• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ચુકી છે અને ફિલ્મ કેવી છે તેનો રીવ્યુ પણ આવી ગયો છે. જેલર 2 ફિલ્મ જોનારા લોકોના મતે ફિલ્મ કેવી છે ચાલો જાણીએ.

Written ByKrupa Shah
Published: Oct 15, 2026, 12:34 PM IST|Updated: Oct 15, 2026, 12:37 PM IST
joinshare
Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Bad Habits: આંખને નુકસાન માટે દર વખતે મોબાઈલ જવાબદાર ન પણ હોય, આ 6 કુટેવો પણ તમારી આંખો બગાડી શકે છે

    Bad Habits: આંખને નુકસાન માટે દર વખતે મોબાઈલ જવાબદાર ન પણ હોય, આ 6 કુટેવો પણ તમારી આંખો બગાડી શકે છે

    2

    પુસ્તક વાંચો અને રૂપિયા કમાઓ! રાજકોટની સ્કૂલે એવો પ્રયોગ કર્યો કે જાણીને તમે પણ ચોંકી જશો!

    3

    Gold Price Today: પાંચમા નોરતે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજનો ગોલ્ડ-સિલ્વર રેટ જાણીને લેવા દોડશો

    4

    Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

    5

    Home Loan: ડાઉન પેમેન્ટમાં એક ભૂલ પડશે ભારે, ઘર ખરીદતા પહેલા બેંકની લોન લિમિટ નહીં, તમારું બજેટ જુઓ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Jailer 2 Movie Review: રજનીકાંતના ફેન્સ જે ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ હવે રિલીઝ થઈ ચૂકી છે. 15 ઓક્ટોબર 2026 ના રોજ દુનિયાભરના ઘરોમાં જેલર 2 રિલીઝ થઈ છે. જ્યારથી ટેલર 2 ફિલ્મનું અનઉન્સમેન્ટ થયું હતું ત્યારથી જ લોકોમાં સુપરસ્ટાર રજનીકાંતની આ ફિલ્મને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો હતો. આ ફિલ્મ હવે આવી ચૂકી છે અને અનેક લોકો આ ફિલ્મ જોઈ ચૂક્યા છે. ફિલ્મ જોઈ ચૂકેલા લોકોનું રિએક્શન કેવું છે ચાલો તમને પણ જણાવીએ.

    ફિલ્મોની બાબતમાં ઘણી વખત નામ બડે ઓર દર્શન છોટે જેવું થાય છે. ફિલ્મની સ્ટારકાસ્ટ દમદાર હોય, ટ્રેલર ધમાકેદાર હોય, ફિલ્મનું મ્યુઝિક સારું હોય, ફિલ્મનું પ્રમોશન પણ સારી રીતે કરવામાં આવ્યું હોય પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે દર્શકોને નિરાશ કરી દેતી હોય છે. પરંતુ રજનીકાંતની ફિલ્મ જેલર 2 સાથે આવું થયું નથી.

    આ પણ વાંચો: મારી સાથે ઝઘડા કરતી અને બોયફ્રેન્ડને Love You ના મેસેજ કરતી, તેજ પ્રતાપે રિયાલિટી શોમાં જણાવ્યું ડિવોર્સનું કારણ

    જેલર 2 લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મ જોઈ ચૂકેલા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર જેલર ટુ ના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શકોનું જે પ્રકારનું રિએક્શન જોવા મળે છે તેને જોતા લાગે છે કે રજનીકાંતની ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.

    જેલર ફિલ્મનો પહેલો પાર્ચ આ વર્ષ 2023 માં રિલીઝ થયો હતો. 3 વર્ષ પછી આ ફિલ્મનો બીજો પાર્ટ રિલીઝ થયો છે ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન હતો કે રજનીકાંતની ફિલ્મ જેલરમાં રજનીકાંતનો જે સ્વેગ અને એક્શન પેક પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું જે પાર્ટ 2 માં જોવા મળશે કે નહીં. પરંતુ ફિલ્મને લઈને લોકોનું કહેવું છે કે જેલર 2 માં મનોરંજન એક્શન બધું જ ડબલ થઈ ગયું છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે લોકો જેલર ટુ ફિલ્મ જોઈ ચૂક્યા છે તેમણે પોતાના રિએક્શન શેર કર્યા છે. જેમાં મોટાભાગના રિએક્શન પોઝિટિવ છે એટલે કે લોકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે.. લોકોનું કહેવું છે કે ફિલ્મમાં મજેદાર કોમેડી, જોરદાર સીકવન્સ, એક્શન બધું જ મળી જશે. એટલે કે રજનીકાંતની ફિલ્મ જેલર ટુ ફુલ ઓન પૈસા વસુલ ફિલ્મ છે.

    આ પણ વાંચો: Salman Khan: પિતા બનવાની વાતને લઈ સલમાન ખાનનો કોફી વીથ કરન ટોક શોમાં મોટો ખુલાસો, જાણો શું કહ્યું બાળકો માટે

    જેલર 2 જોઈ ચૂકેલા એક દર્શકની કોમેન્ટ છે કે પહેલો પાર્ટ જ્યાં પૂરો થયો હતો ત્યાંથી જ બીજા પાર્ટની શરૂઆત થાય છે. ફિલ્મની શરૂઆત લાઈટ અને હલકી ફૂલકી છે. ફિલ્મમાં રજનીકાંતની એન્ટ્રી પણ એકદમ પરફેક્ટ રીતે દેખાડવામાં આવી છે. ફિલ્મના દરેક સિંહને તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શાનદાર બનાવે છે. યુઝર્સ આ અનુભવને થિયેટરમાં માણવાનો આગ્રહ પણ કરે છે.

    જેલર 2 ફિલ્મ સન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી કલાનિધિ મારનની ફિલ્મ છે. જેલર ટુ નું મ્યુઝિક પણ અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે જેલર ફિલ્મના પહેલા પાર્ટમાં પણ તેનું જ મ્યુઝિક હતું. જેલર 2 ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત મિથુન ચક્રવર્તી, મોહનલાલ, વિદ્યા બાલન યોગીબાબુ અને સૂર્યા સહિતના કલાકારો પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન નેલ્સન દિલાપકુમારે કર્યું છે. જેલર 2 ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થઈ ચૂકી છે અને લોકો પોતાના ફેવરિટ સુપરસ્ટારને સ્ક્રીન પર જોઈને ઉત્સાહિત છે.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news