• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો? એક પણ રૂપિયો ખર્ચ્યા વિના માણો લાઈવ મેચની મજા

ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો? એક પણ રૂપિયો ખર્ચ્યા વિના માણો લાઈવ મેચની મજા

India vs West Indies : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે સાંજે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. તે પહેલાં જાણી લો કે તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના આ મેચ મફતમાં ક્યાં જોઈ શકો છો.

Written ByDilip Chaudhary
Published: Oct 06, 2026, 05:40 PM IST|Updated: Oct 06, 2026, 05:41 PM IST
joinshare
ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો? એક પણ રૂપિયો ખર્ચ્યા વિના માણો લાઈવ મેચની મજા

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં  વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

રાધનપુર નગરપાલિકામાં ભાજપમાં વિવાદ: ઉપપ્રમુખના ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, પ્રમુખના પતિનો હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠ્યો

2

લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

3

ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 મેચો? એક પણ રૂપિયો ખર્ચ્યા વિના માણો લાઈવ મેચની મજા

4

37 દિવસના માસૂમના અપહરણ , માસૂમના અપહરણ પાછળ 20 લાખનો ખેલ! રાણીપથી UP સુધી...બાળ તસ્કરીનું કનેક્શન!

5

હરમનપ્રીત બાદ હવે કોણ બનશે ભારતીય ટીમની કેપ્ટન? સ્મૃતિ સિવાય આ 4 ખેલાડી પણ દાવેદાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs West Indies : શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ શ્રેણીમાં કુલ પાંચ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ મેચ લખનૌમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, પરંતુ તે પહેલાં જાણી લો કે તમે એક પણ રૂપિયો ખર્ચા વિના ટીવી પર તેને લાઈવ ક્યાં જોઈ શકશો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20 ક્યાં જોઈ શકશો લાઈવ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણી બાદ હવે T20 શ્રેણીનો સમય છે. ભારતે ODI શ્રેણી જીતી હતી, જોકે ટીમ ઈન્ડિયાને ત્રીજી અને અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચની વાત કરીએ તો, આ શ્રેણીના મીડિયા અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. આનો અર્થ એ છે કે મેચ સ્ટાર સ્પોર્ટ્સ (TV) અને જિયો હોટસ્ટાર (મોબાઈલ) પર લાઈવ જોઈ શકાશે. તમે સ્માર્ટ ટીવી, લેપટોપ અને ટેબ્લેટ દ્વારા પણ જિયો હોટસ્ટાર પર મેચ લાઈવ જોઈ શકો છો.

ફ્રીમાં ક્યાં જોઈ શકશો આ મેચ?

જો તમે આ મેચ સંપૂર્ણપણે મફત જોવા માંગતા હો, તો તમે આજની ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ DD સ્પોર્ટ્સ પર પણ જોઈ શકો છો. જોકે, શરત એ છે કે તમારી પાસે DD ફ્રી ડિશ કનેક્શન હોવું જોઈએ. જો તમારા ઘરે અન્ય કોઈ પ્રોવાઈડરનું ડિશ કનેક્શન લાગેલું હોય, તો તમે આ મેચ મફતમાં જોઈ શકશો નહીં. DD ફ્રી ડિશમાં કોઈ માસિક ચાર્જ લાગતો નથી, તે સંપૂર્ણપણે મફત છે.

ભારતીય ટીમ

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ

શાઈ હોપ (વિકેટકીપર), કામિલ પૂરન, અમીર જાંગૂ, શિમરોન હેટમાયર, શેરફેન રધરફોર્ડ, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, રોમારીયો શેફર્ડ, ગુડાકેશ મોટી, અકેલ હોસીન, શમર જોસેફ, મેથ્યુ ફોર્ડે, કીમો પોલ, કુમરાણી સેમ્પસન, શમર સ્પ્રિંગર.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News