• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /આમિર ખાનના ભાણિયાને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ઈમરાન ખાને 28 ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત!

આમિર ખાનના ભાણિયાને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ઈમરાન ખાને 28 ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત!

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરવા અભિનેતા ઈમરાન ખાનને ભારે પડી રહ્યા છે કારણ કે મુંબઈ પોલીસે ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા માટેની નોટિસ ફટકારી છે. જાણો કારણ.

Written ByViral Raval
Published: Oct 15, 2026, 10:48 AM IST|Updated: Oct 15, 2026, 11:12 AM IST
joinshare
આમિર ખાનના ભાણિયાને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ઈમરાન ખાને 28 ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

2

અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

3

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

4

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો

5

આમિર ખાનના ભાણિયાને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ઈમરાન ખાને 28 ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોકરોચ જનતા પાર્ટી (CJP) તથા કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી દળો ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મોટાપાયે દેખાવો કરી રહ્યા છે અને આ દેખાવોમાં બોલીવુડ હસ્તીઓ પણ જોવા મળી રહી હતી. પરંતુ હવે આમિર ખાનના ભાણિયા અને અભિનેતા ઈમરાન ખાનને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો ભારે પડી રહ્યું છે. એટલે સુધી કે ભારત છોડવાની નોબત આવી ગઈ છે.

'ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને અમારા દેશથી થઈ રહ્યું છે ફંડિંગ', અમેરિકી સિંગરનો CJP અંગે ચોંકાવનારો દાવો

મુંબઈમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો અભિનેતા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR સામે મુંબઈના ક્રાંતિ મેદાનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં બોલીવુડ અભિનેતા ઈમરાન ખાને પણ ભાગ લીધો હતો અને હવે ત્યારબાદ મુંબઈ પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ નોટિસ બહાર પાડી છે અને અભિનેતાને 28 ઓક્ટોબર સુધીમાં મુંબઈ છોડી દેવા જણાવ્યું છે.

Actor Imran Khan, nephew of Aamir Khan, has been issued a notice by Mumbai Police directing him to leave India by October 28. Imran Khan had participated in a protest at Mumbai’s August Kranti Maidan demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. Mumbai Police had also detained him. Action has been taken against Imran Khan under the relevant provision of the Immigration Act over his participation in the protest despite not being an Indian citizen: Mumbai Police

— IANS (@ians_india) October 15, 2026

કેમ નોટિસ ફટકારવામાં આવી
તમને જણાવી દઈએ કે આમિર ખાનનો ભાણિયો ઈમરાન  ખાન એ ભારતીય નાગરિક નથી. ઈમરાન ખાન યુએસએની નાગરિકતા ધરાવે છે. આવામાં અભિનેતા પર ઈમિગ્રેશન એક્ટ સંબંધિત કલમો હેઠળ ભારતીય નાગરિક ન હોવા છતાં ભારતમાં આ રીતે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાના આરોપસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અભિનેતાએ આ પોલીસે ફટકારેલી આ નોટિસ રિસિવ કરી હોવાના પણ મીડિયા રિપોર્ટ છે. 

હાર્દિક પટેલ જેવા હાલ થશે? જંતર-મંતર હંગામામાં CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા પર 5 વર્ષની જેલનું જોખમ!

एक्टर इमरान खान को देश छोड़ने का आदेश, CJP प्रोटेस्ट में हुए थे शामिल | LIVE #ZeeLive #ImranKhan #CJPProtest https://t.co/i6Rs1bZQQx

— Zee News (@ZeeNews) October 15, 2026

ભાજપ નેતાએ કરી હતી આ માંગણી
ઈમરાન ખાન મુંબઈમાં આયોજિત સીજેપી પ્રોટેસ્ટમાં જોડાયો હતો અને ત્યારબાદ તેની મુશ્કેલીઓ વધી રહી હતી. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ નારાજગી વ્યક્ત કરતા ઈમિગ્રેશન અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવાની માંગણી કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે ઓસીઆઈ કાર્ડ ધારક છે અને અમેરિકી નાગરિક છે છતાં તેઓ ભારતમાં વિરોધ પ્રદર્શનમાં કઈ રીતે સામેલ થઈ શકે? પોલીસને કડક કાર્યવાહી હાથ ધરીને તપાસ કરવા અપીલ કરી હતી અને હવે અભિનેતાને મુંબઈ પોલીસે નોટિસ ફટકારીને વિદેશી હોવા છતાં ભારતમાં પ્રોટેસ્ટમાં ભાગ લેવા મામલે દેશ છોડવા જણાવ્યું છે. 
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News