• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /72 હૂરોના ખ્વાબમાં બન્યો ફિદાયીન: સ્મિત મચ્છર પર હુમલો કરનાર હવે ડેથ ચેમ્બરમાં મરશે!, આવી સજા મળશે

72 હૂરોના ખ્વાબમાં બન્યો ફિદાયીન: સ્મિત મચ્છર પર હુમલો કરનાર હવે ડેથ ચેમ્બરમાં મરશે!, આવી સજા મળશે

Hamam Al-Hammami : 29 વર્ષનો આ જ એ પાયલટ હમામ અલ-હમ્મામી છે, જેણે ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર કુહાડીથી હુમલો કર્યો હતો. પૂછપરછ દરમિયાન હમ્મામીએ કબૂલ્યું છે કે 8 મહિના પહેલાં પ્લેન હાઈજેક કરવાના ઈરાદાથી જ તેણે ફ્લાઈદુબઈમાં નોકરી મેળવી હતી. તેણે જુલાઈમાં પણ આવી જ કોશિશ કરી હતી. તેનો ઈરાદો મોટા પાયે ઈઝરાયલીઓની હત્યા કરવાનો હતો. હમ્મામીની આ કબૂલાત બાદ UAEના કાયદા હેઠળ તેને મૃત્યુદંડ મળવાની સંભાવના છે. આ સજા કેટલી ભયાનક હોય છે, તે વિચારીને જ કોઈની પણ રુહ કાંપી જાય. જ્યારે ડેથ ચેમ્બરમાં 9 ગનમેન એક પછી એક ગોળીઓ ચલાવશે, ત્યારે વિચારો કે હમ્મામીની હાલત શું થશે.

Written ByKaran Rajput
Published: Oct 06, 2026, 04:09 PM IST|Updated: Oct 06, 2026, 04:10 PM IST
joinshare
72 હૂરોના ખ્વાબમાં બન્યો ફિદાયીન: સ્મિત મચ્છર પર હુમલો કરનાર હવે ડેથ ચેમ્બરમાં મરશે!, આવી સજા મળશે
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
37 દિવસના માસૂમના અપહરણ , માસૂમના અપહરણ પાછળ 20 લાખનો ખેલ! રાણીપથી UP સુધી...બાળ તસ્કરીનું કનેક્શન!

37 દિવસના માસૂમના અપહરણ , માસૂમના અપહરણ પાછળ 20 લાખનો ખેલ! રાણીપથી UP સુધી...બાળ તસ્કરીનું કનેક્શન!

2

હરમનપ્રીત બાદ હવે કોણ બનશે ભારતીય ટીમની કેપ્ટન? સ્મૃતિ સિવાય આ 4 ખેલાડી પણ દાવેદાર

3

ઓમાની કો પાયલટે કરેલા હુમલાથી કેપ્ટન સ્મિતની ખોપડીનું હાડકું તૂટીને અંદર ધસી ગયું હતું, સર્જરી કરવી પડી

4

72 હૂરોના ખ્વાબમાં બન્યો ફિદાયીન: સ્મિત મચ્છર પર હુમલો કરનાર હવે ડેથ ચેમ્બરમાં મરશે!, આવી સજા મળશે

5

ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

flydubai plane hijack : ઓમાની મૂળનો આતંકવાદી પાયલટ હમામ અલ-હમ્મામી ફ્લાઈ દુબઈની ફ્લાઈટ સાથે શું કરવા જઈ રહ્યો હતો. તેની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કેપ્ટન સ્મિત મચ્છરને ઈજાગ્રસ્ત કર્યા બાદ જે રીતે તેણે કોકપિટના સંવેદનશીલ સ્વિચ સાથે છેડછાડ કરી, તે ખૂબ જ ભયાનક છે. થોડી મિનિટોનો વધુ વિલંબ થયો હોત, તો હમ્મામી પોતાના હાઈજેક મિશનમાં સફળ થઈ ગયો હોત.180 મુસાફરો સાથે તે વિમાનને ઈઝરાયલના મોટા ટાર્ગેટ સાથે અથડાવી શક્યો હોત...

પોતાના મિશન માટે હમ્મામી જીવ આપવા તૈયાર હતો. તેને ફિદાયીન આતંકવાદી બનવાની તાલીમ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે હમ્મામીનું આ મિશન UAEમાં મૃત્યુદંડ સાથે પૂર્ણ થવાની સંભાવના છે...

હમ્મામીની એ છેલ્લી ઘડીને સમજવા માટે આ વીડિયો જુઓ. UAEમાં મૃત્યુદંડ માટે આ પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે. ડેથ ચેમ્બરમાં 9 ગનમેન દોષિત પર એક પછી એક ગોળી ચલાવે છે. આ પ્રક્રિયા 2થી 3 મિનિટ સુધી ચાલતી હોવાનું કહેવાય છે. ગોળીઓથી દોષિતનું શરીર સંપૂર્ણપણે ઘાયલ થઈ જાય છે.

  • પહેલી ગોળીથી લઈને 9મી ગોળી સુધી
  • 3 મિનિટ સુધી તડપશે 'હમ્મામી'!
  • 72 હૂરોના ખ્વાબમાં ફિદાયીન બન્યો,
  • હવે 9 ગોળીઓથી છલાઈ જશે...!

અહેવાલો અનુસાર UAE હમ્મામીને મૃત્યુદંડ આપી શકે છે. તપાસમાં સામે આવેલા દાવા મુજબ...

હમ્મામીને શા માટે થશે મૃત્યુદંડ?        

  • હમ્મામીએ પોતે કબૂલ્યું છે કે વિમાનને બેન ગુરિયન એરપોર્ટ સાથે અથડાવવું તેનું 'સપનું' હતું.
  • તેણે ઈઝરાયલ જતી એરલાઈન્સ વિશે માહિતી એકત્ર કરી અને ફ્લાઈદુબઈમાં નોકરી મેળવી.
  • આતંકવાદી હુમલામાં સામેલ હોવાના કારણે UAEમાં હમ્મામીને મૃત્યુદંડ મળવાની સંપૂર્ણ શક્યતા છે.
  • કાયદા મુજબ તેને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી શકે છે.
  • UAEમાં ફાંસી અથવા સાઉદી અરેબિયાની જેમ જાહેરમાં ગળું કાપવાની પરંપરા નથી.
  • અમેરિકી રાષ્ટ્રપતિએ ફ્લાઈદુબઈની ઘટનામાં ઈરાનનો હાથ હોવાની વાત કરી છે.

મૃત્યુદંડ આપવા માટે તેનો ગુનો જ પૂરતો

હમ્મામીની પૂછપરછ જોકે હજુ ચાલી રહી છે. અત્યાર સુધી તેણે કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત કરી નથી અને ન તો કોઈ કાવતરાખોરનું નામ લીધું છે પરંતુ તેને મૃત્યુદંડ આપવા માટે તેનો ગુનો જ પૂરતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ચૂકી છે કે હમ્મામીનો ઈરાદો શું હતો અને તે ઈઝરાયલ પાસેથી કેવી રીતે બદલો લેવા માગતો હતો પરંતુ પાકિસ્તાની મીડિયામાં નજમ સેઠી જેવા સિનિયર જર્નાલિસ્ટ ફ્લાઈદુબઈની સમગ્ર ઘટનાને ‘ફોલ્સ ફ્લેગ’ એટલે કે બનાવટી ઘટના ગણાવી રહ્યા છે.

નિવેદનોને લઈને નજમ સેઠી ટ્રોલ 
હવે નજમ સેઠીને કોઈએ પૂછવું જોઈએ કે જ્યારે આરોપી કબૂલાત કરી રહ્યો છે, 180 લોકોના જીવ બચાવનાર પાયલટ ઈજાગ્રસ્ત છે અને તેના માટે સમગ્ર દુનિયામાં દુઆ કરવામાં આવી રહી છે, તો શું આ બધું પણ બનાવટી છે?

જો આ કાવતરું ઈઝરાયલે રચ્યું હતું, તો ફ્લાઈટને ટાર્ગેટ સાથે અથડાવી દેવામાં આવી હોત, જેમ કે નજમ સેઠી 9/11 હુમલા અંગે દાવા કરતા રહ્યા છે. આવા નિવેદનોને લઈને નજમ સેઠી ટ્રોલ પણ થયા છે, પરંતુ આજે પણ તેઓ આવા નિવેદનોથી અટકતા નથી. દરમિયાન દુબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિતની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થવામાં હજુ સમય લાગશે...

કેપ્ટન સ્મિતની હાલતમાં કેટલો સુધારો?    

સૂત્રોના મુજબ, કુહાડીના હુમલામાં તેમની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું અને તેમની આંખો તથા મગજ પર પણ અસર થઈ હતી. સાઉદી અરેબિયામાં તેમની સર્જરી બાદ તેમને UAE લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરો તેમને સતત હાઈ ડોઝની દવાઓ આપી રહ્યા છે. જોકે આ સ્થિતિમાં પણ તેમણે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ફરીથી પ્લેન ઉડાવવા માગે છે..

એ દિવસ હવે વધુ દૂર નથી, જ્યારે કેપ્ટન સ્મિત મચ્છર સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી એકવાર કોકપિટની કમાન સંભાળશે અને તેમના પર હુમલો કરનાર હમ્મામી ડેથ ચેમ્બરમાં મૃત્યુદંડનો સામનો કરશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News