• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

Jamnagar News: જામનગરમાં નવરાત્રિ પર્વ દરમિયાન અર્વાચીન યુગમાં પણ પ્રાચીન પરંપરાઓનું અદ્ભુત જતન જોવા મળી રહ્યું છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલ શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા ૫૨ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ લાલચોળ સળગતા અંગારાઓના 'અગ્નિ સાથિયા' વચ્ચે યુવકોએ 45 મિનિટ સુધી અનોખો રાસ રજૂ કર્યો હતો. બીજી તરફ, રણજીતનગરના શ્રી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી કોઈપણ ડીજે કે ઢોલ-ધમાકા વગર માત્ર પ્રાચીન વાજિંત્રો અને માતાજીના ગીતો સાથે કણબી, દાતરડા, તલવાર અને ખુલ્લા પગે આગના અંગારા પર રમાતા 'મશાલ રાસ'ની રમઝટ બોલાવવામાં આવે છે. આ બંને ગરબી મંડળોની શ્રદ્ધા, સાહસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ નિહાળવા જામનગર જ નહીં પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

Written ByKinjal Patel
Published: Oct 15, 2026, 11:20 AM IST|Updated: Oct 15, 2026, 11:20 AM IST
joinshare
અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

2

Home Loan: ડાઉન પેમેન્ટમાં એક ભૂલ પડશે ભારે, ઘર ખરીદતા પહેલા બેંકની લોન લિમિટ નહીં, તમારું બજેટ જુઓ

3

નવસારીમાં 120 વર્ષ જૂની અનોખી પરંપરા: કુંભારવાડની સાંકડી શેરીઓમાં આજે પણ ધબકે છે પ્રાચીન 'દોરી રાસ'

4

Natural Fertilizer: ચોખા પલાળેલું પાણી ફેંકતા નહીં, ઘરના છોડમાં નાખજો, ફટાફટ વધવા લાગશે છોડ

5

હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં નવરાત્રિ પર્વની ઉજવણી અનોખી પરંપરાઓ સાથે કરવામાં આવી રહી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા 52 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને અગ્નિ સાથિયા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. લાલચોળ અંગારાઓથી તૈયાર કરાયેલા સળગતા સ્વસ્તિકની વચ્ચે 17 યુવકોએ સતત 45 મિનિટ સુધી રાસ રમીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા

17 જેટલા યુવકો સળગતા અંગારાઓની વચ્ચે સતત 45 મિનિટ સુધી મનમોહક રાસની રમઝટ
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળની અનોખી પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. નવરાત્રિના ચોથા નોરતે અહીં પરંપરાગત અગ્નિ સાથિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબી મંડળના પટાંગણમાં લાલચોળ અંગારાઓ પાથરીને વિશાળ સ્વસ્તિક એટલે કે સાથિયો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ 17 જેટલા યુવકો આ સળગતા અંગારાઓની વચ્ચે સતત 45 મિનિટ સુધી મનમોહક રાસની રમઝટ બોલાવે છે.

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

રાસ શરૂ થતાં જ પંડાલની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવે
આ રાસની વિશેષતા એ છે કે રાસ શરૂ થતાં જ પંડાલની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવે છે. ઘોર અંધકાર વચ્ચે અંગારાઓથી ઝળહળતો અગ્નિ સાથિયો અને તેની વચ્ચે રાસ રમતા યુવકોનું દૃશ્ય દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. છેલ્લા 52 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને નિહાળવા જામનગર ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ લોકો ઉમટી પડે છે. અગ્નિની વચ્ચે રજૂ થતી આ અનોખી કલાત્મક પ્રસ્તુતિને નિહાળીને દર્શકો દંગ રહી જાય છે. આમ, આધુનિકતાના યુગમાં પણ જામનગરના કડિયાવાડમાં 52 વર્ષ જૂની પરંપરા શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકકલાકારીનો અનોખો સંગમ બનીને નવરાત્રિની શોભામાં વધારો કરી રહી છે

આગના અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ રમી એક અનોખું આકર્ષણ
જામનગરમાં નવરાત્રી દરમિયાન જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા આગના અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ રમી એક અનોખું આકર્ષણ જગાવવામાં આવી રહ્યું છે. શ્રી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી વધુ સમયની પ્રાચીન નવરાત્રીની પરંપરા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે.

દીકરી નહોતી ગમતી...", રાજકોટમાં બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં મોટો ખુલાસો, 5મા માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

અવનવા રાસ જામનગર સહિત વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર
જામનગર સહિત દેશ વિદેશમાં નવરાત્રીની ગુજરાતીઓ દ્વારા ખૂબ જ આસ્થાભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે હાલ અર્વાચીન દાંડિયાના વધતા જતા યુગમાં પણ જામનગરમાં અનેક ગરબી મંડળો છે કે જેમણે પોતાની પ્રાચીનતા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે. એવું જ એક ગરબી મંડળ જામનગરમાં કે છેલ્લા સાત દાયકા થી પ્રાચીન નવરાત્રીનું આયોજન કરતા શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં માત્ર યુવકો જ માતાજીની આરાધના કરે છે. એવા શ્રી પટેલ યુવક મંડળ દ્વારા નવરાત્રિ નિમિત્તે રજૂ કરવામાં આવતા અવનવા રાસ જામનગર સહિત વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ
આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. જેમાં તમામ રાસ પ્રાચીન અને કોઈપણ જાતના ડીજે કે ઢોલ ધમાકા નહીં માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ રમવામાં આવે છે. જ્યારે પ્રાચીન નવરાત્રીના આયોજનને સફળ બનાવવા માટે પટેલ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવે છે.

શ્રી પટેલ યુવક ગરબી મંડળનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દ્વારા કણબી રાસ, દાતરડા રાસ, ગુલાટ રાસ, તલવાર રાસ અને ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર એવા મશાલ અંગારા રાસ સહિતના અવનવા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે. મશાલ રાસ કે જે શ્રી પટેલ યુવક ગરબી મંડળનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલ છે. તેમાં ખેલૈયા યુવાનો દ્વારા આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રજૂ કરવામાં આવે છે અને જેને નિહાળવા લોકો ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે.

આવી ગઈ ભયાનક આગાહી! મેઘો છેલ્લા નોરતાંની મજા બગડશે, 19 ઓક્ટોબરથી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

બે મહિનાના અથાગ મહેનત અને પરિશ્રમથી આ રાસ રજૂ
મસાલ રાસને રજુ કરવા માટે યુવાનો દ્વારા સતત બે મહિનાના અથાગ મહેનત અને પરિશ્રમથી આ રાસ રજૂ કરવામાં આવે છે. જ્યારે શ્રી પટેલ યુવકે ગરબી મંડળનો આ વિશેષ મશાલ અંગારા રાસ ખૂબ જ ખ્યાતિ પામી ચૂક્યું છે. ત્યારે આ મંડળ દ્વારા ત્રણ જેટલી ટીમો બનાવી જામનગર સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને દેશ વિદેશમાં પણ નવરાત્રી દરમિયાન આ ખાસ મસાલ રાસ રજુ કરવામાં આવી રહ્યો છે અને જેની લોકાચાહના દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News