટનેસ અને સુંદરતા ધરાવે છે હેમા માલિની, કારણ છે આ 3 આદતો!
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
હરમનપ્રીત બાદ હવે કોણ બનશે ભારતીય ટીમની કેપ્ટન? સ્મૃતિ સિવાય આ 4 ખેલાડી પણ દાવેદાર

હરમનપ્રીત બાદ હવે કોણ બનશે ભારતીય ટીમની કેપ્ટન? સ્મૃતિ સિવાય આ 4 ખેલાડી પણ દાવેદાર

2

ઓમાની કો પાયલટે કરેલા હુમલાથી કેપ્ટન સ્મિતની ખોપડીનું હાડકું તૂટીને અંદર ધસી ગયું હતું, સર્જરી કરવી પડી

3

72 હૂરોના ખ્વાબમાં બન્યો ફિદાયીન: સ્મિત મચ્છર પર હુમલો કરનાર હવે ડેથ ચેમ્બરમાં મરશે!, આવી સજા મળશે

4

ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

5

અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જોઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજો બંધ કરીને કરી નીચ હરકત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

77 વર્ષની ઉંમરે પણ હેમા માલિનીની ફિટનેસ કોઈ પણ જોવાનજોધ યુવતીઓને શરમાવે તેવી છે. તેમનું સ્વાસ્થ્ય અને સુંદરતા જાણે અકબંધ છે અને આ ફિટનેસ પાછળ શું રહસ્ય છે તે જાણવાની તાલાવેલી લોકોને હોય છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે હેમા માલિનીની એવી કેટલીક આદતો છે જેને રોજેરોજ અનુસરીને તેઓ એકદમ સ્વસ્થ દેખાય છે. જાણીએ  તેમના આ સ્વાસ્થ્ય સિક્રેટ વિશે.

યોગ અને ડાન્સ

  • આજકાલ જીમનો જમાનો છે ત્યારે બધા જીમમાં જઈને તૂટી પડે છે. પરંતુ હેમા માલિની રોજ સવારે લગભગ 45 મિનિટ સુધી યોગ કરે છે અને ત્યારબાદ બાકી કામની શરૂઆત કરે છે. 
  • યોગથી તેમનું મન શાંત રહે છે અને શરીર પણ એકદમ એક્ટિવ રહે છે. 
  • યોગ કરવાનો ફાયદો એ છે કે તેનાથી શરીરમાં લચીલાપણું જળવાઈ રહે છે અને જરાય થાક લાગતો નથી. 
  • હેમા માલિની વર્કઆઉટ કે કસરત કરવાની જગ્યાએ યોગ  કરવાનું પસંદ કરે છે
  • તેઓ ક્લાસિકલ ડાન્સ પણ કરે છે. ખાસ કરીને કથક કરે છે જેનાથી તેમના મનને શાંતિ મળે છે.

ભોજનમાં આ વસ્તુઓથી રહે છે દૂર

  • હેમા માલિનીએ વર્ષોથી ખાંડ ખાતા નથી. તેની જગ્યાએ ગોળ કે મધ લે છે. 
  • સફેદ ખાંડ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને તેનાથી મોટાપો આવે છે અને બ્લડ શુગર પણ વધે છે. 
  • અભિનેત્રી પોતાના ડાયેટને લઈને ખુબ સતર્ક રહે છે. વર્ષોથી ખાંડ ખાધી નથી. 
  • આ ઉપરાંત તેઓ ક્યારેય રોટલી કે ભાત સાથે ખાતા નથી. 
  • જો ભાત ખાય તો રોટલી નહીં અને રોટલી ખાય તો ભાત નથી ખાતા. 
  • જેના કારણે શરીરમાં કાર્બ્સનું પ્રમાણ ઓછું જાય છે અને સ્થુળતા આવતી નથી. 
  • વધુ કાર્બ્સ ખાવાથી શરીર ફૂલવા લાગે છે. 
  • હેમા માલિનીના દિવસની શરૂઆત હુંફાળા પાણીથી થાય છે  અને હળવો નાસ્તો પસંદ કરે છે.

નિયમિત વ્રત કરે છે

  • હેમા માલિની ફિટ અને એક્ટિવ રહેવા માટે અઠવાડિયામાં બેવાર વ્રત કરે છે. 
  • તેઓ સોમવાર અને શુક્રવાર કરે છે. 
  • અઠવાડિયામાં બેવાર વ્રત કરવાથી તેમનું પાચન સારું રહે છે અને શરીરમાં શક્તિનો સંચાર રહે છે.

શાકાહારી છે હેમા માલિની
સૌથી મહત્વની વાત એ છે કે હેમા માલિની શાકાહારી છે. ક્યારેય માંસ માછલીને હાથ લગાવ્યો નથી. તેઓ કડકાઈથી શાકાહારી ભોજનનો  ડાયેટ ફોલો કરે છે. નોનવેજ ફૂડ કે તળેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા નથી. દક્ષિણ ભારતીય હોવાના કારણે તેમને ઈડલી, ડોસા, ઉત્તપમ, ઉપમા જેવી વસ્તુઓને વધુ પસંદ કરે છે જે ઓછા તેલમાં બનતું હોય છે. Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News