લોનના હપ્તા ભરતા લોકો ઈએમઆઈમાં ઘટાડો થાય તેવી રાહ જોતા હશે તો તેમને મોટો ઝટકો લાગવાનો છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસની એમપીસી બેઠકના જે પરિણામો સામે આવ્યા છે તે તમને નિરાશ કરી શકે છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાહેરાત કરી જેમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બીપીએસનો વધારો કર્યો છે અને તેને 5.50% કરી નાખ્યો છે. જે અગાઉ લગભગ 3.5 વર્ષથી 5.25 પર સ્થિર હતો. હવે આ નિર્ણય બાદ લોનના હપ્તા ભરનારાઓને બોજો વધી શકે છે.
રેપો રેટ વધે તેવી હતી આશંકા
અત્રે જણાવવાનું કે વૈશ્વિક પરિસ્થિતિઓ અને મોંઘવારી પર તેની અસર તથા અન્ય પરિબળોને પગલે પહેલેથી જ એવી આશંકા સેવાઈ રહી હતી કે આ વખતે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે છે. આ વર્ષે 2026માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આ ચોથી એમપીસી બેઠક યોજાઈ હતી. આ અગાઉ એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં પણ થઈ હતી જેમાં રેપો રેટ 5.25 ટકા પર યથાવત રખાયો હતો.
#WATCH | RBI hikes policy repo rate by 25 basis point to 5.5% https://t.co/92jeQuC3wz
— ANI (@ANI) October 7, 2026
અગાઉ એક્સપર્ટ્સે ક્રૂડ ઓઈલમાં સતત વધારો અને મોંઘવારીનો હવાલો આપતા રેપો રેટમાં 25 બીપીએસના વધારાની આશંકા વ્યક્ત કરી હતી. જે હવે સાચી ઠરી છે અને આરબીઆઈએ ખરેખર એ રીતે તેમાં વધારો કરી નાખ્યો છે જેના કારણે આમ જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે.
શું કહ્યું રિઝર્વ બેંક ગવર્નરે?
#WATCH | Delivering Monetary Policy Statement, RBI Governor Sanjay Malhotra says, "The MPC noted that the global context, on account of geopolitical developments, remains challenging. Nonetheless, the Indian economy has been strong and the economic momentum remains broad-based. Moreover, the economy is expected to remain resilient. It is further observed, in light of the available data, that it is clear that inflation and its outlook are not benign as they were last year. With headline CPI inflation expected to average almost 5.8 % in the next three quarters, including this, and core inflation projected at 4.4% for this financial year."
— ANI (@ANI) October 7, 2026
શું છે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ?
કેમ વધે છે રેપોરેટ