• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

Rajkot Jeweler Murder & Robbery Case Solved: રાજકોટમાં લૂંટ વિથ મર્ડરની ચકચારી ઘટનાનો કેસ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. તન્વી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારાને ગોળી મારી હત્યા નિપજાવી 1.53 કરોડની લૂંટનો મામલે ક્રાઇમ બ્રાન્ચે લૂંટ સાથે હત્યાના આરોપીઓને ઝડપી લીધા છે. તપાસમાં પરપ્રાંતિય શખ્સોની ગેંગે ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં 9 જેટલા શખ્સોની સંડોવણી ખૂલી છે. આ ગંભીર ગુનાને અંજામ આપનાર પરપ્રાંતિય શખ્સોની એક કુખ્યાત ગેંગના 9 જેટલા આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા છે.

Written ByKinjal Patel
Published: Oct 15, 2026, 10:53 AM IST|Updated: Oct 15, 2026, 10:55 AM IST
joinshare
રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

2

'મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢ્યું'! અમદાવાદના રામોલમાં સંબંધોની હચમચાવતી ઘટના

3

હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

4

અગ્નિ સાથે ગરબાની રમઝટ: જામનગરના કડિયાવાડમાં 52 વર્ષથી અકબંધ છે અગ્નિ સાથિયા રાસની અદ્ભુત પરંપરા

5

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajkot Jeweler Murder & Robbery Case Solved: રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. કર્મચારીને છાતીના ભાગે ગોળી મારતા મોત નિપજ્યું હતું. 

આ ઘટનાના નવા CCTV પણ સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજકોટ પ્રવાસ અગાઉ જ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ખાસ 3 અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

ટિપ આપનાર પણ ઝડપાયો, નવા CCTV ફૂટેજ સામે આવ્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભયાનક ગુના પાછળ પરપ્રાંતિય શખ્સોની ગેંગ સક્રિય હતી. એટલું જ નહીં, આ લૂંટ અને હત્યાને અંજામ આપવા માટે ચોક્કસ માહિતી આપનાર શખ્સની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના નવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે આરોપીઓની અવરજવર અને ગુનાની પદ્ધતિ સ્પષ્ટ થઈ છે.

 

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને રાજસ્થાનથી દબોચી લેવામાં આવ્યા છે અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં આ કેસની વધુ તપાસમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આ મામલે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ વિગતો જાહેર કરવામાં આવશે.

રાજકોટમાં લૂંટ વિથ મર્ડરનો LIVE EXCLUSIVE CCTV આવ્યા સામે, ફાયરિંગ કરી સોનાની બેગ લૂંટી લૂંટારુઓ ફરાર!
રાજકોટ શહેરમાં ધોળા દિવસે લૂંટારુઓએ ફાયરિંગ કરીને સોનાના દાગીનાની બેગ લૂંટી લીધી અને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા.સમગ્ર ઘટનાના CCTV ફૂટેજમાં લૂંટારુઓની હિલચાલ કેદ થઈ છે.CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લાલજીભાઈ દાગીનાની બેગ લઈને નીકળે છે. તે દરમિયાન બે જેટલા લૂંટારુઓ તેમની પાસે આવે છે.જ્યારે અન્ય સાગરીતો કારમાં બેઠેલા હોવાનું જોવા મળે છે.આ દરમિયાન લૂંટારુઓ લાલજીભાઈ પર ફાયરિંગ કરે છે અને તેમની પાસેથી સોનાના દાગીનાની બેગ પડાવીને ફરાર થઈ જાય છે.

આ ફાયરિંગની ઘટનામાં લાલજીભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.હવે પોલીસ દ્વારા સામે આવેલા CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. લૂંટારુઓ કયા રસ્તે આવ્યા હતા, કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો અને કઈ દિશામાં ફરાર થયા તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.સવાલ એ છે કે, આટલી ગંભીર ઘટનાને અંજામ આપનારા લૂંટારુઓ પોલીસની પકડમાં ક્યારે આવશે? CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News