• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી

Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી

No Onion No Garlic Pav Bhaji: જો તમે પણ એવું માનતા હોય કે લસણ-ડુંગળી વિના પાવભાજી ટેસ્ટી ન લાગે તો એકવાર અહીં દર્શાવેલી રીત ફોલો કરી ભાજી બનાવજો. તમારો ભ્રમ ભાંગી જશે. આ રીતે ખાસ ગ્રેવી બનાવી અને પછી ભાજી બનાવશો તો લસણ ડુંગળી વિના પણ ભાજી સ્વાદિષ્ટ લાગશે.

Written ByKrupa Shah
Published: Oct 07, 2026, 12:01 PM IST|Updated: Oct 07, 2026, 12:03 PM IST
joinshare
Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

    Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે

    2

    અમદાવાદીઓ તમારા બાળકોને બચાવો! શહેરની આ 10 સ્કૂલ, મોદી સ્ટેડિયમ અને AMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    3

    નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરાં કર્યા, કહ્યું- "જેમણે મારો વિરોધ કર્યો, તેમણે મને...."

    4

    માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

    5

    Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    No Onion No Garlic Pav Bhaji: ગણતરીના દિવસોમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના દિવસોમાં ઘણા લોકોના ઘરમાં લસણ-ડુંગળી ખવાતા નથી. લસણ-ડુંગળીનો ઉપયોગ ન કરવાનો હોય તો ઘણી બધી વાનગીઓ ઘરમાં બનતી નથી. જેમાંથી એક પાવભાજી પણ છે. સામાન્ય રીતે પાવભાજીમાં લસણ અને ડુંગળીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળી ન ખાતા લોકો પાવભાજી ખાવાનું ટાળતા હોય છે. કારણકે એવું માનવામાં આવે છે કે લસણ-ડુંગળી વિના પાવભાજી ટેસ્ટી લાગતી નથી. જો તમે પણ આવું માનતા હોય તો એક વખત લસણ-ડુંગળી વિના આ રીતે પાવભાજી બનાવી જુઓ. તમને સમજાય જશે કે લસણ ડુંગળી વિના પણ પાવભાજી ટેસ્ટી લાગે છે.

    લસણ અને ડુંગળી વિના ટેસ્ટી પાવભાજી બનાવી હોય તો તેના માટે મસાલો કઈ રીતે તૈયાર કરવો ભાજી કેવી રીતે બનાવવી ચાલો તમને જણાવીએ.

    પાવભાજી માટેની સામગ્રી

    બાફેલા બટેટા, ફ્લવાર, ગાજર, લીલા વટાણા, કેપ્સિકમ, 2 ચમચી બીટનું ખમણ, 5 ટમેટા, ઝીણું સમારેલું કેપ્સિકમ, આદુ-લસણની પેસ્ટ 2 ચમચી, કસુરી મેથી, કાશ્મીરી લાલ મરચું, હળદર, પાવભાજી મસાલો, મીઠું, લીંબુ, કોથમીર, ગરમ મસાલો, બટર અને તેલ

    પાવભાજી બનાવવાની રીત

    • સૌથી પહેલા બધા શાકભાજીને ઝીણા સમારી મીઠું ઉમેરી બાફી લો.
    • ત્યારબાદ થોડું બીટ ઝીણું ખમણી તેને પાણીમાં પલાળી દો. 
    • હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટર એડ કરી ગરમ કરો. 
    • ગરમ બટર અને તેલમાં આદુ-મરચાંની પેસ્ટ સાંતળો અને 1 મિનિટ કુક થવા દો.
    • ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટમેટા અને કેપ્સિકમ ઉમેરો અને કુક કરો. 
    • ટમેટા કુક થઈ જાય અને તેલ સાઈડમાં આવી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો ઉમેરો.
    • ત્યારબાદ ટમેટાની ગ્રેવીમાં થોડું થોડું પાણી એડ કરી મસાલાને બરાબર કુક કરો. 
    • મસાલાની સુગંધ આવવા લાગે એટલે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો અને બધું બરાબર મેશ કરો.
    • શાકભાજી મેશ થી જાય એટલે તેમાં બીટનું પાણી એડ કરો જેથી કલર એકદમ લાલ આવે.
    • એક નાની તપેલીમાં પાણી ગરમ કરો. તેમાં મીઠું, ગરમ મસાલો ઉમેરી દો. તૈયાર કરેલા પાણીને ભાજીમાં એડ કરો. 
    • ભાજીને સારી રીતે કુક કરો. છેલ્લે તેમાં સ્વાદ કસુરી મેથી, લીંબુનો રસ અને કોથમીર ઉમેરો. 
    • ભાજી રેડી થઈ જાય એટલે ઉપરથી થોડું બટર એડ કરી ગરમાગરમ ભાજી સર્વ કરો.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    recipe