• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

લગ્ન પહેલા કે બાદમાં? 25 વર્ષની ઉંમરમાં ટર્મ પ્લાન લઈ બચાવો 1.20 લાખ રૂપિયા અને જીવનભર માટે લોક કરો સસ્તું પ્રીમિય. જાણો લગ્ન પહેલા 1 કરોડના કવરનું સંપૂર્ણ ગણિત અને સાચો નિર્ણય લેવાનો નિયમ.

Written ByGokani Dhaval
Published: Oct 06, 2026, 05:42 PM IST|Updated: Oct 06, 2026, 05:44 PM IST
joinshare
લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં  વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

2

લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

3

ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો? એક પણ રૂપિયો ખર્ચ્યા વિના માણો લાઈવ મેચની મજા

4

37 દિવસના માસૂમના અપહરણ , માસૂમના અપહરણ પાછળ 20 લાખનો ખેલ! રાણીપથી UP સુધી...બાળ તસ્કરીનું કનેક્શન!

5

હરમનપ્રીત બાદ હવે કોણ બનશે ભારતીય ટીમની કેપ્ટન? સ્મૃતિ સિવાય આ 4 ખેલાડી પણ દાવેદાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

લગ્નના પ્લાનિંગમાં કપડા, જ્વેલરી, સ્થળ અને હનીમૂન સુધી બધુ નક્કી થઈ જાય છે, પરંતુ એક જરૂરી નાણાકીય નિર્ણય હંમેશા પાછળ છૂટી જાય છે- Term Insurance. સવાલ છે કે Term Insurance લગ્ન પહેલા લેવો યોગ્ય છે કે લગ્ન બાદ? સીધો જવાબ છે- જો તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છો છો તો લગ્નની પ્રતીક્ષા ન કરો, Term Insurance જરૂર લો.

હકીકતમાં ટર્મ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પ્રોફાઇલથી ખુબ પ્રભાવિત હોય છે. નાની ઉંમરમાં પોલિસી લેવા પર સામાન્ય રીતે પ્રીમિયમ ઓછું રહે છે અને પોલિસીની અવધિ માટે તે રેટ લોક થઈ જાય છે. એટલે કે તમે જેટલો જલ્દી ટર્મ પ્લાન લેશો, એટલું પ્રીમિયમ ઓછું રહેશે અને તેના પર તમને વધુ ફાયદો મળશે.

ઘણા લોકો વીમાને હંમેશા કોઈ લાઈફ ઈવેન્ટ બાદ ગંભીરતાથી લે છે. લોકો વિચારે છે કે જલ્દી વીમો લેશે, પરંતુ તેને ટાળતા રહે છે અને જ્યારે મુશ્કેલ સમય આવે તો સમજાય છે કે ઈન્શ્યોરન્સ કેટલો જરૂરી છે. તેવામાં તે સમજવું જરૂરી છે કે ટર્મ પ્લાનથી ભવિષ્યમાં તમારા પરિવારને સુરક્ષા મળે છે, તેમાં વિલંબ ન કરવો જોઈએ.

લગ્ન પહેલા ટર્મ પ્લાન લેવો કે બાદમાં?
આમ તો તમે જેટલી નાની ઉંમરમાં ટર્મ ઈન્શ્યોરન્સ લેશો એટલું સારૂ રહેશે, કારણ કે કેટલાક લોકો નાની ઉંમરમાં પણ લગ્ન કરે છે અને કોઈ લાંબા સમય સુધી લગ્ન કરતા નથી. તેવામાં ટર્મ પ્લાન લેવાનો નિર્ણય લગ્ન કરવા કે ન કરવા કરતા તે વાત પર વધુ નિર્ભર કરવો જોઈએ કે તમારી ઉંમર શું છે. સામાન્ય રીતે 25-30 વર્ષની ઉંમરમાં ટર્મ પ્લાન જરૂર લઈ લેવો જોઈએ.

આ પણ વાંચોઃ 8મા પગાર પંચ પહેલાં DAમાં ફરી વધારો? કેન્દ્ર કર્મચારીઓ માટે મોટી ખુશખબર!

શું 25 વર્ષ પહેલા પણ ટર્મ ઈન્શ્યોરન્સ લઈ શકાય છે?
ટર્મ ઈન્શ્યોરન્સ તમે જેટલો નાની ઉંમરમાં લેશો, એટલું પ્રીમિયમ ઓછું રહેશે. ટર્મ ઈન્શ્યોરન્સની સારી વાત છે કે તેમાં એક વખત જે પ્રીમિયમ નક્કી થઈ જાય છે, તે આજીવન રહે છે. બદલાતું નથી. પરંતુ જો તમારી કોઈ કમાણી નથી તો ટર્મ ઈન્શ્યોરન્સ નહીં મળે, કારણ કે વીમા કંપની આવકનો પુરાવો માગે છે.

ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનો સાચો સમય ક્યો હોય છે?
ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનો સાચો સમય તે હોય છે, જ્યારે તમને નોકરી લાગે છે કે કમાણી શરૂ થઈ જાય છે. જો તમને 22 વર્ષની ઉંમરમાં નોકળી મળી ગઈ કે તમે 20-21 વર્ષની ઉંમરમાં કમાવાનું શરૂ કરી દીધું તો તમારે ટર્મ પ્લાન લઈ લેવો જોઈએ.

25 વર્ષ vs 35 વર્ષમાં ટર્મ પ્લાનની ગણતરી
ઘણા લોકો વિચારે છે કે ટર્મ પ્લાન લેવામાં ઉતાવળ કેમ છે? આરામથી લઈશું. જો તમે પણ આવું વિચારો છો તો તમારે 25 વર્ષ અને 35 વર્ષની ઉંમરના પ્રીમિયમ પર એક નજર કરવી જોઈએ. સાથે તે પણ સમજવું જોઈએ કે બંને સ્થિતિમાં જલ્દી ટર્મ પ્લાન લેનાર વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? 1 કરોડના ટર્મ પ્લાન માટે એક ઉદાહરણથી ગણતરી સમજીએ.

25 વર્ષની ઉંમરમાં પોલિસી લેવા પર
જો વ્યક્તિ 25 વર્ષની ઉંમરમાં પોલિસી લે છે અને કવર 60 વર્ષ સુધી રાખે છે તો પોલિસીનો સમયગાળો હશે 30 વર્ષ. સામાન્ય રીતે 25 વર્ષની ઉંમરમાં ટર્મ પ્લાન લેવા પર વાર્ષિક પ્રીમિયમ આશરે 8034 રૂપિયા થશે. એટલે કે 30 વર્ષમાં તમે કુલ ₹8,034 × 30 = ₹2,41,020 ચુકવશો.

હવે 35 વર્ષની ઉંમરમાં પોલિસીનું ઉદાહરણ જુઓ
હવે માની લો કોઈ વ્યક્તિ 35 વર્ષની ઉંમરમાં 1 કરોડનો ટર્મ પ્લાન લે છે. પોલિસીનું કવર 60 વર્ષ સુધી જોઈએ. તેથી હવે પોલિસીનો સમયગાળો હશે 25 વર્ષ. 35 વર્ષનડી ઉંમરમાં તે ટર્મ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ આશરે ₹14,440 હશે. તો 25 વર્ષમાં તમારૂ કુલ પ્રીમિયમ ₹14,440 × 25 = ₹3,61,000 થશે.

આ પણ વાંચોઃ ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ

10 વર્ષની પ્રતીક્ષાની કિંમત કેટલી?
હવે બંનેને આમને-સામને રાખોઃ

35 વર્ષમાં કુલ premium - 25 વર્ષમાં કુલ premium

₹3,61,000 − ₹2,41,020 = ₹1,19,980

આ ઉદાહરણમાં 35 વર્ષની ઉંમરમાં ટર્મ પ્લાન લેનાર વ્યક્તિ આશરે 1.20 લાખ બચાવી શકે છે. સાથે 10 વર્ષનું વધારાનું કવરેજ પણ મળે છે એટલે કે તે 25 વર્ષની ઉંમર બાદ કવરેજમાં આવી જાય છે.

માત્ર  premium નું અંતર નહીં
આ ગણતરી જોઈ માત્ર 1.20 લાખની બચત પર ધ્યાન આપવું ઠીક નથી. અસલી ફાયદો છે નાની ઉંમરમાં પોલિસી લેવાથી વ્યક્તિ પોતાનો પ્રીમિયમ રેટ લોક કરી શકે છે. ટર્મ પ્લાનમાં સામાન્ય રીતે પોલિસી શરૂ થવા સમયે નક્કી પ્રીમિયમ આગળ પોલિસીની શરતો પ્રમાણે રહે છે.

લગ્ન બાદ તો જરૂર લેવો જોઈએ ટર્મ પ્લાન
જો તમે કોઈ કારણે લગ્ન સુધી ટર્મ પ્લાન લઈ શકતા નથી તો લગ્ન બાદ જરૂર લો. ટર્મ પ્લાન તમારૂ મોત થઈ જવાથી પરિવારને સુરક્ષા આપે છે. તેવામાં જો તમને કંઈ થઈ જાય તો તમારા પરિવારને કોઈ સમસ્યા ન થાય, તે માટે ટર્મ પ્લાન ખુબ જરૂરી છે.

(Disclaimer: આ ગણતરી કરવા માટે વર્તમાન સમયમાં તમામ વીમા કંપનીઓ તરફથી ઓફર કરવામાં આવેલા પ્લાનની એક એવરેજ લેવામાં આવી છે. તમારી ઉંમર, કમાણી, મેરિટલ સ્ટેટસ, હેલ્થ, સ્મોકિંગ વગેરેના આધાર પર પ્રીમિયમમાં થોડું અંતર રહી શકે છે)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News